સફળતા મળ્યા બાદ પણ હેમંતકુમાર બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભૂલ્યા નહોતા
વો જબ યાદ આએ
હેમંતકુમાર
એ સમય હતો જ્યારે કવિમિત્ર સ્વ. સુરેશ દલાલની ઇમેજ પબ્લિકેશનની અમારી ઑફિસ એટલે સાહિત્યકારોની ગોઠડીની પરબ. અવારનવાર ગુજરાતી સાહિત્ય અને સંગીતની જાણીતી હસ્તીઓ ત્યાં આવે અને તેમનો સત્સંગ થાય. એક દિવસ સ્વ. કવિ અને લોકસાહિત્યના મરમી સુરેન ઠાકર ‘મેહુલ’ સાથે ગુફ્તગૂ ચાલતી હતી ત્યારે તેમણે મનની પીડા કહી, ‘અમારા માટે તો બાવાના બેઉ બગડ્યા જેવી વાત છે. કવિ સંમેલનવાળા અમને ડાયરાના માણસ ગણી આમંત્રણ ન આપે અને લોકસાહિત્યવાળા અમને કવિ સમજીને ન બોલાવે.’