સ્વાદ સાથે જરા પણ કૉમ્પ્રોમાઇઝ નહીં કરવામાં માનતા કરણે હેલ્થ અને ટેસ્ટ વચ્ચે બહુ સરસ બૅલૅન્સ જાળવ્યું છે
કુક વિથ મી
કારણ વોહરા
‘ઝિંદગી કી મહેક’, ‘કૃષ્ણા ચલી લંડન’, ‘પીંજરા ખૂબસૂરતી કા’ અને ‘ઇમલી’ જેવી સિરિયલો કરી ચૂકેલો કરણ વોહરા તેના ફ્રેન્ડ્સમાં પોતાની હેલ્ધી કુકિંગ ટેક્નિક્સને કારણે બહુ પૉપ્યુલર છે. સ્વાદ સાથે જરા પણ કૉમ્પ્રોમાઇઝ નહીં કરવામાં માનતા કરણે હેલ્થ અને ટેસ્ટ વચ્ચે બહુ સરસ બૅલૅન્સ જાળવ્યું છે
હું અને ફૂડી?
ADVERTISEMENT
અરે પૂછો નહીં. તમે કલ્પના ન કરી શકો એટલો જબરદસ્ત ફૂડી છું અને એટલો જ ઍક્ટિવ પણ છું. ખાઉં પેટ ભરીને અને વર્કઆઉટ કરી બૉડી માટે જરૂરી બૅલૅન્સ પણ કરી લઉં. મારા ફ્રેન્ડ્સ કહેતા હોય છે કે મારા હાથમાં મૅજિક છે, જેની સીધી અસર હું બનાવું એ ફૂડમાં જોવા મળે છે અને ખરું કહું તો એ સાચું પણ છે. હું કંઈ પણ બનાવું તો એમાં કંઈક અનોખો સ્વાદ એમ જ ઉમેરાઈ જાય છે. વેલ, આ બધા માટે હું મારા ડૅડની ટ્રેઇનિંગ કહું તો ખોટું નહીં કહેવાય. હા, મારા પપ્પા બહુ એટલે બહુ જ સારા કુક છે. મેં તેમને નાનપણમાં કુકિંગ કરતા જોયા છે અને અત્યારે જાણે હું તેમની જ કાર્બન-કૉપી હોઉં એમ કુ કિંગ કરતો હોઉં છું.
હંમેશાં પ્લાનિંગ કરું
અત્યારે શૂટ લાંબું ચાલતું હોવાથી નિયમિત કુકિંગ તો નથી કરી શકતો, પણ આજે પણ અમારા આખા દિવસનું ફૂડ-પ્લાન તો હું જ કરું છું. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, ઈવનિંગ સ્નૅક્સ વગેરે બધાનું જ ઍડ્વાન્સ પ્લાનિંગ મારા કુક સાથે થાય. તમને નવાઈ લાગશે, પણ મારી લાઇફમાં મેં પહેલી વાર કંઈ બનાવ્યું હોય તો એ ચા હતી. તમને નવાઈ લાગે એવી બીજી વાત કરું. મેં લાઇફમાં પહેલી વાર ચા બનાવી એ સમયે મારી ઉંમર હતી લગભગ ૬ વર્ષની! ઘરમાં કોઈ નહોતું અને મને ચા બનાવવાનું મન થયું.
આખી પ્રોસેસ બરાબર ફૉલો કરી અને ચા પણ સ્વાદમાં અફલાતૂન બની. બસ એક ખોટ રહી ગઈ કે એમાં સાકર જરૂર કરતાં વધારે નખાઈ ગઈ. એ પછી અત્યાર સુધી અઢળક આઇટમો બનાવી અને ક્યારેય કોઈ બ્લન્ડર થયું નથી. મારે મન કુકિંગ એ એક સાયન્સ છે અને જો તમારા બેઝિક્સ ક્લિયર હોય તો સાયન્ટિફિક ફૉર્મ્યુલાની જેમ એમાં બગાડ થવાના ચાન્સ નહીંવત્ હોય છે. અફકોર્સ ક્યારેક અનાયાસ લોટમાં પાણી વધુ પડી જાય કે મીઠું વધુ પડી જાય તો એના રસ્તા મને ખબર છે એટલે ફાઇનલ ડિશમાં ટેસ્ટ ક્યારેય નથી બગડ્યો, જે આજ સુધીનો મારો રેકૉર્ડ છે.
આ પણ વાંચો: દેશી ઇન્ડિયન ફૂડ જેવી મજા બીજા કોઈ ફૂડમાં નથી
મમ્મી મારી ધ ગ્રેટ
મમ્મીના હાથની સાથે તેના હૃદયના ભાવ પણ ભોજનમાં ભળ્યા જ હોય છે અને આ વાત દરેકની મમ્મીને લાગુ પડે એવું મારું માનવું છે, પણ એમ છતાં હું કહીશ કે મારી મમ્મીના હાથના ફૂડના સ્વાદનું તો પૂછવું જ શું.
મારી મમ્મી પાસેથી હું ઘણું શીખ્યો છું અને એમાંથી કોઈ એક વરાઇટી મારે કહેવાની હોય તો એ આપણી દાલ તડકા. આમ તો મમ્મી પાસેથી હું બધી ટ્રેડિશનલ રસોઈ શીખ્યો છું. મમ્મી જે ફુલકા રોટી બનાવે એ મેં વર્લ્ડમાં ક્યાંય નથી ખાધી. યસ, માત્ર રોટી અને ઉપર ચમચી ઘી નાખીને આપી દો તો મારા માટે એ બત્રીસ પકવાન કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે. આજે પણ યાદ છે કે હું નાનો હતો ત્યારે મમ્મી મને ગરમાગરમ ફુલકા ઉતારી દે અને પછી એના પર દેશી ઘી અને એના પર સાકરનો પાઉડર છાંટીને રોલ કરી દે, જે હું ચાર-પાંચ તો આરામથી ખાઈ જાઉં અને પછી જમવાની બીજી વરાઇટીને હાથ અડાડું.
દરેક ફૂડના સ્વાદમાં તમે બનાવતી વખતે કેવા ભાવ રાખ્યા હતા એ પણ મૅટર કરે છે. હા, ફૂડમાં ફીલ િંગ્સ બહુ મહત્ત્વની છે. એને ક્યારેય ઇગ્નોર ન કરતા. જો મન વગર ખાવાનું બનાવશો તો ૧૦૦ ટકા સ્વાદ સાથે કૉમ્પ્રોમાઇઝ થશે. હું ફૂડમાં હેલ્ધી એલિમેન્ટનું પણ ધ્યાન રાખું છું. જેમ કે હું ક્યારેય રિફાઇન્ડ ઑઇલ નથી વાપરતો, ફ્રેશ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સનો ભરપૂર ઉપયોગ કરું. ફૂડની સાથે તમારું અટેચમેન્ટ કેવું છે એ પણ તમને સ્વાદમાં અસર કરતી દેખાશે.
હું એક ખાસ વાત કહીશ. રીજનલ અને સીઝનલ ફૂડ ખાવાનો નિયમ લાઇફમાં ઍડ કરો અને એને સ્ટ્રૉન્ગલી ફૉલો પણ કરો.
ગોલ્ડન વર્ડ્સ
તમારા આહારમાં મિલેટ્સ વધારો. હજારો વર્ષ સુધી માનવજાત મિલેટ્સમાંથી જ સંપૂર્ણ પોષક તત્ત્વો મેળવતી હતી. ઘઉંના લોટ કે બાજરીના લોટ એક્ઝિસ્ટ જ નહોતા. મિલેટ્સ પ્રોટીન, અમીનો ઍસિડ, કૅલ્શિયમ અને બીજાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે.