સમલૈંગિકતાનો ઉલ્લેખ તો પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ છે ત્યારે તેને પડકારવા કે ધિક્કારવાની મુર્ખામી આધુનિક સમાજે ન કરવી જોઇએ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)
કી હાઇલાઇટ્સ
- કૃતિવાસ રામાયણ રાજા ભગીરથની વાર્તાનું વર્ણન કરે છે, જેનો જન્મ બે સ્ત્રીઓના મિલનથી થયો હતો.
- મોહિનીને જોઈને, ભગવાન શિવ તેમના પ્રેમમાં પડ્યા, અને તેમના મિલનથી ભગવાન અયપ્પાનો જન્મ થયો
- બાબર જેવા ઐતિહાસિક પાત્રો, પ્રથમ મુઘલ સમ્રાટ, તેમના સમલૈંગિક આકર્ષણો માટે પણ પ્રખ્યાત હતા
આમ જોવા જઇએ તો સમલૈંગિકતા અંગે હવે પહેલાં કરતાં વધારે છૂટથી વાત કરાય છે પણ કમનસીબે આ મોટાં શહેરોનું સત્ય છે. વળી સાવ એવું ય નથી કે સમલૈંગિક સમુદાય માટે લોકોનો અભિગમ એકદમ મોકળો અને સ્વીકારથી છલોછલ છે. ક્યાંક કચવાતે મને તો ક્યાંક આભડછેટથી સમલૈંગિકોને સ્વીકારાય છે. જૂન `પ્રાઇડ મંથ` તરીકે ઉજવાય છે. મૂળ તે LGBTQ+ (લેસ્બિયન, ગે, બાઈસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર/ક્વેશચનિંગ અને અન્ય) સમુદાયના અસ્તિત્વને તો ઉજવે જ છે પણ સાથે તેમની સંસ્કૃતિ, ઇતિહાસ અને હક માટેની લડતને માન્યતા આપે છે.