આજે પ્રવાસી ભારતીય દિવસ એટલે કે નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) દિવસ ઊજવવામાં આવે છે.
પ્રવાસી ભારતીય દિવસ સ્પેશિયલ
પ્રતીકાત્મક તસવીર
આજે પ્રવાસી ભારતીય દિવસ એટલે કે નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) દિવસ ઊજવવામાં આવે છે. આ નિમિત્તે કેટલીક એવી વ્યક્તિઓ અને પરિવારોને અમે મળ્યા જેઓ ઘણો સમય વિદેશમાં રહ્યા પછી સ્વદેશ પાછાં આવી ગયાં. એમ તો વિદેશની સરખામણીમાં આપણા દેશમાં ફલાણું નથી ને ઢીંકણું નથી એવી ઘણી ફરિયાદો છાશવારે ઊઠતી હોય છે. એમ છતાં એવાં કયાં પરિબળો છે જે તેમને પાછાં માતૃભૂમિ તરફ ખેંચી લાવ્યાં એ જાણવાનો રાજુલ ભાનુશાલીએ પ્રયત્ન કર્યો અને એના કેવા રસપ્રદ જવાબો અમને મળ્યા એ વાંચો