દસ દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે મૂળ જમ્મુના સંસાર સિંહ હૉસ્પિટલમાં હતા. દોઢ મહિના સુધી કારગિલ-વૉરમાં પર લડેલા આ સિપાહીની રોમાંચક દાસ્તાન જાણવા જેવી છે
સંસાર સિંહ પચ્ચીસ વર્ષ પહેલા અને સંસાર સિંહની રિસન્ટ તસવીર.
‘એવું લાગતું જ નથી કે એ ઘટનાને ૨૫ વર્ષ થઈ ગયાં. જાણે ગઈ કાલે જ આ યુદ્ધ થયું હતું. ગોળીઓ અને બ્લાસ્ટના અવાજ આજે પણ કાનમાં ગુંજે છે. દુશ્મનને તગેડી મૂકવાનો એ જોમ અને જુસ્સો આજે પણ શમ્યા નથી.’



