સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજય પોલરાએ એવું કાર્ય કર્યું કે લોકો દંગ રહી ગયા. પોતાની સેકન્ડહૅન્ડ કારને નસીબવંતી માનતા આ માણસે વહાલસોયી કારને વેચવાને બદલે એને સદૈવ ઘરઆંગણે સંભારણારૂપે રાખવા વાડીમાં સમાધિ આપી
કારને સમાધિ આપીને સૌએ ફૂલવર્ષા કરી હતી.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજય પોલરાએ એવું કાર્ય કર્યું કે લોકો દંગ રહી ગયા. પોતાની સેકન્ડહૅન્ડ કારને નસીબવંતી માનતા આ માણસે વહાલસોયી કારને વેચવાને બદલે એને સદૈવ ઘરઆંગણે સંભારણારૂપે રાખવા વાડીમાં સમાધિ આપી. સમાધિ આપતાં પહેલાં કંકોતરી લખી હરખનાં તેડાં મોકલીને સાજન-માજન તેડાવ્યા, વરરાજાની કારની જેમ પોતાની લાડલી કારને શણગારી, કાર ફરતે પરિવાર સહિત સૌકોઈ ઉમંગભેર ગરબે ઘૂમ્યા, ધુમાડાબંધ ભોજન કરાવ્યું, ડાયરો-સંતવાણી યોજાયાં, અઢી કિલોમીટરની યાત્રા કાઢીને ગાડીને ચલાવીને વાડીએ લઈ ગયા અને મંત્રોચ્ચાર વિધિવિધાન સાથે સમાધિ આપી