બધાની હવે એવી થિન્કિંગ થઈ છે કે અમારે કોઈના અન્ડર કામ નથી કરવું, ૯-૫ની જૉબ નથી કરવી.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજકાલના યંગસ્ટર થોડાં વર્ષ જૉબ કર્યા બાદ કોઈના હાથ નીચે કામ કરવા કરતાં પોતાનો બિઝનેસ કરી પોતાના જીવનમાં કંઈક અલગ જ કરવાની ઇચ્છા ધરાવતા હોય છે. જો કોઈ ટીચર અથવા નાના-નાના બિઝનેસ કરનાર હોય તો સામાન્ય રીતે સમાજના લોકો તેની પાસે વધુ અપેક્ષા રાખવા લાગે છે અને આ વધતી અપેક્ષાના લીધે તેમના પર પ્રેશર વધતું જાય છે.
જૉબ અને બિઝનેસ આ બન્નેના પોતાના ફાયદા અને નુકસાન છે. એ આપણા પર ડિપેન્ડ છે કે આપણે એને કઈ રીતે એક્ઝિક્યુટ કરીએ છીએ. બન્ને માટે મૅનેજમેન્ટ અને પ્લાનિંગથી ચાલવું જરૂરી છે. હંમેશાં સેલ્ફ ઍનૅલિસિસ પણ કરવું જરૂરી છે કે તમે જે કરો છો એમાંથી કેટલું પ્રૉફિટ થાય છે એ સમજવું જોઈએ અને પછી એનો નિર્ણય લેવો જોઈએ. આજકાલના યંગસ્ટર જૉબ કરતાં-કરતાં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય છે અને આ હવે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બધાને ઇન્ડિપેન્ડન્ટ થવું છે. બધાની હવે એવી થિન્કિંગ થઈ છે કે અમારે કોઈના અન્ડર કામ નથી કરવું, ૯-૫ની જૉબ નથી કરવી. પોતાના ડિસિઝન જાતે જ લે અને બૉસ પણ જાતે જ હોય. જૉબના, આમ જોવા જઈએ તો ઘણા ફાયદા છે. જોબના લીધે તમારી એક ફિક્સ ઇન્કમ હોય છે, ટાઇમ ફિક્સ હોય છે અને ફ્યુચર પણ અમુક હદ સુધી સિક્યૉર હોય છે, પણ બિઝનેસમાં તમારી ટાઇમ લિમિટ કે પછી ઇન્કમ ફિક્સ નથી હોતી. અગર તમે જૉબ છોડીને બિઝનેસ કરવા માગતા હો તો તમારે બિઝનેસમાં ફક્ત પ્રૉફિટ જ થશે એવો વિચાર ન કરતાં આગળના છ મહિનામાં મને લૉસ થયો અથવા બિઝનેસ ન ચાલ્યો તો હું ફરી કોઈ પણ જૉબ કરી શકું એવી મનની તૈયારી પણ રાખવી જોઈએ. બિઝનેસમાં તમે ૧૦ વખત નીચે પડો તો તમે પાછા ઊભા કઈ રીતે રહેશો એવું માઇન્ડ સેટ કરવું જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તમને ન વાપરે એનું ધ્યાન રાખો
આવા સમયે બે વસ્તુ અગત્યની હોય છે. પહેલી, તમે કોઈ પણ કામ કરો એ મનમાં નક્કી કરો અને બીજું, એને ઍક્ચ્યુઅલ લાઇફમાં ઉતારવું. એના લીધે તમે ફ્યુચરમાં આગળ વધી શકવામાં સક્ષમ થશો અને નક્કી તમારા પ્રયત્ન તમને આગળ લઈ જશે. મારું કહેવું એટલું જ છે કે આવા સ્ટાર્ટ-અપને સરકાર બૂસ્ટ તો કરી જ રહી છે, પણ એની સાથે-સાથે એવી કોઈ ઇન્શ્યૉરન્સ પૉલિસી લાવવી જોઈએ કે જેથી અમુક રકમ જેટલી ઇન્કમનો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો તો સરકાર તરફથી તમારા બિઝનેસમાં થોડી મૂડીની સુરક્ષિતતા પ્રાપ્ત થાય અને એકાદ લિમિટ સુધી તમને લૉસ થાય તો એમાંથી તમને લૉસ ભરવાની મદદ મળી રહે.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)