Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > એ દિવસે મારું મન રાખવા બળી ગયેલું ભીંડાનું શાક મમ્મીએ ચૂપચાપ ખાઈ લીધું

એ દિવસે મારું મન રાખવા બળી ગયેલું ભીંડાનું શાક મમ્મીએ ચૂપચાપ ખાઈ લીધું

Published : 04 January, 2022 05:57 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અડધો ડઝનથી વધારે વેબ-સિરીઝ તો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘નાગિન ટૂ’, ‘કવચ ટૂ’ જેવી સુપરહિટ ટીવી-સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળેલી સ્ટાર શિરિન સેવાનીની ભલે શરૂઆત આવી રહી હોય પણ આવા જ એક્સ્પીરિયન્સ પછી આજે તે બેસ્ટ કુક બની છે.

એ દિવસે મારું મન રાખવા બળી ગયેલું ભીંડાનું શાક મમ્મીએ ચૂપચાપ ખાઈ લીધું

એ દિવસે મારું મન રાખવા બળી ગયેલું ભીંડાનું શાક મમ્મીએ ચૂપચાપ ખાઈ લીધું


અડધો ડઝનથી વધારે વેબ-સિરીઝ તો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘નાગિન ટૂ’, ‘કવચ ટૂ’ જેવી સુપરહિટ ટીવી-સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળેલી સ્ટાર શિરિન સેવાનીની ભલે શરૂઆત આવી રહી હોય પણ આવા જ એક્સ્પીરિયન્સ પછી આજે તે બેસ્ટ કુક બની છે. શિરિનનો કુકિંગ ફન્ડા જાણવા જેવો છે


ફૂડ. હૅપીનેસનો જો કોઈ પર્યાય શબ્દ હોય તો એ મારા મતે ફૂડ છે. સારું ફૂડ બગડેલી સિચુએશનને હૅન્ડલ કરવામાં પણ બેસ્ટ કામ કરે છે તો સારું ફૂડ બગડેલા મૂડને પણ સારા મૂડમાં પરિવર્તિત કરી દે. મારી વાત કરું તો હું સ્વાદની શોખીન તો છું જ પણ સ્વાદિષ્ટ બનાવવાની આવડત પણ મારામાં છે. ભોજન માટે આદરભાવના સંસ્કાર તો નાનપણથી જ મળ્યા છે પણ સાથે ભોજન તો સ્વાદિષ્ટ જ હોવું જોઈએ એ વાત પણ સતત ઘરના માહોલમાં મારામાં ઉમેરાતી રહી છે. મૂળ દિલ્હીની એટલે છોલે-કુલ્ચા, રાજમા, દાલ મખની, પરાઠાં જેવી આઇટમોનો સ્વાદ તો નાનપણથી જ દાઢે વળગેલો છે. જોકે એ સિવાય ચાઇનીઝ ફૂડ મારું ફેવરિટ છે. ઇટાલિયન, મેક્સિકન, એશિયન ફૂડ પણ ભાવે ખરું. ટૂંકમાં કહું તો સ્વાદયુક્ત કોઈ પણ આઇટમ હું ખાઈ શકું. બીજી મારી ખૂબી એ કે જે પણ ફૂડ ચાખું એ પછી એને બનાવવાનું મારા માટે અઘરું નથી. કુકિંગ મારા બ્લડમાં હોય એવું મને લાગે છે, કારણ કે મને કોઈ પણ વસ્તુ ઘણી વાર તો જોયા વિના પણ બનાવવામાં તકલીફ નથી પડતી. કદાચ મારા દાદાની રેસ્ટોરાં હતી એ પણ એક કારણ હોઈ શકે કે જેને લીધે હું માનું કે મારા જિનેટિક્સમાં કુકિંગ છે.


શીખવાની શરૂઆત

આજની જનરેશનની જેમ જ મારી પણ કુકિંગ જર્નીની શરૂઆત મૅગીથી થઈ છે. મને એ દિવસ આજે પણ યાદ છે, સ્કૂલથી આવી ત્યારે ઘરમાં કોઈ નહોતું. બહુ જ ભૂખ લાગેલી. શું બનાવવું એ સમજાતું નહોતું અને મેં પહેલી વાર મૅગી બનાવેલી. એ પછી તો એવો રસ જાગ્યો કે હું મમ્મી પાસે કુક કરવા મળે એ માટે જીદ કરતી. મને મારી પહેલી ઑફિશ્યલી બનાવેલી સબ્જી પણ યાદ છે. 
મારી ફેવરિટ ભિંડીની સબ્જી મેં પહેલી વાર બનાવી હતી. આખું ઘર માથે લઈ લીધું હતું. ભિંડી સહેજ કાચી રહી ગઈ અને મસાલાઓ પણ એ સમયે બરાબર નહોતા પડ્યા પણ મમ્મીએ જરાય રીઍક્ટ કર્યા વિના મારું મન રાખવા માટે એ સબ્જી ખાઈ લીધી હતી. એ પછી મેં પોતે ટ્રાય કરી ત્યારે એમાં શું ગોટાળા છે એ તરફ મારું ધ્યાન ગયું. સ્વાદથી મસાલાનો અને મેકિંગનો અંદાજ લગાવવાની આદત ત્યારે જ પડી. એ પછી મેં ક્યારેય કોઈ આઇટમ બનાવવામાં ગોટાળો કર્યો નથી.

હેલ્ધી ઑપ્શન
ટેસ્ટની સાથે મને હેલ્ધી ફૂડનો પણ શોખ છે અને એટલે જ એવા ઑપ્શન હું શોધતી રહું છું. સ્વાદિષ્ટ આઇટમો હેલ્ધી પણ હોઈ શકે. તમને માત્ર યોગ્ય રિપ્લેસમેન્ટ શોધતાં આવડવું જોઈએ. જેમ કે માત્ર ઘઉંના લોટનો વપરાશ કરવાને બદલે મલ્ટિગ્રેન લોટ વાપરો. નાસ્તામાં બ્રેડ-બટરને બદલે મગની દાળના ચિલા બનાવો. પનીરનો ઉપયોગ વધુ કરો જે તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે. ઇન્ડિયન ફૂડ કમ્પ્લીટ ફૂડ છે. જો તમે રાઇટ પ્રપૉર્શનમાં ખાઓ તો એ તમારી હેલ્થ સુધારવાનું જ કામ કરે છે. આપણને બૅલૅન્સ આવડવું જોઈએ. હું જ્યારે દિલ્હીથી મુંબઈ રહેવા આવી ત્યારે રેસિપી માટે શરૂઆતમાં મમ્મી અને નાની બહુ હેલ્પ કરતાં. મારો ફન્ડા એ છે કે ફૂડને ઓવરકુક ન કરવું અને મસાલાનો અતિરેક ન હોવો જોઈએ. 

બધી આઇટમો તમારી સામે પડી હોય તો કોઈ પણ ભોજન બનાવી લે પણ તમને સામગ્રીઓ ઓછી હોય તો પણ મૅનેજ કરીને સ્વાદિષ્ટ આઇટમ બનાવતાં આવડવી જોઈએ. મારા હાથની પનીરની સબ્જી બહુ જ ભાવે બધાને. માત્ર ઝીણા સમારેલાં ટમેટાં ભૂંજીને એમાં કોથમીર-મરચાં અને અન્ય મસાલા નાખીને ઉપરથી પનીર ઍડ કર્યા પછી પણ એવો સ્વાદ હોય છે. મશરૂમ બર્ગર અને મારી દાલ મખની પણ બહુ સરસ બને છે. દાલ મખનીને તો હું લગભગ બે કલાક સુધી ગૅસ પર ચડવા દઉં છું. ફાઇનલી જે લચ્છાદાર અને ક્રીમી દાલ મખની બને એ ખાઈને તમે આંગળાં ચાટતા રહી જાઓ. કોઈ એક સામગ્રી ઓછી હોય તો ક્યારેય મારી રસોઈ અટકતી નથી. બસ એક ફન્ડા છે મારો, જે પણ બનાવો એમાં તમારું મન પૂરેપૂરું ભળેલું હોવું જોઈએ. મનથી બનાવશો તો એ આપમેળે જ સ્વાદિષ્ટ બની જશે.

મસાલાઓનો પાઉડર વાપરવાને બદલે જો એ રૉ-ફૉર્મમાં વાપરવામાં આવે તો એનો ટેસ્ટ સાવ જ નવો થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2022 05:57 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK