EVM વિશ્વસનીય નથી એવું પુરવાર કરતા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ પહેલાં સુપ્રીમ કોર્ટે EVM દ્વારા પડેલા મતોની સો ટકા ચકાસણીની માગણીને ફગાવી દીધી હતી. કોર્ટે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે બૅલટ પેપર પર પાછા ફરવું એ ખરેખર પીછેહઠ હશે
ક્રૉસલાઇન
ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો
મહારાષ્ટ્ર વિધાનસભામાં કારમી હાર પછી વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડીએ EVM મશીન પર ઠીકરું ફોડ્યું છે. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનોની વિશ્વસનીયતા વિશેનો વિવાદ નવો નથી. દરેક ચૂંટણી પછી પરાજિત પક્ષો અને એમના નેતાઓ EVM પર સવાલ ઉઠાવે છે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષે ફરી એક વાર EVM પર સવાલ ઉઠાવ્યા છે. એક તરફ સુપ્રીમ કોર્ટે EVMને બદલે બૅલટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી ફગાવી દીધી છે તો બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કૉન્ગ્રેસે બૅલટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ સાથે દેશવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે.