બન્નેનું ચીજોનું કામ આમ તો ચહેરાને વધુ નિખારવાનું છે પણ આ બન્ને ચીજો વચ્ચે શું તફાવત છે જાણી લો
બ્યુટી ઍન્ડ મેકઅપ
પ્રતીકાત્મક તસવીર
પાર્ટી અને મેકઅપની વાત આવે એટલે બ્રૉન્ઝર અને હાઇલાઇટરનો ખાસ ઉલ્લેખ થાય છે. બન્ને પ્રોડક્ટ્સ ખૂબ પૉપ્યુલર છે પણ મોટા ભાગની યુવતીઓ બ્રૉન્ઝર અને હાઇલાઇટર ક્યારે અને કેવી રીતે વાપરવું એ વિશે કન્ફ્યુઝ્ડ હોય છે. પાર્ટીની સીઝન ચાલી રહી છે ત્યારે સેલ્ફ મેકઅપ કરીને નૅચરલ ગ્લો મેળવવા માટે આ બન્ને ચીજોનો ઉપયોગ કઈ રીતે કરવો એ જોઈએ.
શું છે તફાવત? | બ્રૉન્ઝર અને હાઇલાઇટર વચ્ચેનો તફાવત સમજાવતાં મેકઅપ આર્ટિસ્ટ ફાલ્ગુની ગોકાણી કહે છે, ‘બ્રૉન્ઝરનો ઉપયોગ ચહેરાને તેમ જ અવયવોને એક યોગ્ય આકાર આપી આકર્ષક બનાવવાનો છે, જ્યારે હાઇલાઇટરનો ઉપયોગ ચહેરાના અમુક ભાગોને હાઇલાઇટ કરવાનો છે જેથી ઓવરઓલ ચહેરો સુંદર અને આકર્ષક લાગે.’
ADVERTISEMENT
બ્રૉન્ઝર ક્યારે? | ચહેરો કે ચહેરાનાં અમુક અંગો જ્યારે સ્લિમ હોય એવો આભાસ ઊભો કરવો હોય ત્યારે બ્રૉન્ઝરનો ઉપયોગ કરી શકાય. ફાલ્ગુની કહે છે, ‘બ્રૉન્ઝર મૅટ ફિનિશવાળું ખરીદવું. એ લિક્વિડ, ક્રીમ તેમ જ પાઉડરરૂપે મળી રહે છે. લાઇટથી લઈને ડાર્ક બ્રૉન્ઝર તમારા સ્કિન-ટોન અને જરૂરિયાત પ્રમાણે વાપરી શકાય. આંખોના સેન્ટરથી લઈને ઉપરની તરફ અપલિફ્ટ કરતાં કાન સુધી બ્રૉન્ઝર લગાવવું.’
બ્રૉન્ઝરનો બીજો એક ઉપયોગ સ્કિનને થોડો સનકિસ્ડ કે ટૅન્ડ લુક આપવો હોય ત્યારે થાય છે. બ્રૉન્ઝર ખરીદતા સમયે સ્કિન-ટોનથી બે શેડ ડાર્ક બ્રૉન્ઝર પસંદ કરવું.
હાઇલાઇટર ક્યારે? | હાઇલાઇટરનો ઉપયોગ સ્કિનને શાઇની બનાવવાનો છે. ફાલ્ગુની કહે છે, ‘નાકની અણી, ચિક બોન, કૉલર બોન કે શરીરના કોઈ પણ ભાગને એક ગ્લોઇંગ કે ચળકતી ઇફેક્ટ આપવા માટે હાઇલાઇટરનો ઉપયોગ થાય છે. હાઇલાઇટર પસંદ કરતા સમયે સ્કિન-ટોન ધ્યાનમાં રાખવો. ત્વચા ખૂબ ગોરી હોય ત્યારે પર્લી શેડ્સ પસંદ કરવા અને ડાર્ક હોય તો કૉપર કે રોઝગોલ્ડ ટોન્સવાળાં હાઇલાઇટર્સ વાપરવાં. અહીં ખૂબ લાઇટ હાઇલાઇટર અવૉઇડ કરો, કારણ કે એનાથી સ્કિન ગ્રે લાગશે અને લુક આર્ટિફિશ્યલ લાગશે.’
હાઇલાઇટર લગાવવાની વાત આવે ત્યારે ધ્યાનમાં રાખવું કે જેટલું ઓછું એટલું સુંદર. એક ફૅન બ્રશ પર ખૂબ થોડા પ્રમાણમાં હાઇલાઇટર લઈ જોઈતો લુક મળે ત્યાં સુધી અપ્લાય કરો. બ્રૉન્ઝર અને હાઇલાઇટરનો સૌથી મોટો તફાવત એ જ છે કે એ આખા ચહેરા પર લગાવવા માટે નથી. ચહેરાના હાઇ પૉઇન્ટ્સ, જેમ કે આઇબ્રોના બોન્સ, ચિક બોન્સ વગેરેને હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકાય.
શું બન્ને સાથે લગાવી શકાય? | હા, બ્રૉન્ઝર અને હાઇલાઇટર બન્નેનો ઉપયોગ જુદો છે અને એટલે જ બન્નેને એક જ સમયે ચહેરા પર વાપરી શકાય. બ્રૉન્ઝર એક આકાર આપશે, જ્યારે હાઇલાઇટર તમારા ચહેરાને હાઇલાઇટ કરશે. એટલે બન્ને એકસાથે ઈવનિંગ પાર્ટી મેકઅપમાં વાપરી શકાય. હાઇલાઇટર ઈવનિંગ માટે જ છે. દિવસના સમયે એ વાપરશો તો થોડું વધુપડતું લાગશે.’
ધ્યાનમાં રાખો
હાઇલાઇટર લગાવતા પહેલાં ચહેરા પર ફાઉન્ડેશન લગાવો.
હાઇલાઇટર ફૅન બ્રશથી જ લગાવવું. ખીલ કે ઓપન પોર્સ પર હાઇલાઇટર ન લગાવવું. એનાથી ખીલની સમસ્યા વધી શકે. ચહેરાનો જે ભાગ વધુ તૈલી હોય ત્યાં હાઇલાઇટર લગાવવાનું અવૉઇડ કરો. એનાથી ચહેરો વધુ તૈલી લાગશે.