Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > હેલ્ધી રહેવું સહેલું છે જો તમને આવડે તો!

હેલ્ધી રહેવું સહેલું છે જો તમને આવડે તો!

Published : 24 April, 2023 05:21 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગોલ્ડન વર્ડ‍્સ : હેલ્ધી રહેવા અને હેલ્ધી બૉડી બનાવવા માટે પ્રૉપર ડાયટ અને એક્સરસાઇઝ કરો એટલું પૂરતું છે. એકેય જાતનાં બહારનાં સપ્લિમેન્ટ્સ લેવાની તમને કોઈ જરૂર રહેશે નહીં.

મિકી દુદાણી

ફિટ & ફાઇન

મિકી દુદાણી


આ જ વાતની સાથોસાથ સિરિયલ ‘શાસ્ત્રી સિસ્ટર્સ’, ‘ડ્રીમ ગર્લ’, ‘છોટી બહૂ’, ‘બંદિની’, ‘ભાસ્કરભારતી’, ‘ઉડાન’, ‘આપ કે જાને સે’માં દેખાઈ ચૂકેલો અને અત્યારે ‘દૂસરી માં’ સિરિયલમાં જોવા મળતો સ્ટાર મિકી દુદાણી માને છે કે અઘરું તો બીમાર પડવું છે! મિકીએ કહેલી વાતો વાંચીને આ બન્ને તથ્ય સાથે તમે પણ સહમત થશો


આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે શરીર મંદિર છે અને એ મંદિરમાં ભગવાન રહે છે.



જો આ વાત જેટલી વહેલી સમજી જઈએ એટલા જલદી સુખી થઈએ એવું કહેવામાં હું જરા પણ વિચાર નહીં કરું, કારણ કે આ વાત જૂની પેઢી માનતી અને આવતી પેઢી માને છે અને એટલે જ નવી જનરેશન દિવસે-દિવસે સ્ટ્રૉન્ગ થતી જાય છે. હેલ્ધી રહેવું એટલે શું એની સમજ આજના સમયમાં આવે એ બહુ જરૂરી છે અને આપણે સ્વીકારવું જ રહ્યું કે કોવિડ પૅન્ડેમિક પછી આ વાતની સમજણ આપણે ત્યાં લોકોમાં વધી પણ છે. જોકે એ પછી પણ એવા લોકો છે જેને આજે પણ વર્કઆઉટ કરવામાં કંટાળો આવે છે તો આ જ વાત નવી જનરેશનમાં જરા જુદી રીતે પણ જોવા મળી છે. ટાઇમપાસ કરવાના ઇન્ટેન્શન સાથે એ એક્સરસાઇઝ શરૂ કરી દે છે અને પછી એ જ તેમનું અભિયાન બની જાય છે.


મારી દૃષ્ટિએ હેલ્ધી રહેવું બહુ સિમ્પલ છે. જુઓને, આપણે જન્મ્યા ત્યારે ઈશ્વરે આપણને મજબૂત શરીર સાથે જ મોકલ્યા હતા. ધીમે-ધીમે વિકાસ થતો ગયો ત્યારે પણ શરીર એટલું સ્ટ્રૉન્ગ અને સક્રિય હતું કે પોતે જ બધું મૅનેજ કરી લેતું. એ પછી આપણે દોડ શરૂ કરી. ક્યાંક પહોંચવાની, કંઈક મેળવવાની અને એમાં સૌથી વધુ જો કંઈ બગાડ્યું હોય તો એ આપણી હેલ્થ છે. હા, ખરેખર. 

એટલું કામ છે કે ખાવાનો સમય નથી, સાચી રીતે શ્વાસ લેવાનો પણ સમય નથી તો એક્સરસાઇઝ માટે સમય ક્યાંથી કાઢવો? અરે ભાઈ, આજે જો શરીર નહીં સાચવે તો યાદ રાખજે, આવતી કાલે શરીર એવું બૂમરૅન્ગ કરશે કે પછી ફરી બેઠા થવામાં પરસેવો વળી જશે. હું કહીશ કે આ દુનિયામાં સફળતા-નિષ્ફળતા, કામકાજ બધું જ ચાલ્યા કરશે જો તમે હેલ્થને તમારી પ્રાયોરિટીમાં રાખી હશે તો. યાદ રાખજો, શરીર પોતાની જાતે જ બહુ પ્રયાસો કરતું હોય છે કે તમે બીમાર ન પડો, જાતે જ રિપેર થઈ જવાના પ્રયાસો પણ એ કરતું રહે છે; પણ તમે સુધારો કરવા રાજી નથી કે પછી તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરવા તૈયાર નથી હોતા એટલે એ ગિવ-અપ કરે છે. હું કહીશ કે એ સ્તરે બૉડી પહોંચે નહીં એનું ધ્યાન રાખો એ તમારા જ હિતમાં છે.


રૂટીન વર્કઆઉટ છે જરૂરી

મારી દૃષ્ટિએ ફિટનેસમાં સૌથી મહત્ત્વનો ગુણ કોઈ હોય તો એ છે નિયમિતતા. તમે નક્કી કરો એ મુજબ ટ્રેઇનિંગ કરતા હો તો તમે ફિટનેસ મેળવી જ લેશો. 

પહેલાં હું જિમમાં હેવી વેઇટ ટ્રેઇનિંગ કરતો, પણ કોવિડમાં બૉડી વેઇટ ટ્રેઇનિંગની શરૂઆત કરી જે હવે મને માફક આવી ગયું છે. રોજબરોજની ઍક્ટિવિટીમાં જે કામ લાગે એવી ફંક્શનલ ટ્રેઇનિંગ, બૉડી વેઇટ ટ્રેઇનિંગ મારા વર્કઆઉટનો મુખ્ય હિસ્સો હોય છે. આજે શૂટિંગ પરથી આવ્યો એટલે થાકી ગયો તો હવે વર્કઆઉટ નથી કરવું એવો દિવસ આજ સુધી મારી લાઇફમાં આવ્યો નથી. ઇન ફૅક્ટ, અઠવાડિયામાં પાંચ દિવસનો નિયમ ન તૂટે એ માટે ક્યારેક રાતે એક વાગ્યે પણ વર્કઆઉટ કરવું પડે તો કરું. કદાચ એ શરીરને હેલ્પ કરે કે ન કરે, પણ મનને એ સ્ટ્રૉન્ગ કરે છે અને તમારી અંદર ડિસિપ્લિનને અકબંધ રાખે છે.

ફૂડ ધ્યાનથી ખાઓ

હું ફ્રાઇડ ફૂડ બિલકુલ નથી જ ખાતો. ફૅટ વધે એવી એક પણ પ્રોડક્ટ પણ મારી ડાયટમાં નથી હોતી. પ્લસ વજન ઘટાડવું હોય ત્યારે મૅક્સિમમ પ્રોટીન અને ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર શિફ્ટ થઈ જવામાં મને જરાય તકલીફ નથી પડતી. 

યાદ રાખજો, જ્યારે હેલ્થ તમારી પ્રાયોરિટી હશે ત્યારે બીજી દરેક બાબત તમારા માટે ગૌણ થઈ જશે, તમારી જીભનો ટેસ્ટ પણ અને તમારી ફૂડીનેસ પણ. ખાવાપીવાની બાબતમાં અત્યારે જે બૅલૅન્સ બગડ્યું છે એને કારણે પણ આજે ઘણાબધા હેલ્થ ઇશ્યુઝ વધ્યા છે. બહુ જ ધ્યાનપૂર્વક આહાર લેવો જોઈએ. હું એ દિશામાં ખૂબ સભાન છું અને તમને સૌને પણ એ જ સલાહ આપું છું કે જે સહેલાઈથી મળી જાય છે એવું ફૂડ લેવાનું છોડીને સાદો અને સરળ ખોરાક લેવાનું રાખો. જો એવું કરશો તો તમારે જ વર્કઆઉટ માટે ઓછામાં ઓછો સમય ફાળવવો પડશે. પણ હા, માત્ર ફૂડ પર ધ્યાન રાખવાથી જ બધું કન્ટ્રોલ થઈ જશે એવું માનતા નહીં.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 05:21 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK