Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સમરમાં સ્ટાઇલ પણ અને કૂલ પણ

સમરમાં સ્ટાઇલ પણ અને કૂલ પણ

Published : 03 April, 2023 04:59 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

વાળ લાંબા રાખવાની ફૅશન ગરમીમાં હવા થઈને ઊડી જતી હોય છે. અત્યારે તો પુરુષોમાં એવી હેરકટ ચાલે છે જે તેમને ફૅશનેબલ લુક આપવાની સાથે-સાથે ઉનાળાના પસીનાથી બચાવે અને છતાં ડાયરેક્ટ તાપથી રક્ષણ આપે

સીઝર ઍન્ડ સ્લોપ કટ

ફૅશન ઍન્ડ સ્ટાઇલ

સીઝર ઍન્ડ સ્લોપ કટ


એક જમાનામાં પુરુષોની જરૂરિયાત ગણાતી હેરકટ હવે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ છે એમ કહેવું ખોટું નથી. વાળ કપાવવા એ ફૅશનેબલ દેખાવાનો અને સ્ટાઇલિંગનો હિસ્સો બની ગયો છે. બૉલીવુડ ઍક્ટર અને ક્રિકેટરની હેરસ્ટાઇલને ફૉલો કરવાનો ટ્રેન્ડ આજનો નથી. જોકે આજકાલના પુરુષો એ વિચારતા થઈ ગયા છે કે એ ઍક્ટરની હેરસ્ટાઇલ તેમના ચહેરા પર સૂટ થશે કે નહીં. આજે પણ પુરુષોનાં હેર સૅલોંમાં પહેલેથી જ બે-ચાર કૉમન હેરકટ કરેલી હેરસ્ટાઇલના ફોટો તૈયાર હોય છે.


ઉનાળાની સીઝનમાં પુરુષો કમ્ફર્ટેબલ હેરકટ કરાવવાનું પસંદ કરી રહ્યા છે. એક સમયે લાંબા વાળ રાખવાનું પસંદ કરતા પુરુષો હવે શૉર્ટ હેરકટ કરાવવાનું પસંદ કરી રહ્યા છે. આ અંગે સૅલોં-ઇન્ડસ્ટ્રીમાં ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા અને એશિયા બુક ઑફ રેકૉર્ડ હોલ્ડર કિશોર ચુડાસમા કહે છે કે ઉનાળામાં પસીનાની સમસ્યાથી બચવા માટે પુરુષો શૉર્ટ હેરકટ કરાવવાનું પસંદ કરે છે. ખાસ કરીને અન્ડર હેરકટ, આર્મી હેરકટ, સીઝર અને બોલ્ડ હેરકટ્સ હાલમાં ટ્રેન્ડ કરી રહી છે. ઉનાળામાં સ્વેટિંગ થાય એમ હેરગ્રોથ પણ ફાસ્ટ થાય છે. આજકાલના પુરુષોને શૉર્ટ હેરકટ પણ જોઈએ છે અને સ્કેલ્પ પણ એક્સપોઝ કરવો ગમતો નથી તો આવા પુરુષો ઇટાલિયન સ્લૉપકટ પસંદ કરે છે. ગરમીની સીઝનમાં આ સ્ટાઇલની હેરકટ કરાવ્યા બાદ દિવસ દરમ્યાન વાળ વધુ મૅનેજ કરવાની જરૂર જ નથી પડતી.’



અન્ડરકટ છે સમર સ્પેશ્યલ


૧૬થી ૨૫ વર્ષના યુવાનો ગરમીની સીઝનમાં અન્ડરકટ કરાવે છે, જેમાં નીચેના ભાગમાં ઝીરો કટ અને ઉપરના ભાગમાં વધુ વાળ રાખવામાં આવે છે, જે ગરમીની સીઝનમાં કમ્ફર્ટેબલ હેરસ્ટાઇલ માનવામાં આવે છે. આવા પ્રકારની હેરસ્ટાઇલ વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા  ક્રિકેટર્સે પણ કરાવી હતી. 

સીઝર અને સ્લોપ કટ


૨૬થી ૪૦ વર્ષના પુરુષો સિમ્પલ સીઝરકટ અને સ્લૉપકટ કરાવે છે, જે તેમને પ્રોફેશનલ લુક પણ આપે છે. આ તમામ હેરકટમાં થોડાં ઘણાં વેરિયેશન આપવામાં આવે છે. હેરકટની સાથે બિયર્ડનું ચલણ પણ વધ્યું છે. ઓવલ ફેસ હોય એવા પુરુષો જો દાઢી રાખશે તો ચહેરો વધુ ભરેલો લાગશે અને તેની હેરસ્ટાઇલ પણ વધુ સારી લાગશે. આ ઉપરાંત ગ્રૅજ્યુએશન હેરકટ  પણ તમારા ઓવલ ફેસને રાઉન્ડ લુક આપશે. 

ઈઝી ટુ કૅરી પ્રેફરેબલ

પોતાને કઈ હેરસ્ટાઇલ માફક આવશે એનો નિર્ણય બીજાનું જોઈને ન લેવાય, પણ તમારા ચહેરાનો શેપ અને બિયર્ડની સ્ટાઇલ પર પણ આધાર રાખે છે અને એટલે હેરસ્ટાઇલિસ્ટના સૂચનને સાંભળવું જરૂરી છે. હેરસ્ટાઇલિસ્ટ જે રેકમન્ડ કરે એની વાતને માની લેનારો વર્ગ પુરુષોમાં મોટો છે. આ અંગે હેર એક્સપર્ટ અને નૅશનલ અવૉર્ડ વિનર રવીન્દ્ર વાઘમારે કહે છે કે ‘અમે સેલોંમાં આવતા લોકોને અમારા અનુભવ પ્રમાણે સલાહ આપીએ અને તેમને ગમે પણ. હેરકટ્સ તમારી પર્સનાલિટી પર પણ ડિપેન્ડ કરે છે. કૉર્પોરેટ ઑફિસમાં કામ કરતા લોકો હેરકટને એકદમ ડિસન્ટ રાખવાનું પસંદ કરે છે, જ્યારે આર્ટ સાથે સંકળાયેલા પુરુષો ફન્કી લુક ટ્રાય કરી શકે છે. ધંધો કરતા માણસો મોટા ભાગે જૂની અને બેસિક હેરસ્ટાઇલ ચૂઝ કરતા હોય છે. સ્પાઇક હેરકટ અને ફેસ ફ્રેમિંગ હેરકટ પણ હાલ ટ્રેન્ડમાં છે. આજકાલના પુરુષો પણ ઇઝી ટુ કૅરી અને ઇઝી ટુ મૅનેજ હેરકટ્સ પ્રેફર કરી રહ્યા છે. હેરસ્ટાઇલ એ વ્યક્તિની પર્સનાલિટી, તેમનો ચહેરો, તેમના વાળનો ગ્રોથ અને તેમના ટેસ્ટ પર ડિપેન્ડ કરે છે એથી અમારે આ તમામ ચીજોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.’

 આજકાલના પુરુષોને શૉર્ટ હેરકટ પણ જોઈએ છે અને સ્કેલ્પ પણ એક્સપોઝ કરવો ગમતો નથી તો આવા પુરુષો ઇટાલિયન સ્લોપ કટ પસંદ કરે છે.  કિશોર ચુડાસમા

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2023 04:59 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK