Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > એ એક ઘટનાએ મારી લાઇફમાંથી ડિમાન્ડ અને ઑપ્શન શબ્દો કાઢી નાખ્યા

એ એક ઘટનાએ મારી લાઇફમાંથી ડિમાન્ડ અને ઑપ્શન શબ્દો કાઢી નાખ્યા

19 September, 2024 11:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારો નિયમ છે કે ગાડી ચલાવતી વખતે ડ્રાઇવરે ફોન સાઇલન્ટ રાખવાનો

નિમિષા વખારિયા

મારી વાત

નિમિષા વખારિયા


આપણાં બાળકો કે પછી ઘણી વાર તો આપણે પોતે એવી ડિમાન્ડ કરતા રહેતા હોઈએ કે મને આ નહીં પેલું જોઈએ કે ફલાણું નહીં ઢીંકણું જોઈએ. આ બહુ નૉર્મલ છે. એક સમયે મારો પણ એવો જ નેચર હતો, પણ મારી લાઇફમાં એક ઘટના એવી ઘટી જેણે મારી તમામ ડિમાન્ડ કે પછી ઑપ્શન્સ માટેની માનસિકતા આખી ચેન્જ કરી નાખી. કહોને કે મારી લાઇફ જ આખી બદલાઈ ગઈ.
૨૦૨૧ની વાત છે. કોવિડનું લૉકડાઉન જસ્ટ પૂરું થયું હતું અને બાયો-બબલમાં અમારી ટીવી-સિરિયલનું શૂટ શરૂ થઈ ગયું હતું. મારે રોજ નાયગાંવ શૂટ માટે જવાનું હોય અને લૉકડાઉનને કારણે મારો જે પર્મનન્ટ ડ્રાઇવર હતો તે છુટ્ટી પર હતો. મારે ત્યાં આવતી મેઇડે મને કહ્યું કે હું એક ડ્રાઇવરને ઓળખું છું, તમે કહેતા હો તો હું તેને બોલાવી આપું. મેં હા પાડી એટલે તે ડ્રાઇવર આવ્યો. અજય એનું નામ.


લોકલ હજી ચાલુ નહોતી થઈ એટલે મોટા ભાગનાં વાહનો રસ્તા પર આવી ગયાં હતાં. ટ્રાફિક બહુ રહેતો. મારો પહેલેથી નિયમ છે કે ડ્રાઇવ કરતી વખતે ફોન સાઇલન્ટ રાખવાનો. અમુક બાબતમાં હું નિયમો ફૉલો કરવામાં બહુ માનું એટલે અજયને મારા બધા નિયમ સમજાવીને મેં તેને જૉબ પર રાખી લીધો અને અમારી જર્ની શરૂ થઈ ગઈ.



એક દિવસ શૂટિંગ પૂરું કરીને અમે ઘરે રિટર્ન થતા હતા ત્યારે મને એક ફોન આવ્યો. મારો નિયમ છે કે ગાડી ચલાવતી વખતે ડ્રાઇવરે ફોન સાઇલન્ટ રાખવાનો. ચાલુ કારે કોઈ પણ ડ્રાઇવ કરતાં વાત કરે એ મને પસંદ નથી એટલે. મને ફોન આવ્યો. મેં ફોન રિસીવ કર્યો. આઠ-દસ વર્ષનો છોકરો હતો. મને કહે કે ડ્રાઇવરને ફોન આપોને, તે મારા મામા છે. મેં તેને સમજાવીને કહ્યું કે તે અત્યારે વાત નહીં કરે, હમણાં તે ઘરે જ આવશે. થોડી વાર પછી ફરી ફોન. કાલીઘેલી ભાષામાં કહે કે તેને ફોન આપોને. મને એમ કે એ લોકો ડ્રાઇવર અજયની ઘરે બેસવા આવ્યા હશે એટલે મને ફોન આવે છે. મેં ફરી ના પાડી; પણ મને સંભળાયું કે પાછળ કોઈનો અસ્પષ્ટ અવાજ આવતો હતો કે તું આમ કહે, તેમ કહે. જોકે પેલા છોકરાએ ફોન કાપી નાખ્યો. થોડી વારમાં ત્રીજી વાર ફોન આવ્યો. ફોનમાં તે જ છોકરો. મને કહે કે મામાને ફોન આપોને, મારે તેમને કહેવું છે કે મારાં મામીએ ઝેર પી લીધું છે અને બધા તેમને લઈને કૂપર હૉસ્પિટલમાં ગયા છે.


હું શૉક્ડ થઈ ગઈ. પેલું બચ્ચું જેની વાત કરતું હતું તે મામી એટલે અજયની વાઇફ. હવે શું કહું હું? અજયને ઉતારી મૂકું તો પણ તે બિચારો જાય ક્યાં? ટ્રેનો તો બંધ હતી. મેં તરત સ્ટોરી બનાવી કે ગાડી જલદી કૂપર લે, મારે એક ઇમર્જન્સી આવી છે.

એ પછી શું થયું એની વાત હવે કાલે કહું. એ વાત વાંચીને તમે ધ્રૂજી જશો, અંદરથી હચમચી જશો એની હું ગૅરન્ટી આપું છું.


 

- નિમિષા વખારિયા (નિમિષા વખારિયા ગુજરાતી નાટકો ઉપરાંત હિન્દી ટીવી-સિરિયલ અને ફિલ્મોનાં બહુ જાણીતાં ઍક્ટ્રેસ છે)

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK