મ્યુચ્યુઅલ ફન્ડ ધારકના મૃત્યુની સ્થિતિમાં તેનું રોકાણ યોગ્ય કાનૂની વારસદારને કાનૂની રીતે ટ્રાન્સફર કરવાનું પણ અગત્યનું છે. આ પ્રક્રિયાને ટ્રાન્સમિશન કહેવાય છે.
મની મૅનેજમેન્ટ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડ ધારકના મૃત્યુની સ્થિતિમાં તેનું રોકાણ યોગ્ય કાનૂની વારસદારને કાનૂની રીતે ટ્રાન્સફર કરવાનું પણ અગત્યનું છે. આ પ્રક્રિયાને ટ્રાન્સમિશન કહેવાય છે.
ટ્રાન્સમિશન વખતની સ્થિતિઓ
ADVERTISEMENT
૧. નૉમિનેશન કરાવાયેલું હોય : જો મૃતક યુનિટધારકે એક કે વધુ વ્યક્તિના નામે નૉમિનેશન કરાવેલું હોય તો સહેલાઈથી સંબંધિત નૉમિનીને ટ્રાન્સફર કરી દેવાય છે.
૨. સંયુક્ત ધારક : જો રોકાણ સંયુક્ત નામે હોય તો એક ધારકના મૃત્યુ બાદ યુનિટ્સ આપોઆપ બાકી રહેલી જીવંત વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ જાય છે.
૩. નૉમિનેશન પણ ન હોય અને સંયુક્ત ધારક પણ ન હોય : એવી સ્થિતિમાં કાનૂની વારસદારો પોતાના હકના કાનૂની પુરાવા બતાવીને યુનિટ્સ માટે ક્લેમ કરી શકે છે.
અલગ-અલગ સ્થિતિના આધારે ટ્રાન્સમિશન માટેના દસ્તાવેજો બનાવવાના
હોય છેઃ
નૉમિની હોય કે યુનિટ્સના સંયુક્ત ધારક હોય ત્યારે
- ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફૉર્મ
- યુનિટધારકના મૃત્યુનું પ્રમાણપત્ર (મૂળ પ્રત અથવા નોટરી કરાવાયેલી નકલ)
- નૉમિની/ જીવંત ધારકના KYC (નો યૉર કસ્ટમર)ના દસ્તાવેજો
નૉમિની કે સંયુક્ત ધારક ન હોય ત્યારે
- ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફૉર્મ
- મૃત્યુનું પ્રમાણપત્ર (મૂળ પ્રત કે નોટરી કરાવાયેલી નકલ)
- સક્સેશન સર્ટિફિકેટ, વસિયતનામાની પ્રોબેટ અથવા ઍડ્મિનિસ્ટ્રેશનનો પત્ર
- કાનૂની વારસદારોના KYCના દસ્તાવેજો
- ટ્રાન્સમિશનની તબક્કાવાર પ્રક્રિયા
૧. AMCને જાણ કરવી : મ્યુચ્યુઅલ ફન્ડના ધારકના મૃત્યુ વિશે ઍસેટ મૅનેજમેન્ટ કંપની (AMC) અથવા રજિસ્ટ્રાર ઍન્ડ ટ્રાન્સફર એજન્ટ (RAT)ને જાણ કરવી.
૨. આવશ્યક દસ્તાવેજો સુપરત કરવા : સંબંધિત પરિસ્થિતિના આધારે આવશ્યક ફૉર્મ અને દસ્તાવેજો સુપરત કરવા. આ ફૉર્મ AMC અથવા RATની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
૩. દસ્તાવેજોની ચકાસણી : AMC દસ્તાવેજોની ચકાસણી કરીને જરૂર પડ્યે વધુ માહિતી કે સ્પષ્ટતા માગી શકે છે.
૪. ટ્રાન્સમિશનની પૂર્ણતા : બધા જ દસ્તાવેજોની ચકાસણી થઈ ગયા બાદ AMC ટ્રાન્સમિશનની અરજી પર પ્રક્રિયા કરીને નૉમિની, જીવંત યુનિટધારક અથવા કાનૂની વારસદારોને યુનિટ્સ ટ્રાન્સફર કરે છે.
નોંધનીય છે કે આવશ્યક દસ્તાવેજો સુપરત કર્યા બાદ સામાન્ય રીતે ૧૫થી ૨૦ દિવસમાં ટ્રાન્સમિશનની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. યુનિટ્સના ટ્રાન્સફરને યુનિટ્સનું વેચાણ ગણવામાં આવતું ન હોવાથી એના પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થતો નથી. જોકે નવો ધારક જ્યારે રિડમ્પશન કરાવશે એ સમયે કરવેરાની જવાબદારી નિશ્ચિત થશે. નૉમિની, જીવંત સંયુક્ત ધારક કે કાનૂની વારસદારોનું KYC થયા બાદ જ ટ્રાન્સમિશન થઈ શકે છે. આથી KYC પહેલાં થયેલું હોવું જોઈએ.
ટ્રાન્સમિશન સરળતાથી પાર પડે એ માટે તમામ મ્યુચ્યુઅલ ફન્ડનાં રોકાણો માટે નૉમિનેશન કરાવવું અને એને જરૂર પડ્યે અપડેટ કરાવવાં.