૨૦૨૩ની ચૂંટણીમાં જનતા દળ (સેક્યુલર)માં જબ્બર હાર થઈ હતી. હવે BJPના ગઠબંધનમાં પાર્ટી એનું અસ્તિત્વ બચાવવાનો દાવ રમી રહી છે. પાર્ટી BJP સાથે મળીને ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એમાંથી એક બેઠક હસનનું ૨૬મીએ મતદાન થયું છે. રેવન્ના આ બેઠકનો ઉમેદવાર છે.
પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ-કૌભાંડ
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહેલું જનતા દળ (સેક્યુલર - JDS), ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવ ગૌડાના ૩૩ વર્ષના પૌત્ર અને સંસદસભ્ય પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ-કૌભાંડના ‘દલદલ’માં બરાબરનું ફસાયું છે. કહે છેને કે કીચડમાં ન ઊતરો અને ફક્ત નજીકમાંથી પસાર થાઓ તોય એના છાંટા ઊડે. કંઈક એવું જ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે કર્ણાટકમાં થઈ રહ્યું છે. લોકસભામાં કર્ણાટકની ૨૮ બેઠકો માટે BJPએ જનતા દળ સાથે ગઠબંધન કર્યું છે અને રેવન્નાના કીચડના છાંટા BJPનાં લૂગડાં પર પણ ઊડ્યા છે.
![Read more article into app... read-more-banner](https://static.gujaratimidday.com/assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://static.gujaratimidday.com/assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)