મુંબઈ સપનાંઓની નગરી છે એમ કહેવાય છે. આ વાત આજે જેટલી સાચી છે એટલી જ વર્ષો પહેલાં પણ સાચી હતી. ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી.
વો જબ યાદ આએ
રાજેન્દ્ર કૃષ્ણ અને મદન મોહન.
મુંબઈ સપનાંઓની નગરી છે એમ કહેવાય છે. આ વાત આજે જેટલી સાચી છે એટલી જ વર્ષો પહેલાં પણ સાચી હતી. ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી. નસીબ અજમાવવા મુંબઈ આવેલા બે યુવાનો ચર્નીરોડની એક લૉજની રૂમમાં સાથે રહેતા હતા. એક જમીન પર સૂતો હતો, બીજો પલંગ પર. જમીન પર સૂતો યુવાન એક દિવસ લાહોર ગયો. દેશના ભાગલા થયા અને તે પાછો મુંબઈ આવ્યો અને જૂના સાથીદારને મળ્યો.