જર્નલિસ્ટ-રાઇટર મોહન દીપે આ વાત ‘સિમ્પ્લી સ્કૅન્ડેલસઃ મીના કુમારી’માં કહી છે. આ બુક પબ્લિશ થઈ ત્યારે એ સ્તર પર વિવાદ થયો હતો કે મીનાકુમારીના ફૅન્સ લેખક પર હુમલો કરવા તૈયાર થઈ ગયા હતા
બુક ટૉક
‘સિમ્પ્લી સ્કૅન્ડેલસઃ મીના કુમારી અને જર્નલિસ્ટ-રાઇટર મોહન દીપ
‘આજે પણ, અત્યારે પણ હું એ જ કહું છું કે મીનાકુમારી નિમ્ફોમૅનિઆક હતી અને એના માટે મને કોઈ પણ ચૅલેન્જ કરે તો હું પ્રૂવ કરી આપવા પણ તૈયાર છું કે એ રીતસર પુરુષભૂખી હતી. નિયમિત અંતરે તેને નવા-નવા પુરુષોની સાથે સૂવાની આદત એ સ્તર પર પડી ગઈ હતી કે છેલ્લે તો એ જે-તે પુરુષનું સામાજિક સ્ટેટસ પણ જોતી નહીં.’
જો તમને સિત્તેરથી નેવુંનું દશક યાદ હોય અને તમે ફિલ્મ જર્નલિઝમમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો ડેફિનેટલી તમારા માટે મોહન દીપ જરા પણ નવું નામ નથી. અનેક મૅગેઝિન અને ન્યુઝપેપરમાં ફિલ્મ જર્નલિઝમ કરનારા મોહન દીપના નામે એ સમયની અઢળક બ્રેકિંગ સ્ટોરી બોલે છે, જે આજે પણ સિનિયર સિટિઝનોને યાદ છે. મોહન દીપે લખેલી ‘સિમ્પ્લી સ્કૅન્ડેલિયસઃ મીના કુમારી’માં આ જ વાત વાંચીને એક તબક્કે જબરદસ્ત વિવાદ થયો હતો. નેવુંના દશકમાં જ્યારે આ બુક પ્રસિદ્ધ થઈ ત્યારે મીનાકુમારીના ફૅન્સ તો મોહન દીપને મારવા સુધ્ધાં તૈયાર થઈ ગયા હતા પણ મોહન દીપે પોતાના શબ્દો પાછા નહોતા ખેંચ્યા.
ADVERTISEMENT
બૉલીવુડની ટ્રૅજેડી ક્વીન કહેવાતી મીનાકુમારીની લાઇફની અનેક એવી અજાણી વાતો દીપે આ બુકમાં લખી છે. મોહન દીપે કહ્યું હતું, ‘મીનાકુમારી ઇમોશનલી એ સ્તર પર તૂટી ગઈ હતી કે તેણે પોતાની આખી જિંદગી જાતે જ તહસનહસ કરી નાખી. તેને કોઈની સાથે નિસબત નહોતી, તે માત્ર દિવસો કાઢવાની મેન્ટાલિટીથી જીવતી હતી.’
મોહન દીપે બુક પર કામ શરૂ કર્યું એ પહેલાં તેણે એક વખત જાહેરમાં એવું કહી દીધું હતું કે તે મીનાકુમારી પર કોઈ પુસ્તક નહીં લખે અને એ પછી પણ તેણે ‘સિમ્પ્લી સ્કૅન્ડેલસઃ મીના કુમારી’ લખી. મોહન દીપના કહેવા મુજબ આ બુક તેણે લખી નથી, પણ અમુક એવી ઘટનાઓ ઘટી જેણે તેને આ બુક લખવા માટે પ્રેર્યા.
બુક, ભૂત કે પછી તૂત... | મોહન દીપ હેરકટ કરાવવા માટે જે એરિયામાં જતા એ પાલી હિલના સલૂનમાં જતી વખતે મીનાકુમારીના ઘર પાસેથી પસાર થવું પડે. ફિલ્મ જર્નલિસ્ટ હોવાના કારણે નૅચરલી તેમને કોઈ ફિલ્મસ્ટારનું અટ્રૅક્શન હતું નહીં પણ એમ છતાં મીનાકુમારીનો બંગલો આવે ત્યારે તેનું ધ્યાન એ બંગલા પર જાય જ જાય. કાર લઈને એક વખત તે આ બંગલા પાસેથી પસાર થતા હતા ત્યારે કારના કૅસેટ પ્લેયરમાં ‘પાકીઝા’ ફિલ્મનું સૉન્ગ વાગતું હતું, જે કૅસેટ બંગલો આવતાં જ એમાં ફસાઈ ગઈ. દીપે એ કાઢવાની ભરપૂર કોશિશ કરી પણ એ એમાંથી નીકળે જ નહીં એટલે મેકૅનિક પાસે જવાનું નક્કી કરી દીપ આગળ વધી ગયા પણ મેકૅનિક પાસે જવાનો સમય મળતો નહોતો એટલે એ કામ પાછળ ઠેલાયા કરે, પણ એ પછી જે બન્યું એ અચરજ પમાડનારું હતું.
મોહન દીપની કાર જ્યારે પણ મીનાકુમારીના બંગલા પાસેથી પસાર થાય ત્યારે ટેપ રેકૉર્ડર આપોઆપ ચાલુ થઈ જાય અને પાકીઝાનું ગીત વાગવા માંડે અને જેવો બંગલો પસાર થાય કે પેલી કૅસેટ ટેપ રેકૉર્ડરમાં વીંટળાઈ જાય. મજાની વાત તો એ છે કે મોહન દીપ મેકૅનિક પાસે ગયા ત્યારે ટેપમાં કૅસેટ ફસાયેલી જ નહોતી! મોહન દીપે કહ્યું હતું, ‘એ દિવસે મને પહેલી વાર થયું કે એ મને કંઈક કહેવા માગે છે.’
મુલાકાત અઢળક લોકોની... | ‘સિમ્પ્લી સ્કૅન્ડેલસઃ મીના કુમારી’ માટે મોહન દીપ પુષ્કળ લેગ-વર્ક કર્યું હતું. મીના કુમારીના ઇન્ટરવ્યુથી માંડીને તેની લાઇફ પર તૈયાર થયેલા ત્રણસોથી વધારે ડીટેલ્ડ આર્ટિકલના સ્ટડી પછી મોહન દીપ મીના કુમારી સાથે સંકળાયેલા દોઢસોથી વધારે લોકોને જઈને રૂબરૂ મળ્યા હતા, જેમાં ડ્રાઇવરથી માંડીને મીનાકુમારીના મેકઅપ મૅન અને મીનાકુમારીનાં પર્સનલ કામ કરતી મેઇડ સુધ્ધાં સામેલ થાય છે. ડ્રાઇવર, સ્પૉટબૉય અને મેકઅપ મૅન પાસેથી મળેલી માહિતી મુજબ એક તબક્કે મીનાકુમારીની આ બીમારી એ સ્તર પર વકરી ગઈ હતી કે તે કોઈની પણ સાથે સૂવા માટે તૈયાર થઈ જતી. અલબત્ત, આ વાત સાથે દીપ તૈયાર નથી થતા. મોહન દીપે કહ્યું હતું, ‘એવું હોય એવું પર્સનલી મને નથી લાગતું. બને કે એ તેના ડે-ડ્રીમ હોય જે ક્યાંક અને ક્યાંક ખૂન્નસ બનીને બહાર આવતાં હોય અને આ વાતના સ્વીકાર સાથે હું એ વાત પણ વળગી રહીશ કે મીનાકુમારી નિમ્ફોમૅનિઆક હતી જ.’
સ્ટોરી શૉર્ટકટ
‘દિલ અપના ઔર પ્રીત પરાઇ’, ‘દિલ એક મંદિર’, ‘યહૂદી’, ‘મેરે અપને’, ‘સાહબ, બીબી ઔર ગુલામ’, ‘ફૂલ ઔર પથ્થર’, ‘તાજ મહલ’, ‘બહૂ બેગમ’, ‘કોહિનૂર’, ‘પાકીઝા’ જેવી ઇન્ડિયન સિનેમાની લૅન્ડમાર્ક ફિલ્મો કરનારી મીના કુમારીની લાઇફ પર આધારિત ‘સિમ્પ્લી સ્કૅન્ડેલસઃ મીના કુમારી’માં મીનાકુમારીની સ્ટ્રગલ સ્ટોરીથી માંડીને તેના અંતિમ સમય સુધીની વાત કહેવામાં આવી છે.
મીનાકુમારીએ ડિરેક્ટર કમાલ અમરોહી સાથે મૅરેજ કરીને તેની બીજી વાઇફ બનવાનું પસંદ કર્યું હતું, પણ એવું કરવાનું એક કારણ ધર્મેન્દ્ર અને એ પછી એમાં સતત ઉમેરો થતો ગયો એવું મોહન દીપનું કહેવું છે. હા, વાત ખોટી હોય એવી સંભાવના પણ નથી. મીનાકુમારી આજીવન ભગ્ન હૃદય સાથે જીવી. ધર્મેન્દ્ર, રાજકુમાર, ગુલઝાર, ડિરેક્ટર સાવનકુમાર ટાંક જેવા અનેક લોકોના પ્રેમમાં પડેલી મીનાકુમારીએ મૅરેજ પછી બે વખત અબૉર્શન કરાવ્યું હતું અને તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયે કમાલ અમરોહી તેના હસબન્ડ હતા અને તેમણે નસબંધી કરાવી લીધી હતી! મોહન દીપે કહ્યું હતું, ‘જેનો સીધો અર્થ એક જ થાય કે એ બન્ને સંતાનો મીનાકુમારીના નિમ્ફોમૅનિઆક નેચરનું પરિણામ હતાં. અબૉર્શન કરાવવા માટે એક વખત મીનાકુમારીએ સુયાણીનો ઉપયોગ કર્યો હતો તો એક વખત તે ગાયનેક પાસે ગઈ હતી.’
શું કામ મીનાકુમારી ટ્રૅજેડી ક્વીન કહેવાઈ એ વાત જો સમજવી હોય તો તમારે ‘સિમ્પ્લી સ્કૅન્ડેલિયસઃ મીના કુમારી’ વાંચવી જોઈએ.