ખાણીપીણીના શોખીન ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ પાસે સરળ શબ્દોમાં દિલની ગહેરાઈને સ્પર્શ કરે એવાં ગીતો લખવાની ફાવટ તો હતી જ પરંતુ એ કામ એટલું ઝડપથી કરતા કે માની ન શકાય.
રાજેન્દ્ર કૃષ્ણ અને ચિત્રગુપ્ત.
ખાણીપીણીના શોખીન ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ પાસે સરળ શબ્દોમાં દિલની ગહેરાઈને સ્પર્શ કરે એવાં ગીતો લખવાની ફાવટ તો હતી જ પરંતુ એ કામ એટલું ઝડપથી કરતા કે માની ન શકાય. તેમની પાસેથી ગીત મેળવતાં સંગીતકારને નાકે દમ આવી જાય પણ એક વાર મૂડમાં આવે એટલે ફટાફટ, ખટાખટ ગીતો લખવા લાગે.