શ્રી વાગડ ગ્રૅજ્યુએટ્સ અસોસિએશનના દિવ્યાંગ સપોર્ટ ગ્રુપ દ્વારા નિર્મિત નાટક `હું સ્પેશ્યલ છું`માં દિવ્યાંગ બાળકોની વાસ્તવિક જિંદગીનું નિરૂપણ કરવામાં આવ્યું છે
નાટક `હું સ્પેશ્યલ છું`
શ્રી વાગડ ગ્રૅજ્યુએટ્સ અસોસિએશન (SVGA)ના શ્રી નાથાલાલ વાલજી સાવલા દિવ્યાંગ સપોર્ટ ગ્રુપ દ્વારા નિર્મિત તેમ જ ‘તારે ઝમીં પે’ ગ્રુપના પ્રેરણાસ્રોતથી ગુજરાતી રંગભૂમિ પર એક ખૂબ જ અનોખા વિષય સાથે ‘હું સ્પેશ્યલ છું’ નામનું નાટક રજૂ થઈ રહ્યું છે.