દુનિયાની ૬૯ ભાષાઓમાં જુદી-જુદી રીતે જોવા મળતી સિન્ડ્રેલાની પરીકથા અને આજની આપણી આ કથા વચ્ચે એક જ ફરક છે. આજની કથાનું મુખ્ય પાત્ર કોઈ છોકરી નહીં પણ એક છોકરો છે. તેનું નામ નવલ..
ચલ મન મુંબઈનગરી
નવલ તાતા
દુનિયાની ૬૯ ભાષાઓમાં જુદી-જુદી રીતે જોવા મળતી સિન્ડ્રેલાની પરીકથા અને આજની આપણી આ કથા વચ્ચે એક જ ફરક છે. આજની કથાનું મુખ્ય પાત્ર કોઈ છોકરી નહીં પણ એક છોકરો છે. તેનું નામ નવલ. બાવાજીનું નામ હોરમસજી. એવનને તન પોરિયા. નવલ સૌથી નાહ્લો. હોરમસજી અમદાવાદની ઍડ્વાન્સ મિલમાં સ્પિનિંગ માસ્તરની મામૂલી નોકરી કરે. નોકરીમાં નહીં પેન્શન કે નહીં કોઈ બી જાતનો વીમો. હજી તો નવલ માંડ ચાર વરસનો થિયો તેવામાં હોરમસજી ખોદાયજીને પ્યારા થઈ ગિયા! થોરા દિવસ તો નવસારીના પરગજુ પારસીઓએ તન છોકરા અને તેમની માયને સાચવિયાં. પન પછી? તન પોરિયાઓને લઈને મમ્મા ગિયાં સુરત. ભરત-ગૂંથન, શીવણકામ અને બીજા ન્હાલ્લાં મોટ્ટાં કામ કરીને માંડ-માંડ ચાર દોઝરાં ભરે.