Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નાહવામાં બ્રેક નથી લેતા તો પછી વર્કઆઉટમાં કેમ બ્રેક લેવાનો?

નાહવામાં બ્રેક નથી લેતા તો પછી વર્કઆઉટમાં કેમ બ્રેક લેવાનો?

Published : 13 March, 2023 06:07 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સંજય ચૌધરી બહુ નાની ઉંમરથી હેલ્થને પ્રાયોરિટી આપતો આવ્યો છે. અને એટલે જ તે બારે મહિના નિયમિત વર્કઆઉટ કરતો રહે છે

સંજય ચૌધરી

ફિટ એન્ડ ફાઇન

સંજય ચૌધરી


‘લાપતાગંજ’, ‘ચિડિયાઘર’, ‘પીટરસન હિલ’, ‘યે ઉન દિનોં કી બાત હૈ’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ જેવી અઢળક સિરિયલો કરી ચૂકેલો અને હાલમાં ઍન્ડ ટીવીના સુપરહિટ શો ‘હપ્પૂ કી ઉલટન પલટન’ સિરિયલમાં કમલેશનું કૅરૅક્ટર કરતો સંજય ચૌધરી બહુ નાની ઉંમરથી હેલ્થને પ્રાયોરિટી આપતો આવ્યો છે. અને એટલે જ તે બારે મહિના નિયમિત વર્કઆઉટ કરતો રહે છે


હું મૂળ તો હરિયાણા પાસેના એક નાનકડા ગામડાનો. તમે ગામમાં રહેતા હો ત્યારે તમારું બાળપણ ઑલરેડી એનર્જેટિક અને ઍક્ટિવ ગયું હોય. એ સમયે હેલ્થ બનાવવાનો વિચાર તો મનમાં નહોતો પણ ત્યારથી ફિલ્મોમાં આવવાનો શોખ, જેને લીધે બૉડી-બિલ્ડિંગનો શોખ ડેવલપ થયો. હવે નાનુંસરખું ગામ, એમાં વળી ત્યાં કેવી રીતે તમને જિમ મળવાનું? પણ અમે એનો જુગાડ કરી લીધો હતો.



અમે જાતે જ પોતાના ડમ્બેલ્સ બનાવતા. વાસણ બનાવતી ફૅક્ટરીમાં જઈને બે વજનદાર રિંગ જેવું લઈ આવીએ અને લોખંડની પાઇપ કે મજબૂત લાકડી શોધી લેવાની. આમ વેઇટલિફ્ટિંગની વ્યવસ્થા થઈ ગઈ હતી તો લટકવા માટે અમારી પાસે કુદરતી ઉપાય હતો ઝાડ, જેના પર અમે મસ્ત મજાની એક્સરસાઇઝ કરતા. કહેવાનો ભાવાર્થ એટલો કે મનમાં હોય તો રસ્તા બધા નીકળે જ નીકળે. કોવિડના લૉકડાઉનમાં લોકોએ પણ રસ્તા કાઢ્યા જ હતાને. બસ, એ રીતે અમે અમારા ગામડામાં રસ્તાઓ કાઢી લીધા હતા. પણ હા, મુંબઈ આવ્યા પછી અને જિમમાં જવાનું શરૂ કર્યું એ પછી ધીમે-ધીમે સિસ્ટમૅટિક વર્કઆઉટનું મહત્ત્વ સમજાયું. એ સમયથી શરૂ કરેલું જિમ આજે પણ અકબંધ છે, જે મેં આજે પણ બંધ નથી કર્યું અને મને લાગે છે કે હું ક્યારેય બંધ નહીં કરું.


હવે તો મારી કરીઅર માટે પણ ફિટ દેખાવું જરૂરી છે અને બીજી વાત, મને ડબલ ચિનની સમસ્યા છે એટલે જો હું વર્કઆઉટ ન કરું તો તરત મારા ચહેરા પર દેખાઈ આવે. અમુક વાર ઇન્જરીને કારણે કે આઉટડોર ગયો હોઉં અને બ્રેક લીધો હોય તો તરત જ એ દેખાઈ જાય. લુક એક પાર્ટ છે, પરંતુ ફિટનેસનું ધ્યાન રાખવાથી તમે અંદરથી પણ સારું ફીલ કરો છો. તમારું એનર્જી લેવલ, તમારી મેન્ટલ સ્ટેટ પણ બેટર શેપમાં રહે છે.

હું થાકતો નથી


જિમમાં પહેલી વાર ગયો ત્યારે મને જેટલું એક્સાઇટમેન્ટ હતું એટલું જ આજે છે. હું ખાવાપીવાની બાબતમાં સહેજ પણ છૂટછાટ લેવા નથી માગતો. આમ પણ સામાન્ય રીતે હું ઓછું જ ખાતો હોઉં છું અને આજના સમયમાં તો એવું છે કે મારો ટ્રેઇનર મને કૅલરી ઇન્ટેક વધારવાની સલાહ આપતો હોય છે. વેલ, ટ્રેઇનરની ઍડ્વાઇઝ પછી મેં દેશી ફૂડ અને સાથે બનાના સ્મૂધી જેવી આઇટમો લેવાનું વધારી દીધું છે. 

ઓવર ઑલ, મારા ફૂડમાં પ્રોટીન ઇન્ટેક વધારે હોય, પણ બને ત્યાં સુધી હું સાદું ખાવાનું વધારે પસંદ કરું છું. ખાવાનો મને કોઈ શોખ નથી, હેલ્ધી લાઇફ માટે હું માનું છું કે બૅલૅન્સ્ડ ફૂડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે લોકોની લાઇફમાં ફાસ્ટ ફૂડના નામે જન્ક ફૂડ બહુ વધ્યું છે પણ તમે માનશો નહીં, હું વર્ષમાં હાર્ડ્લી બે-ચાર વાર જન્ક ખાતો હોઈશ અને એ પણ નાછૂટકે. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે ડિમાન્ડ કોઈ રાખવી નહીં અને જો ડિમાન્ડ નહીં હોય તો બૉડી તમને બધી દિશામાંથી સપોર્ટ કરવા જ માંડશે.

બહુ જરૂરી છે આ

આજના સમયમાં જે રીતે લોકોમાં હેલ્થની સમસ્યાઓ વધી રહી છે એ જોતાં જો હવે ખાવાપીવામાં અને એક્સરસાઇઝમાં ધ્યાન નહીં રાખો તો બિલકુલ જ નહીં ચાલે. વર્કઆઉટ તમારી બેઝિક નીડ છે એટલું સમજી લો. નાની ઉંમરમાં જ હાર્ટ-અટૅક આવતા હોય એ શેની નિશાની કહેવાય એ તમે સમજી જ શકો છો. ક્યાંક ને ક્યાંક આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, આપણી ‍બેઠાડુ જીવનશૈલી અને આપણી દરેક વાતને સિરિયસલી લેવાની નીતિ. 

શું ખાવું અને શું નહીં, શું કરવું અને શું નહીં એ બાબતમાં થોડાક અલર્ટ રહેવું આજના સમયમાં ખૂબ મહત્ત્વનું છે. દરરોજ કંઈક કરો. તમને જિમ ગમે તો જિમ અને તમને વૉકિંગ ગમે તો વૉકિંગ અથવા તમને માત્ર ઘરે રહીને યોગ કરવા હોય તો પણ ચાલે. તમારા શરીરની અને તમારા પ્રોફેશનની જરૂરિયાતને સમજીને આગળ વધો અને પોતાની હેલ્થને પૂરતું મહત્ત્વ આપો એ જરૂરી છે. 

બીજી એક ખાસ વાત, વર્કઆઉટને જૉબ તરીકે ન જુઓ. તમે શાવર વિના કોઈ દિવસ રહ્યા છો? નહીંને, તો પછી વર્કઆઉટમાં પણ એવો જ નિયમ રાખવાનો અને એમાં પણ કોઈ બ્રેક નહીં લેવાનો.

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2023 06:07 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK