જાહેર સ્થળો અને સસ્થાઓના સ્થળે શૌચાલય બનાવવા અને એનો ઉપયોગ કરવા લોકોને પ્રભાવિત કરવા એ પ્રશંસનીય છે, પરંતુ એને કાર્યરત અને સ્વચ્છ રાખવું એ રાજ્યનું કામ છે. લાખો જાહેર શૌચાલયો અને સામુદાયિક શૌયાલયો માટે હોમ શૌચાલય બનાવવાની મહત્ત્વાકાંક્ષા દર્શાવી હતી.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
સુંદર અને સ્વચ્છ ભારત એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકાશે એવા હેતુથી શરૂ કરાયેલું. પણ આ ‘સ્વચ્છ ભારત’ અભિયાન શું ખરા અર્થમાં સફળ થઈ રહ્યું છે? ના. એવું નથી કે આ અભિયાન માટે નક્કી કરાયલી રકમને પહોંચી શકાય એમ નથી, છતાં સ્વચ્છ ભારતનો સંદેશ નિષ્ફળ જાય છે. આ અભિયાન લોકો સમક્ષ લાવવા બદલ મોદીજી પ્રશંસાપાત્ર તો છે જ, પરંતુ ઇરાદાઓ કરતાં યોજનાઓ અમલમાં મૂકવામાં ભારત દેશની સંપૂર્ણ સરકારે ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે લોકોએ સગવડપૂર્વક નિયુક્ત સ્થળે કચરો નાખવો જોઈએ તો એના નિકાલ માટે કચરો ત્યાંથી ઉપાડવાનું કામ પણ સરકારી સ્ત૨નું છે. જ્યારે લોકો દરેક જગ્યાએ શૌચ ન કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે સ્વચ્છતા પૂરી પાડવાની જવાબદારી રાજ્યની છે.
જાહેર સ્થળો અને સસ્થાઓના સ્થળે શૌચાલય બનાવવા અને એનો ઉપયોગ કરવા લોકોને પ્રભાવિત કરવા એ પ્રશંસનીય છે, પરંતુ એને કાર્યરત અને સ્વચ્છ રાખવું એ રાજ્યનું કામ છે. લાખો જાહેર શૌચાલયો અને સામુદાયિક શૌયાલયો માટે હોમ શૌચાલય બનાવવાની મહત્ત્વાકાંક્ષા દર્શાવી હતી. કુલ મળીને ‘સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ પ્રૅક્ટિસ’ દ્વારા કરોડોની મદદ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. અને આ રકમ એવી પણ નથી જે આપણને પોસાય એવી નથી, પરંતુ એમ છતાં આપણી સરકાર સેવા કરતાં શાસન ચલાવવા માટે વધુ વ્યસ્ત છે. એને કારણે સ્થાનિક સ્તર સુધરી નથી રહ્યું. માત્ર વાર-તહેવાર પૂરતું ગલીઓને શણગારવામાં આવે. દરેક રાજ્યમાં અને નાનામાં નાનાં શહેરોમાં આવેલી નાની ગલીઓમાં આજે પણ કચરાપેટી નથી. એટલે ગલીઓમાં કચરો એમ ને એમ જ્યાં-ત્યાં પડ્યો હોય છે. જાહેર શૌચાલયની સાફસફાઈ પણ નિયમિત કરવામાં નથી આવતી. બીજી તરફ લોકો પણ પોતાની જવાબદારી નથી નિભાવતા. આપણી આસપાસ સ્વચ્છતા રાખવાની આપણી નૈતિક જવાબદારી છે. શરમજનક બાબત છે કે દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે છે, પરંતુ તેની બધી ગંદકી, કચરો, શેરીઓ, રસ્તાઓ અને ચોક પર ફેંકી દે છે. ખાસ કરીને તહેવારોમાં તો જ્યાં-ત્યાં ફૂડ પૅકેટ્સનો કચરો ફેંકવામાં આવે છે. ફેરિયાઓ પણ ગંદકી કરીને જેમ-તેમ ફુટપાથનો ઉપયોગ કરે છે. આ બધું જોવાની જવાબદારી સરકારની તેમ જ આપણી વ્યક્તિગત પણ છે.
ADVERTISEMENT
સ્વચ્છ ભારતનું અભિયાન કોણે શરૂ કર્યું એના કરતાં આ અભિયાન આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે છે એ મહત્ત્વ સમજાશે તો જ સ્વચ્છ ભારત અને નવા ભારતનું નિર્માણ કરી શકાશે.
શબ્દાંકનઃ ભાવિની લોડાયા