પ્રેમની વાત આવે ત્યારે એમાં પહેલ કેવી રીતે કરવી એ મોટો પ્રશ્ન બની જાય અને એમ છતાં કેટલાક વાલીડા એ જ કૅસેટ ચાલુ કરીને લાઇનમાં ઊભા રહી જાય
લાફ લાઇન
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પહેલાંના જમાનામાં પ્રેમની પરિસ્થિતિ પ્રેમીના ચહેરા પરથી જાણી શકાતી, હવે એ મોબાઇલના સ્ટેટસ પરથી પણ જાણી શકાય છે. પહેલાં ભગ્ન પ્રેમીઓ મિત્રોને પોતાના પ્રેમની વાત કરતા. હવે મિત્રોને મોબાઇલમાં બ્લૉક કરે છે. પ્રેમ કરવાના ક્યાંય વિધિવત્ ડિપ્લોમા કોર્સ નથી હોતા. ન તો ક્યાંય કોચિંગ ક્લાસ હોય છે કે ન તો ‘સ્નેહમાં સરસાઈ’ મેળવવાના સેમિનાર થાતા. વળી પ્રેમમાં ભયંકર નિષ્ફળ જનારાઓને આત્મકથા કે અનુભવો લખવાનો સમય નથી હોતો (કે રસ નથી હોતો). ‘સત્યના પ્રયોગો’ની જેમ પ્રેમના પ્રયોગો પણ ન લખાવા જોઈએ?