Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સવારથી લઈને સાંજ સુધી તમે એકસરખી એનર્જી સાથે પસાર કરો એનું નામ ફિટનેસ

સવારથી લઈને સાંજ સુધી તમે એકસરખી એનર્જી સાથે પસાર કરો એનું નામ ફિટનેસ

Published : 21 November, 2022 05:47 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સિક્સ પૅક્સ કે બૉડીના આઉટર શેપ પર કામ કરવાને બદલે પ્રૉપર્લી ફિટનેસ માટે સમય આપશો તો રિઝલ્ટ બહુ સારું મળશે.

ગુરમીત ચૌધરી

ફિટ & ફાઇન

ગુરમીત ચૌધરી


આવું માને છે અઢળક રિયલિટી શોઝ અને ટીવી-સિરિયલ કરી ચૂકેલો ટીવીસ્ટાર ગુરમીત ચૌધરી. ગુરમીત બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે જો તમે માત્ર લુક માટે વર્કઆઉટ પર ફોકસ કરતા હો તો બહેતર છે કે એવું કરવાને બદલે તમારી એનર્જી વિશે વિચારો. ગુરમીતનો વર્કઆઉટ ફન્ડા જાણવા જેવો છે, જાણો હવે..


આપણી જનરેશને લાઇફનો મોટા ભાગનો સમય એ બાબતમાં જ કાઢી નાખ્યો કે જેમાં આપણે સમજીએ કે આપણું બૉડી એ લાઇફની સૌથી મોટામાં મોટી ગિફ્ટ છે. આપણે સમજી શક્યા નહીં કે જો આજે આપણે બૉડીનું ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્યમાં એવો સમય આવશે કે આપણે કોઈને આધારિત થઈ જવું પડશે. ટ્રીટમેન્ટ લેવી પડશે કે પછી બૂસ્ટર ડોઝના હિસાબ રાખવા પડશે. આ અને આ સિવાયની પણ ઘણી વાતો આપણને સમજાવવાનું કામ કોવિડે કર્યું. આપણને જ નહીં, દુનિયાભરને સમજાઈ ગયું કે આપણે એવી ધારણા વચ્ચે જીવતા રહ્યા કે આપણી પાસે હજુ ઘણો સમય છે, પણ એવું નથી. કોઈ એક અણધારી ઘટના, કોઈ એક બીમારી આવી અને બધું અચાનક જ ગ્રાઉન્ડ ઝીરો. 



હું કહીશ કે હજુ મોડું નથી થયું કે આપણે બૉડીની કાળજી લેવા માંડીએ અને જાગી જઈએ. ફિટનેસ બહુ જરૂરી છે. હું કહીશ કે હૉસ્પિટલના બિલ કરતાં વર્કઆઉટ કે યોગ ક્લાસિસનાં બિલ ભરવાં વધારે હિતાવહ છે.


ફિટનેસ માટે આપણે એવું માનીને ચાલીએ છીએ કે શરીરનું ધ્યાન રાખો, ફિટ રહે અને બૉડી સ્ટ્રક્ચર પર્ફેક્ટ રાખો, પણ મારી નજરમાં ફિટનેસનો અર્થ આ બધી વાતો કરતાં ક્યાંય વધારે છે. મારી ફિટનેસ એટલે તમારા બૉડી અને માઇન્ડનો પ્રૉપર તાલમેલ. માત્ર બૉડી બનાવવું એટલે ફિટનેસ નહીં કે પછી માત્ર માનસિક શાંતિ માટે યોગ કરો એટલે ફિટનેસ નહીં. બૉડી અને માઇન્ડનું પ્રૉપર સેટઅપ તૈયાર થાય એ બહુ જરૂરી છે. 

ફિટનેસ એટલે સવારથી સાંજ સુધી તમે એકસરખી એનર્જી સાથે પસાર થાઓ, દિવસ આખો તમે કોઈ પણ જાતના સ્ટ્રેસ વિના અને બૉડીને પ્રેશર કર્યા વિના તમે પસાર કરો. ફિટનેસ એટલે સહેજ પણ ચિડાયા વિના કે કોઈ પર અકળાયા વિના તમે આખો દિવસ ખુશ રહો. મારી દૃષ્ટિએ કૉમનમૅને આ જ વાતને ફૉલો કરીને પોતાનું વર્કઆઉટ ડિઝાઇન કરવું જોઈએ.


મૈં ઔર મેરા ફિટનેસ...

હું ઑલમોસ્ટ દસેક વર્ષથી વર્કઆઉટ કરું છું અને આજે પણ હું ક્યારેય મારું વર્કઆઉટ મિસ નથી કરતો અને એટલું જ નહીં, પણ હું મારા વર્કઆઉટમાં સતત ચેન્જ પણ કરતો રહું છું. આ જે ચેન્જ હોય છે એ મારા કામ મુજબના હોય છે. અત્યારની વાત કરું તો હવે મારે જે રોલ કરવાનો છે એમાં મારે થોડું બ્રોડ બૉડી જોઈએ છે એટલે હું મારી ચેસ્ટ અને મસલ્સ વર્કઆઉટ પર વધારે ફોકસ રાખું છું. આ ઉપરાંત હું કોર બૉડી વર્કઆઉટ પણ કરું છું, જેમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ, ડાન્સિંગ, સ્ટ્રેચિંગ, કાર્ડિયો અને સાથે-સાથે યોગ પણ આવી જાય. 
બૉડીની કોર ફિટનેસ માટે અને ફ્લેક્સિબિલિટી માટે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ એકદમ પ્રીફરેબલ છે. મારે બલ્કી બૉડી જોઈએ છે એટલે મારું ફૂડ ઇન્ટેક પણ એ રીતે સેટ થયેલું છે, પણ મેં તમને કહ્યું એમ, મને બલ્કી બૉડી જોઈએ છે. જો તમને પણ એવું જોઈતું હોય તો તમારે તમારા ડાયટમાં પ્રોટીન વધારવું જોઈએ. પ્રોટીન મસલ્સ ડેવલપ કરવાનું કામ કરે છે એટલે જે અન્ડરવેઇટ હોય તેણે ફૅટને બદલે પ્રોટીન ડાયટને વધારે પ્રીફર કરવું જોઈએ, જે લાંબો સમય અકબંધ રહે છે અને મસલ્સ ટોનમાં રહે છે.

બાત અબ ખાને કી...

મારું ડાયેટ નક્કી હોય અને ફૂડ ઇન્ટેક સાથે હું કોઈ જાતની બાંધછોડ નથી કરતો, ક્યારેય નહીં. આ જ વાત હું તમને કહીશ. વર્કઆઉટમાં વીકમાં એકાદ વાર ચૂક કરી બેસશો તો ચાલશે, પણ ફૂડની બાબતમાં ક્યારેય બાંધછોડ કરવી નહીં.

મારી વાત કરું તો, મારું ફૂડ ઇન્ટેક અને મારું ડાયટ મારી ડાયટિશ્યન જુએ છે. મારા બૉડીને અનુરૂપ તેણે જે પણ ચેન્જિસ મને સૂચવ્યા છે એ બધા મેં મારા ડાયટમાં કર્યા છે. તેણે મને ડાયટ ઉપરાંત પણ કેટલાંક સજેશન કર્યાં છે, જે મુજબ હું હવે મોડે સુધી જાગતો નથી, મોડેથી જમવાનું રાખતો નથી.

મને હવે સમજાય છે કે સૂર્યોદય પહેલાં જાગવાથી શું ફાયદાઓ થાય છે. સવારે ચાર વાગ્યે જાગીને હું મારો દિવસ સ્ટાર્ટ કરું છું. સવારે ઘાસ પર વૉક લઉં, યોગ કરું અને વૉર્મ-અપ કરું. એ સમયે એકદમ શાંતિ હોય એટલે વૉક કરવાની મજા આવે. 

જિમમાં જ બૉડી બને એ વાતને હું ભ્રમ જ ગણું છું. બૉડી વર્કઆઉટથી નહીં, પણ તમે બૉડીને જે ફૂડ આપો છો એના પર આધાર રાખે છે અને ફૂડના આધારે જ બૉડી શેપ-અપ થતું હોય છે. યાદ રાખજો, વર્કઆઉટ જૉઇન્ટ એન્જિન છે, ફ્રન્ટ એન્જિન નહીં. હાર્ડકોર બૉડી વર્કઆઉટ પછી કદાચ તમે તમારા ફૂડ ઇન્ટેક પર ધ્યાન નહીં આપો તો એનો ફાયદો થવાનો નથી. ઊલટાનું તમે થોડા દિવસમાં થાકીને વર્કઆઉટ કરવાનું છોડી દો એવું બની શકે છે. 

મારુ ફૂડ ઇન્ટેક સિમ્પલ છે, બધું ખાવાનું, પણ એટલું ધ્યાન રાખવાનું કે એ હેલ્ધી હોય, વધારે પડતું ઑઇલી કે પછી કૅલરી-બેઝ્ડ ન હોય, જે પાછળથી ફૅટમાં કન્વર્ટ થાય. 
સવારે મને બટર કૉફીની આદત છે. તમે પણ ટ્રાય કરજો. યુટ્યુબ પર તમને એની રેસિપી મળશે. રેગ્યુલર કરતાં થોડી ટેસ્ટમાં અલગ છે અને બટર કૉફી હેલ્ધી પણ છે તો એનર્જી પણ આપે છે. એ પછી જ હું મારું વર્કઆઉટ શરૂ કરું. દિવસ દરમ્યાન મારા ફૂડ ઇન્ટેકને મેં પાંચ મીલમાં કન્વર્ટ કર્યા છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો લંચ પહેલાં અને ડિનર પહેલાં એકેકવાર મારું પ્રોટીન ઇન્ટેક હોય, જેમાં હું સૅલડ કે સ્પ્રાઉટ્સ લઉં અને કાં તો પનીર અને ટોફુ ખાઉં. એક વાત કહીશ, લાઇફમાં ક્યારેય હેલ્ધી ફૂડનું પણ ઓવર-ઇટિંગ નહીં કરતા. એ પણ ફૂડમાં કન્વર્ટ થશે.

ગોલ્ડન વર્ડ‍્સ
સિક્સ પૅક્સ કે બૉડીના આઉટર શેપ પર કામ કરવાને બદલે પ્રૉપર્લી ફિટનેસ માટે સમય આપશો તો રિઝલ્ટ બહુ સારું મળશે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 05:47 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK