ઑડિયન્સ અને એમનાં કૉમ્પ્લીમેન્ટ્સ, જે અમને સતત મળતાં રહ્યાં છે અને એને જ લીધે આજે પણ અમે સતત જવાબદારીપૂર્વક કામ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આટલી જ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કામ કરતા રહીશું
જેડી કૉલિંગ
હું સૌથી મોટો અવૉર્ડ કોને માનું છું?
સરિતા જોષીએ ટીવીની શરૂઆત ‘તીતલિયાં’ નામના એક શોથી કરી અને એ પછી તો તેમણે કેટકેટલું કામ કર્યું. ‘બા, બહૂ ઔર બેબી’ અને અત્યારે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં પણ અમારી સાથે છે. તેમનો અવૉર્ડ પણ આમ જોઈએ તો અમારો જ કહેવાય. કહ્યુંને તમને, મારાં તો એ બા જ છે અને બાને કંઈ મળે તો સૌથી વધારે ખુશી તેના દીકરાને જ થાય.
આપણે વાત કરીએ છીએ અવૉર્ડ ફંક્શનની અને મેં તમને કહ્યું એમ, અવૉર્ડ આપવાની અને બીજા બધાને કૉન્ગ્રેચ્યુલેશન કહેવાની મારી જવાબદારી પૂરી કરીને હું બસ, નીકળવાની તૈયાર જ કરતો હતો ત્યાં જ સિરિયલ પૅકેજિંગ એટલે કે પ્રોમો બનાવતી ક્રીએટિવ ટીમના અવૉર્ડની અનાઉન્સમેન્ટ થઈ અને ઇવેન્ટ સ્પૉટની હું બહાર નીકળું એ પહેલાં મેં સાંભળ્યું કે આ એ અવૉર્ડ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ને મળ્યો. એ લઈને હું હજી તો પાછો આવ્યો ત્યાં તો અમારી આ જ સિરિયલ માટે અમારા કાસ્ટિંગ ડિરેક્ટરને અવૉર્ડ મળ્યો એ લેવા ગયો અને ત્યાં અવૉર્ડ મળ્યો પરિવા પ્રણોતીને અને એ પણ અમારી સિરિયલ ‘વાગલે કી દુનિયા’ માટે. ત્યાર પછી ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની પુષ્પા એટલે કે કરુણા પાંડેને અવૉર્ડ મળ્યો. એક પછી એક અવૉર્ડ એવી રીતે આવતા જતા હતા જાણે કે આઇપીએલની છેલ્લી બે ઓવરમાં સિક્સ પર સિક્સ લાગતી જતી હોય. અચાનક જ આખી બાજી બદલાઈ ગઈ. અમે બધા એકદમ ખુશ, જોરદાર તાળીઓ અને ચિચિયારીઓ એકદમ ચાલુ.
ADVERTISEMENT
એ પછી બેસ્ટ કાસ્ટ માટે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ને અવૉર્ડ મળ્યો તો એના પછી તરત જ અંજન શ્રીવાસ્તવને ‘વાગલે કી દુનિયા’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર તરીકેનું સન્માન મળ્યું. ઑનેસ્ટ્લી કહું તો મેં એ એક્સપેક્ટ કર્યું નહોતું. મેં જ નહીં, અમારી ટીમમાંથી બીજા મેમ્બરોએ પણ એક્સપેક્ટ નહોતું કર્યું અને એટલે બધાના ચહેરા જોવા જેવા હતા. બધાની આંખોમાં તાજ્જુબ હતું. અવૉર્ડનું નામ આવે અને અમારા બે પ્રોજેક્ટમાંથી એકનું નામ બોલાય કે તરત અમે બધા એકબીજાની સામે મોટી આંખો કરીને જોઈએ.
કેવું કહેવાય કે વધી-વધીને એક કે બે અવૉર્ડ લઈને જવાના હતા એને બદલે દસ અવૉર્ડ આવ્યા અને આ બધામાં સૌથી વધારે મજા આવી એક અવૉર્ડની અનાઉન્સમેન્ટ વખતે. એ અવૉર્ડ હતો ટેલિવિઝન શો વિથ સોશ્યલ મેસેજ. હું આતુરતાપૂર્વક રાહ જોવા માંડ્યો કે આ અવૉર્ડ કયા શોને મળે છે. મનમાં હતું કે ‘વાગલે કી દુનિયા’નું નામ તો હશે જ પણ એની સાથે બીજા કયા શોને અવૉર્ડ મળે છે એ જાણવાનું મને બહુ મન હતું. બીજો શો પણ અમારો જ નીકળ્યો, ‘પુષ્પા ઇમ્પૉસિબલ.’
અમારા બન્ને શોને આ અવૉર્ડ મળે એ મારા હિસાબે આખી રાતનો શ્રેષ્ઠ અવૉર્ડ હતો. તમને થાય કે કેમ એવું તો કહી દઉં, ત્યાં હાજર હતા એ સૌને પણ એવું જ થયું હતું અને એ અવૉર્ડ સ્વીકાર્યા પછી મારી સ્પીચમાં એ વાત બોલ્યો પણ હતો.
મેં કહ્યું હતું કે અમે ક્યારેય અવૉર્ડ્સને મહત્ત્વ આપતા નહોતા અને હજી પણ નથી આપતા, કારણ કે અમારે મન મેઇન અવૉર્ડ ગુદી વાત છે. અમે ઇન્ફ્લુઅન્સર છીએ. અમારી વાતથી, અમારા કન્ટેન્ટથી લોકોના જીવનમાં ઘણી વાર ફરક પડતો હોય છે અને એટલે જ અમે સોશ્યલ મેસેજ આપીએ અને લોકોને હેલ્પફુલ થાય એવી કન્ટેન્ટ બનાવીએ. અમે લોકોની જિંદગીને ઇમ્પૅક્ટ કરીએ છીએ. પ્રેક્ષકો જ્યારે કહે કે તમારો શો અમે બચ્ચાઓને બતાવીએ છીએ અને એ શો જોઈને બચ્ચાઓ બે વાત શીખે છે એ જ અમારે મન મેઇન અવૉર્ડ છે, ઇમ્પોર્ટન્ટ અવૉર્ડ છે; કારણ કે અમે હંમેશાં કૉમ્પ્લીમેન્ટ્સને જ મહત્ત્વ આપ્યું છે. કોઈ પરિવાર પોતાનાં સંતાનોને અમારા શો વાટે કશું શીખવાડતો હોય તો એ કેટલી મોટી વાત છે. આ પ્રકારનાં અમને જે કૉમ્પ્લીમેન્ટ્સ મળતી હોય છે એ જ અમારે મન સાચો અવૉર્ડ છે. આટલાં વર્ષોમાં પહેલી વાર આ અવૉર્ડની કૅટેગરીમાં આપણા બન્ને ચાલતા શોને અવૉર્ડ મળે ત્યારે બહુ જ નૅચરલી એનો આનંદ થાય પણ, એ આનંદ સાથે હજી પણ હું એ જ વાત કહીશ કે અમારો પહેલો અને મેઇન અવૉર્ડ ઑડિયન્સનાં કૉમ્પ્લીમેન્ટ્સ છે અને હંમેશાં એ જ એ સ્થાને રહેશે.
હું બહુ ખુશ હતો, બહુ એટલે બહુ ખુશ.
જિંદગીમાં અવૉર્ડ બહુ લીધા છે. ‘ખિચડી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ માટે કેટકેટલા અવૉર્ડ લીધા પણ એ બધા અવૉર્ડમાં આ અવૉર્ડ મારા માટે બહુ સ્પેશ્યલ હતો. બહુ પ્રમાણિકતાથી તમને કહીશ કે એ રાતે થઈ એટલી ખુશી એ અગાઉ ક્યારેય નથી થઈ. દિલથી હું ખુશ હતો અને જ્યારે પણ મારા જીવનમાં કશુ સારું થાય, મને આનંદ કે ખુશી મળે ત્યારે એ મેં મારી ફૅમિલી, યુનિટ મેમ્બર અને મિત્રો સાથે શૅર કરું. તમે પણ મારો આવડો મોટો પરિવાર છો ‘મિડ-ડે’ના વાચકો, જેણે મને ફરીથી લખતો કર્યો, જેની સામે હું મારા મનની વાત મૂકતો થયો એટલે નૅચરલી મારે આ વાત તમારી સાથે શૅર કરવાની જ હોય. આ વાત શૅર કરતી વખતે અત્યારે મને એવું લાગે છે કે જાણે હું મારી આખી ફૅમિલી સામે બેઠો છું, જેમાં મારા ભાણિયા-ભત્રીજાઓથી લઈને મારાં ભાઈઓ, બહેનો, ભાભીઓ, કાકા-કાકીઓ અને દાદા-દાદીઓ બેઠાં છે અને હું તેમને વાત કરતાં કહું છું કે અમને એકસાથે દસ અવૉર્ડ મળ્યા.
દસ અવૉર્ડ.
બહુ સારી વાત કહેવાય અને સાચું કહું તો આ બહુ મોટી વાત કહેવાય. એ વાત પણ મોટી જ છે કે એક જ ચૅનલ પર તમે બૅક-ટુ-બૅક બે શો કરતા હો અને એ બન્ને શો ઑડિયન્સને બહુ ગમ્યા હોય અને આ જ બન્ને શો તમને દસ અવૉર્ડ પણ અપાવે.
નૉમિનેશનની વાત કરું તો કુલ આડત્રીસ નૉમિનેશન હતાં. આટલાં નૉમિનેશન હોવાં એ પણ બહુ મોટી વાત છે અને આ બધાથી ચડે એવી વાત પણ મેં તમને કહી. શો વિથ સોશ્યલ મેસેજ, જેની માટે બન્ને શો અમારા જ પસંદ થયા તો સાથોસાથ સરિતાબહેનને મળેલો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ. સરિતાબહેન તો આપણા બધાનાં જ છે, દર મંગળવારે એ તમને મળે પણ છે અને મારા માટે તો એ બા છે. તેમણે ટીવીની શરૂઆત ‘તીતલિયાં’ નામના એક શોથી કરી અને એ પછી તો તેમણે કેટકેટલું કામ કર્યું. ‘બા, બહૂ ઔર બેબી’ અને અત્યારે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં પણ અમારી સાથે છે. તેમનો અવૉર્ડ પણ આમ જોઈએ તો અમારો જ કહેવાય. કહ્યુંને તમને, મારાં તો એ બા જ છે અને બાને કંઈ મળે તો સૌથી વધારે ખુશી એના દીકરાને જ થાય.
સરિતાબહેન હજી પણ આ રીતે વર્ષો સુધી કામ કરે અને આપણને તેમની કલા સતત જોવા મળે એવી તેમને શુભેચ્છા તો સાથોસાથ તે સદાય હેલ્ધી રહે એવી ઈશ્વરને પ્રાર્થના. તમને પણ કહીશ કે તમે બધા પણ તેમના માટે પ્રાર્થના કરજો. એ આપણા ગુજરાતીઓનું માન છે, સન્માન છે અને એવું જ માન તમને તમારા હૅટ્સ ઑફ પ્રોડક્શન માટે પણ થતું હશે એની મને ખાતરી છે. આજે આટલાં વર્ષે પણ અમે આટલું સારું કામ કરી શકીએ છીએ તો એની પાછળ પણ કારણભૂત તમે જ સૌ છો. જો સારા કામને બિરદાવવામાં ન આવે તો નૅચરલી થોડું દુઃખ થાય પણ હૅટ્સ ઑફના કામને તમે સૌએ હંમેશાં બિરદાવ્યું છે અને એટલે અમારી જવાબદારી પણ વધી ગઈ છે. અવૉર્ડ ફંક્શનની વાતને વિરામ આપતી વખતે મારે કહેવું જ રહ્યું કે સોની સબ પણ અમને એટલો જ સપોર્ટ કરે છે અને સતત સારું કામ કરવા માટે પ્રેર્યા કરે છે. એમના વગર આ સફર અધૂરી છે એવું કહેવું જરા પણ ખોટું નહીં કહેવાય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.