આપણે લાઇફમાં ત્રણ વાત ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ જેમ કે રડવું નહીં, જે મળે એમાં સંતોષ માનવો અને જેટલું મોટું કામ એટલી મુશ્કેલીઓ વધુ.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આપણે હંમેશાં લોકો આપણા વિશે શું વિચારશે કે શું કહેશે એના પર વધુ ધ્યાન આપીએ છીએ, પણ આપણે શું કરી રહ્યા છીએ એના પર ધ્યાન આપતા નથી. આજે આપણે કમ્પ્યુટર, મોબાઇલ, ઇન્ટરનેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં એટલા બધા ઇન્વૉલ્વ થઈ ગયા છીએ કે આખો સમય આપણે એમાં જ ખોવાયેલા હોઈએ છીએ. આ બધું કેટલી હદ સુધી યોગ્ય છે? એનો વિચાર આપણે જાતે જ કરવાનો છે. આ બધાંને આપણે આપણી લાઇફમાંથી બહાર કાઢી પોતાના ભણતર પર તેમ જ પોતાની લાઇફસ્ટાઇલ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ઇનશૉર્ટ, આપણે એમ કહી શકીએ કે આ બધાંને પોતાની લાઇફમાંથી ઇગ્નૉર કરી પોતાના વિકાસ તરફ ધ્યાન આપીએ.
જિંદગીમાં આગળ વધવું હોય તો મોટા પ્રૉબ્લેમથી ગભરાઈ ન જતાં એને સૉલ્વ કરવાની હિંમત રાખવી જોઈએ અને લોકો શું કહેશે, કોઈએ મને શું કહ્યું એને ઇગ્નૉર કરી આગળ વધતું રહેવું જોઈએ. આપણે સમાજમાં રહીએ છીએ એટલે લોકો હંમેશાં આપણને જજ કરતા જ રહેશે, પણ આપણે યોગ્ય માર્ગ પર ચાલી કામ કરતું રહેવું એટલે લોકોને આપણે કહેવાની તક જ ન આપીએ તો એની આડઅસર આપણા પર ન થાય. આપણે લોકોની જ્યારે નકામી વાતો સાંભળવા લાગીએ છીએ, એમાં ઇન્ટરેસ્ટ લેવા લાગીએ છીએ ત્યારે સમસ્યા સર્જાય છે.
ADVERTISEMENT
બસ અને ટ્રેનમાં સફર કરતી વખતે વજન લઈ જવાની લિમિટ નથી હોતી, પણ જ્યારે આપણે આકાશમાં ઊડવું હોય ત્યારે પ્લેનમાં વજન લઈ જવાની લિમિટ હોય છે. જેમ ઊડતી વખતે જરૂરી અને હલકો સામાન જ લઈ જઈ શકીએ એમ આપણી લાઇફમાં આગળ વધવા માટે નેગેટિવિટી જેવી નકામી વજનદાર વસ્તુઓને દૂર કરી ફક્ત અને ફક્ત પૉઝિટિવિટીને પોતાની સાથે રાખી આગળ વધતું રહેવું જોઈએ. નેગેટિવિટીને ઇગ્નૉર કરતાં શીખો.આપણે લાઇફમાં ત્રણ વાત ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ જેમ કે રડવું નહીં, જે મળે એમાં સંતોષ માનવો અને જેટલું મોટું કામ એટલી મુશ્કેલીઓ વધુ. મોટું કામ કરવું હોય તો મોટી સમસ્યામાંથી પસાર થઈ આગળ વધવું. નકામી વાતોમાં સમય વેડફવાનું ટાળી એને ઇગ્નૉર કરી સ્વબળે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. સોશ્યલ મીડિયામાં ટ્રોલ થવાનો ભય તેમ જ કન્ટ્રોવર્સીથી ડર્યા વગર આગળ વધવું જોઈએ.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)