Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ચંદ્રમા લલાટ પે, ભસ્મ હૈ ભુજાઓં મેં વસ્ત્ર બાઘ છાલ કા, હૈ ખડાઉં પાંવ મેં પ્યાસ ક્યા હો તુઝે, ગંગા હૈ તેરી...

ચંદ્રમા લલાટ પે, ભસ્મ હૈ ભુજાઓં મેં વસ્ત્ર બાઘ છાલ કા, હૈ ખડાઉં પાંવ મેં પ્યાસ ક્યા હો તુઝે, ગંગા હૈ તેરી...

Published : 08 March, 2024 07:30 AM | IST | Mumbai
RJ Dhvanit Thaker

‘કેદારનાથ’ના બ્યુ​ટિફુલ વિઝ્યુઅલ્સ, અમિત ત્રિવેદીનું મેલોડિયસ મ્યુઝિક અને અમિતાભ ભટ્ટાચાર્યની શબ્દ-શ્રદ્ધા. મહાદેવનો સાક્ષાત્કાર કરવા માટે આટલું પૂરતું છે

કેદારનાથ ફિલ્મનો સીન

કાનસેન કનેક્શન

કેદારનાથ ફિલ્મનો સીન


આજે વાત કરવી છે મહાદેવની અને મહાદેવની વાત કરવાની આવે ત્યારે નૅચરલી આંખ સામે કેદારનાથ આવી જાય અને કેદારનાથ યાદ આવે એટલે આપણા જેવા મ્યુઝિક-શોખીનના કાનમાં તરત ‘નમો નમો શંકરા...’ વાગવાનું પણ શરૂ થઈ જાય.


ફિલ્મ ‘કેદારનાથ’, મ્યુઝિક અમિત ત્રિવેદી, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને સિંગર અમિત ત્રિવેદી પોતે. સુશાંત સિંહ અને સારા અલી ખાન સ્ટારર ‘કેદારનાથ’માં ૨૦૧૩માં આવેલા એ જ ફ્લડની વાત હતી જેણે સેંકડો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓનો ભોગ લીધો હતો. જોકે આપણે અત્યારે વાત ફિલ્મની નથી કરવાની, વાત કરવાની છે ફિલ્મના એ સૉન્ગની જે સાંભળતી વખતે તમારી આંખ સામે મહાદેવ ઊપસ્યા વિના રહે નહીં. ફિલ્મની શરૂઆતમાં જ આ સૉન્ગ છે. સૉન્ગ દરમ્યાન વાર્તા સહેજ પણ આગળ નથી વધતી, પણ એમ છતાં આ સૉન્ગ ફિલ્મનો મૂડ અને ટેમ્પો અકબંધ રાખે છે તો સાથોસાથ કેદારનાથની બ્યુટીને પણ સામે લાવવાનું કામ કરે છે. ફિલ્મનો હીરો મન્સૂર એક શ્રદ્ધાળુને કેદારનાથના મંદિરે લઈ જાય છે અને એ જે આખી જર્ની છે એ દરમ્યાન બૅકગ્રાઉન્ડમાં આ સૉન્ગ આવે છે. જો તમે આ સૉન્ગને ધ્યાનથી સાંભળશો તો નોટિસ કરશો કે ગીતમાં મંદિરના ઘંટના સૂરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ્યાનથી સાંભળશો તો તમારા ધ્યાનમાં એ પણ આવશે કે એમાં ડમરુ પણ છે અને અન્ય તમામ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આપણાં ભારતીય વાંજિત્રો જ છે. પક્ષીઓનો કલરવ પણ વાપરવામાં આવ્યો છે અને કેદારનાથના રૂટ પર જોવા મળતાં નાનાં ઝરણાંઓનો પણ ખળખળાટ સમાવવામાં આવ્યો છે.



બહુ ઓછાં એવાં સૉન્ગ હોય છે જેમાં લિરિક્સનાં વખાણ કરવાં કે પછી મ્યુઝિકનાં એની ખબર નથી પડતી. સિત્તેર અને એંસીના દશકમાં તો ખરેખર આ કામ મુશ્કેલ હતું જ, પણ હવે તો ભાગ્યે જ એવું બને છે. કહેવું રહ્યું કે ‘કેદારનાથ’નું આ સૉન્ગ એ પ્રકારનું જ સૉન્ગ છે કે તમે અમિતનાં વખાણ કરો કે અમિતાભ ભટ્ટાચાર્યનાં એની ખબર જ ન પડે. બન્નેની જાણે કે ટશન ચાલતી હોય એવું આ સૉન્ગ છે. શબ્દો જુઓ તમે...


મેરા કર્મ તૂ હી જાને
ક્યા બુરા હૈ ક્યા ભલા
તેરે રાસ્તે પે મૈં તો
આંખ મૂંદ કે ચલા
તેરે નામ કી જોત ને
સારા હર લિયા તમસ મેરા

કેટલી સરસ વાત અને કેટલા સરળ શબ્દોમાં. અમિતાભ ભટ્ટાચાર્યની આ ખાસિયત છે. આઉટ ઑફ બૉક્સ કહેવાય એવી વાત પણ તે એટલી સાદગી સાથે રજૂ કરે કે તમે અચરજ પામો. અમિતાભ ભટ્ટાચાર્ય પોતે પણ કહે છે કે હું શાયર કે સાહિત્યકાર નથી એટલે મારી પાસે બહુ શબ્દભંડોળ નથી, લિમિટેડ શબ્દો છે અને એ લિમિટેડ શબ્દોમાં હું રૂટીનમાં વપરાતા શબ્દો વાપરવાનું પસંદ કરું છું.અમિતાભ ભટ્ટાચાર્ય મહાદેવને ઘોળીને પી ગયા હોય એવું તેના આ લિરિક્સ સાંભળીને થાય. મહાદેવની લાઇફ સાથે જોડાયેલી એકેએક અગત્યની વાતને તે શબ્દોમાં લાવ્યા છે. અરે, મહાદેવનાં કેટકેટલાં નામો પણ તેણે આ ગીતમાં લઈ લીધાં છે. ભોળેનાથ, શંકરા, આદિ દેવ, રુદ્ર દેવ, શંભુ, ત્રિલોકનાથ, મહેશ્વર, શિવા અને એ સિવાયનાં પણ નામો આ ગીતમાં આવી જાય છે.


સૃષ્ટિ કે જનમ સે ભી
પહલે તેરા વાસ થા
યે જગ રહે યા ના રહે
રહેગી તેરી આસ્થા
ક્યા સમય, ક્યા પ્રલય
દોનોં મેં તેરી મહાનતા
સીપિયોં કી ઓટ મેં
મોતિયાં હો જિસ તરહ

કામ કરવાની સાચી મજા ત્યારે આવે જ્યારે સોંપવામાં આવેલું કામ તમે એક સ્ટેપ આગળ લઈ જાઓ. ‘નમો નમો શંકરા...’ સૉન્ગ માટે કોઈ જાતનો રફ સ્કેચ નહોતો બનાવવામાં આવ્યો. અમિત ત્રિવેદી અને અમિતાભ ભટ્ટાચાર્ય બન્ને બહુ જૂના ફ્રેન્ડ્સ. અમિતાભને અમિતે છૂટ આપતાં કહી દીધું કે તું જે લઈ આવશે આપણે એના પર કામ કરવું છે; બસ, તું એટલું યાદ રાખજે કે આપણે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના બેઝ પર કામ કરીશું. અમિતાભ ભટ્ટાચાર્યે પણ ચૅલેન્જ ઉપાડી લીધી અને કહી દીધું કે જે હશે એ એવું હશે કે મંદિરમાં પણ વગાડવામાં આવે તો ત્યાં હાજર રહેલા લોકો ડોલવા માંડશે. અમિતાભ ભટ્ટાચાર્ય કામ પર લાગ્યા. શંકર વિશે થોડી વાતો અમિતાભ ભટ્ટાચાર્યને ખબર હતી અને એમ છતાં તેણે સ્ટડી શરૂ કર્યો અને જેમ-જેમ સ્ટડી થતો ગયો એમ-એમ તેના મનમાં ગીતની વાતો સ્પષ્ટ થવા માંડી. અમિતાભ ભટ્ટાચાર્યે એક ઇન્ટરવ્યુમાં મને કહ્યું હતું, ‘લખવાની સાચી મજા ત્યારે આવે જ્યારે તમે એ ક્ષણને ફીલ કરી શક્યા હો. ‘નમો નમો શંકરા...’માં મેં એ અનુભવ કર્યો હતો.’ આ સૉન્ગ એક બેઠકે લખાયું અને પહેલી જ વારમાં એ અમિત ત્રિવેદીને પસંદ પણ આવી ગયું. પસંદ ન પણ શું કામ આવે. તમે પોતે શબ્દો જુઓ...

મુઝે ભરમ થા જો હૈ મેરા
થા કભી નહીં મેરા
અર્થ ક્યા, નિરર્થ ક્યા
જો ભી હૈ સભી તેરા
તેરે સામને હૈ ઝુકા
મેરે સર પે હાથ રખ તેરા

તમને નવાઈ લાગશે, પણ આ સૉન્ગ લખ્યા પછી થોડા સમય માટે તો અમિતાભ ભટ્ટાચાર્યને વૈરાગ્યનું મન થવા માંડ્યું હતું. જોકે એની વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે વાત કરીએ અમિતાભ ભટ્ટાચાર્ય અને અમિત ત્રિવેદીની જુગલબંધીની. અમિતાભનું કામ પૂરું થયું એટલે ચૅલેન્જ આવી અમિત ત્રિવેદી સામે. અમિત ત્રિવેદીને લિરિક્સ બહુ ગમી ગયું, પણ એમાં મોટામાં મોટી ચૅલેન્જ એ હતી કે ગીતમાં ક્યાંય ક્રૉસ લાઇન નહોતી અને એના અંતરા ખાસ્સા મોટા હતા. જો આ પ્રકારનું ગીત કમ્પોઝ કરવામાં સહેજ પણ ગાફેલ રહી જાઓ તો સૉન્ગ કનેક્ટિવિટી ઊભી ન કરે. અમિત ત્રિવેદીએ કમ્પોઝિશન સમયે આખા સૉન્ગને જુદી જ રીતે હૅન્ડલ કરવાનું શરૂ કર્યું. તેણે અ​મિતાભ પાસે એવી ચાર લાઇન માગી જેને મૂળ ગીત સાથે કોઈ સંબંધ ન હોય અને પરસ્પર પણ કોઈની સાથે સંબંધ ન હોય. કહો કે એવી ચાર લાઇન, જેમાં મહાદેવની વાત હોય. અમિતાભે એ ચાર લાઇન આપી, પણ ચારમાંથી એક લાઇન મીટરમાં બેસતી નહોતી એટલે અમિતે ત્રણ લાઇન રાખી જે આ હતી...

નમો નમો શંકરા
ભોલેનાથ શંકરા
રુદ્રદેવ હે મહેશ્વરા

આ ત્રણ લાઇનથી અમિત ત્રિવેદીએ ગીતની શરૂઆત કરી અને જે મૂળ લિરિક્સ હતું એની પણ દરેક લાઇનની વચ્ચે ગોઠવી દીધી, જેને કારણે લાંબા અંતરાઓમાં પણ ઠહરાવ આવી ગયો.

ચંદ્રમા લલાટ પે
ભસ્મ હૈ ભુજાઓં મેં
વસ્ત્ર બાઘ છાલ કા
હૈ ખડાઉં પાંવ મેં
પ્યાસ ક્યા હો તુઝે
ગંગા હૈ તેરી જટાઓં મેં

સાક્ષાત્ મહાદેવ આંખ સામે આવી જાયને? જો શબ્દોની આ તાકાત હોય તો આ શબ્દો અમિત ત્રિવેદીના અવાજમાં સાંભળીએ ત્યારે કેવી ફીલ આવે? હું તો સવારથી આ ગીત સાંભળું છું, તમે પણ સાંભળો... ફુલ વૉલ્યુમ સાથે. શરીરના એકેએક કોષ ગાશે...  ‘નમો નમો શંકરા...’

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2024 07:30 AM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub