બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે દેવો, મનુષ્યો, નાગલોકો, ગંધર્વો આદિ સાથે સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા દૈત્યોનું પણ સર્જન કર્યું જેવા કે હિરણ્યાક્ષ દૈત્ય, શંખાસૂર, હિરણ્યકશ્યપુ. આ બધાના સંહાર માટે શ્રીહરિએ અવતાર ધારણ કરવા પડ્યા
માણસ એક રંગ અનેક
કલયુગ મેં ઝૂઠે કો સ્વીકાર કિયા જાતા હૈ ઈમાનદારોં કા ચારોં તરફ સે શિકાર કિયા જાતા હૈ!
બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે દેવો, મનુષ્યો, નાગલોકો, ગંધર્વો આદિ સાથે સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા દૈત્યોનું પણ સર્જન કર્યું જેવા કે હિરણ્યાક્ષ દૈત્ય, શંખાસૂર, હિરણ્યકશ્યપુ. આ બધાના સંહાર માટે શ્રીહરિએ અવતાર ધારણ કરવા પડ્યા.
ગયા સપ્તાહે માણસની હેવાનિયત માઝા મૂકી રહી છે એનું કારણ આમ આદમી કળયુગ ગણાવી ચૂપચાપ બેસી રહ્યો છે અને પરિણામ ભોગવી રહ્યો છે એ જોયું. આ કળયુગ છે શું? ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું?
ADVERTISEMENT
હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર કાળખંડ ચાર યુગમાં વહેંચાયો છે; સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. એમ માનવામાં આવે છે કે કાળચક્ર આદિ-અનાદિકાળથી ફરતું રહ્યું છે અને ચારેય યુગ વારાફરતી અનેક વાર આવતા રહ્યા છે.
સૌથી પહેલો કાળખંડ સતયુગ હતો. સતયુગની અવધિ ૪૮૦૦ દિવ્ય વર્ષની એટલે કે ૧,૭૨,૮૦૦૦ માનવવર્ષની છે. મનુષ્યનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું. આજના મનુષ્યની લંબાઈ કરતાં અનેકગણી વધારે લંબાઈ એ સમયના માણસોની હતી. પાપની ટકાવારી ઝીરો હતી, તો પુણ્યની ટકાવારી ૧૦૦ ટકા હતી. આ યુગમાં પણ શ્રીહરિએ મત્સ્ય, કુર્મ, વરાહ જેવા અવતાર ધારણ કર્યા હતા. સવાલ એ ઊઠે છે કે જો પાપની ટકાવારી શૂન્ય હતી તો શ્રીહરિએ અવતાર ધારણ કેમ કરવા પડ્યા?
બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે દેવો, મનુષ્યો, નાગલોકો, ગંધર્વો આદિ સાથે સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા દૈત્યોનું પણ સર્જન કર્યું જેવા કે હિરણ્યાક્ષ દૈત્ય, શંખાસૂર, હિરણ્યકશ્યપુ. આ બધાના સંહાર માટે શ્રીહરિએ અવતાર ધારણ કરવા પડ્યા.
ભગવાન શ્રીરામના જન્મ સાથે સતયુગ પૂરો થયો અને ત્રેતાયુગ શરૂ થયો. ત્રેતાયુગમાં પણ શ્રીહરિએ વામન અવતાર અને રામાવતાર તથા આંશિક રીતે પરશુરામ રૂપે ધારણ કર્યો હતો. ત્રેતાયુગની અવધિ ૩૬૦૦ દિવ્ય વર્ષની એટલે કે માનવવર્ષ ૧,૨૯,૬૦૦૦ વર્ષની માનવામાં આવે છે. આ યુગમાં મનુષ્યનું આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું હતું અને માણસની ઊંચાઈ ૧૦૦થી ૧૫૦ ફુટની હતી. પાપની માત્રા ૨૫ ટકા અને પુણ્યની માત્રા ૭૫ ટકા હતી. આ યુગમાં પણ રાવણ, કુંભકર્ણ, વાલી, અહિરાવત જેવા દૈત્યો હતા.
રામે રાવણનો સંહાર કર્યા બાદ અયોધ્યામાં અનેક વર્ષ રાજ્ય કરી રામરાજ્યની કલ્પના સાકાર કરી પોતાનું અવતારકાર્ય પૂરું કરી સરયૂ નદીમાં જળસમાધિ લીધી અને ત્યાર બાદ દ્વાપરયુગનો આરંભ થયો. દ્વાપરયુગમાં જ ભગવાન શ્રીકૃષ્ણે અવતાર ધારણ કર્યો.
દ્વાપરયુગની અવધિ ૨૪૦૦ હજાર દિવ્ય વર્ષ એટલે કે ૮,૮૪,૦૦૦ માનવવર્ષની માનવામાં આવે છે. આ યુગમાં મનુષ્યનું આયુષ્ય ૧૦૦૦ વર્ષ સુધીનું હતું. પાપ-પુણ્યની માત્રા ૫૦-૫૦ની હતી. આ યુગને ‘યુદ્ધોનું યુગ’ પણ કહેવાય છે. મહાભારતનું મહાયુદ્ધ પત્યા પછી પાંડવોએ ૩૬ વર્ષ રાજ્ય કર્યું, એ દરમ્યાન શ્રીકૃષ્ણ વૈકુંઠવાસી થયા અને પાંડવોનું મન સંસારમાંથી ઊઠી ગયું.
યુધિષ્ઠિર રાજ્યનો સમસ્ત કારભાર અર્જુનના પૌત્ર અને અનિરુદ્ધ-ઉત્તરાના પુત્ર પરીક્ષિતને સોંપીને હિમાળો ગાળવા ઊપડી ગયા હતા. આ પરીક્ષિત રાજાની એક ભૂલને કારણે કલીએ પૃથ્વી પર પગદંડો જમાવ્યો. કઈ ભૂલ? વાર્તા છે....
એક વાર ગાયરૂપી ધરતી અને ધર્મરૂપી બળદ સરસ્વતી નદીને કિનારે બેઠાં-બેઠાં વાતો કરતાં હતાં. ગાયે ચોધાર આંસુએ રડતાં-રડતાં ધર્મરૂપી બળદને કહ્યું, ‘હું સાવ નિરાધાર થઈ ગઈ છું. ભગવાન શ્રીકૃષ્ણની વિદાય સાથે જ સત્ય, અહિંસા, ધર્મ, મિત્રતા, ત્યાગ, શાસ્ત્રો, જ્ઞાન, ઐશ્વર્ય, નિર્ભીકતા, ધૈર્ય, કોમળતા વગેરે અદૃશ્ય થઈ ગયાં છે. દ્વાપરયુગનો અંત આવી ગયો છે. મારું કૃષ્ણરૂપી છત્ર ચાલી ગયું છે. હવે હું શું કરું?’ ધર્મ કંઈ જવાબ આપે એ પહેલાં જ છદ્મરૂપે કળયુગ ત્યાં આવ્યો અને ગાય-બળદને ફટકારવા માંડ્યો. એ અરસામાં રાજા પરીક્ષિત ત્યાં આવી પહોંચ્યા. દૃશ્ય જોઈને ક્રોધિત થઈ ગયા અને કલીને મારવા માટે તલવાર ઉગામી.
કલી પરીક્ષિતને ઓળખી ગયો અને તેના હાથમાંથી બચી શકાશે નહીં એ જાણીને તેનું મૂળ સ્વરૂપ ધારણ કરી, પગમાં પડી શરણે થઈ ક્ષમા યાચવા લાગ્યો. પરીક્ષિતે કહ્યું, ‘તું મારે શરણે આવ્યો છે એટલે હું તને મારીશ નહીં, પણ તારે મારું રાજ્ય છોડીને અન્યત્ર જવું પડશે.’ કલીએ આજીજી કરતાં કહ્યું, ‘આપ તો ચક્રવર્તી છો. આપનું રાજ્ય તો સર્વત્ર છે. આપ જ મને કહો કે હું ક્યાં રહું?’ રાજાએ તેને પાંચ સ્થાન બતાવતાં કહ્યું, ‘અસત્ય, મદિરા, કામ, ક્રોધ અને સુવર્ણ જ્યાં હોય ત્યાં જઈને વસ.’
કલી પ્રણામ કરીને અદૃશ્ય થઈ ગયો, પણ તેની નજરમાં પરીક્ષિતે પહેરેલો સોનાનો મુગટ તરવરવા લાગ્યો અને ક્ષણભરનો વિલંબ કર્યા વગર તે સુવર્ણ મુગટમાં વસી ગયો.
આમ કલીએ પૃથ્વી પર પગપેસારો કર્યો. માર્કન્ડેય પુરાણ મુજબ કલયુગે પૃથ્વી પર સંપૂર્ણ રીતે કબજો જમાવ્યો.
કળયુગની ઉમર ૪,૩૨,૦૦૦ વર્ષની ગણાવાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર કળયુગનો પ્રભાવઃ- અધર્મનું સાશન હશે, અનાચારનો પ્રસાર થશે, સ્ત્રી શરમ છોડશે, પુરુષો સંયમ છોડશે, યુવાનો સંસ્કાર છોડશે, ગુરુજનો ધર્મ ભૂલશે, નેતાઓ પોતાનું કર્મ ભૂલશે, માણસ માણસાઈ ભૂલશે.
પાંચ વર્ષની બાળકી ગર્ભવતી થશે, ૧૬ વર્ષે માણસ વૃદ્ધત્વ પામશે. કર્મકાંડ, પૂજાપાઠ વીસરાઈ જશે. કુદરત વારંવાર કોપ કરશે. અસતનો જય અને સતનો પરાજય થશે. પાપીઓનાં સન્માન થશે, ધર્મીને ઘરે ધાડ પડશે. માણસની સરેરાશ ઉંમર ૨૦ વર્ષની હશે. ટૂંકમાં, અરાજકતા અને અંધાધૂંધીનો યુગ હશે. આ યુગનો અંત ત્યારે આવશે જ્યારે ભગવાન વિષ્ણુ ‘કલ્કિ’ અવતાર ધારણ કરશે.
આ પણ વાંચો : આયા સમય બડા બેઢંગા, બના આદમી....નાચ રહા નર હોકર નંગા!
સાસ કા બચ્ચા મૈં સંભાલૂંગી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)