Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઇન્ડિયન્સ આર નૉટ અલાઉડ : હજી પણ સુધરવાની બાબતમાં આપણે કેટલું મોડું કરવાના છીએ?

ઇન્ડિયન્સ આર નૉટ અલાઉડ : હજી પણ સુધરવાની બાબતમાં આપણે કેટલું મોડું કરવાના છીએ?

Published : 28 May, 2023 01:38 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

વિદેશમાં વસતા આ ફૉરેનર્સોને આપણા ભારતીયોના જ એવા કડવા અનુભવો થયા હોય છે કે તેને આખા દેશ માટે ચીડ ચડી જાય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


બ્રિટિશરોના સમયમાં તો આવું વાંચવા મળતું હતું, પણ એવું નથી કે એ દૂર થયું છે. ના, આજે પણ આ વાંચવા મળે છે અને સોશ્યલ મીડિયાની કેટલીક સાઇટ્સ પર તમે જાઓ તો રીતસર અમુક દેશના લોકોએ આ પ્રકારે સ્પષ્ટતા સાથે લખ્યું હોય છે કે ‘ઇન્ડિયન્સ આર નૉટ અલાઉડ’. આવી સૂચના પછી પણ જો કોઈ ઇન્ડિયન ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે તો તરત જ એને બૅન કરવામાં આવે છે. અહીં વાત ભારતીયપણાના અપમાનની તો છે જ, પણ સાથોસાથ અહીં વાત ક્યાંક અને ક્યાંક આપણી સમજદારીની પણ છે.


વિદેશમાં વસતા આ ફૉરેનર્સોને આપણા ભારતીયોના જ એવા કડવા અનુભવો થયા હોય છે કે તેને આખા દેશ માટે ચીડ ચડી જાય. રશિયા, ટર્કી અને યુરોપના અઢળક દેશો એવા છે જે ભારતીયોથી અને ખાસ તો ભારતીય પુરુષોથી રીતસર દૂર ભાગે છે. આ જે માનસિકતા ડેવલપ થઈ છે એની પાછળ દોષ અન્ય કોઈનો નહીં, પણ આપણા જ ભારતીય ભાઈઓનો છે. ગેરવાજબી વર્તન, ઉતારી પાડવાની માનસિકતા અને લઈ લેવાની વૃત્તિને કારણે આ માનસિકતા ઘડાય છે અને એ પણ તેમની પાસેથી વાત કર્યા પછી ખબર પડી છે. આમ તેમને ઇન્ડિયા વિશે કશી વધારે ખબર નથી. તેમને ઇન્ડિયા સામે કોઈ રોષ પણ નથી, પણ ભૂતકાળના અનુભવોના આધારે તે હવે ઇન્ડિયનની નજીક જવા પણ રાજી નથી, સંબંધો પણ બાંધવા નથી અને ઓળખાણ પણ રાખવી નથી.



આવું શું કામ અને કયા કારણે?


જરા વિચાર કરજો તમે અને તમે જ એનો જવાબ શોધવાની કોશિશ કરજો. બહુ જરૂરી છે આ સવાલનો જવાબ મેળવવો. જો તમે એનો જવાબ મેળવી શક્યા તો માનજો કે તમે ખરેખર સાચા ભારતીય બનવાની દિશામાં આગળ વધવાના શરૂ થઈ ગયા છો અને ધારો કે તમને જવાબ ન મળે તો માનવું કે આપણને ખરેખર હવે સમજણથી માંડીને વ્યવહારની બાબતમાં સુધારો લાવવાની તાતી જરૂર ઊભી થઈ છે.

વિદેશ જઈને કેવી રીતે રહેવું, કેવી રીતે વ્યવહાર રાખવો અને કેવું વર્તન કરવું એ બાબતોના જો ક્લાસ ચાલુ કરવામાં આવે તો ખરેખર આપણામાંથી મોટા ભાગના લોકોને એમાં ભરતી કરવા પડે. આપણે વિદેશ જઈએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આપણે એક દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને એ પણ ભૂલી જઈએ છીએ કે આપણે ક્યાંક અને ક્યાંક આપણા સંસ્કારો પ્રદર્શિત કરીએ છીએ. ભારતીય તરીકે સજ્જનતા દાખવવી એ આપણો વ્યવહાર નહીં, પણ સ્વભાવ હોવો જોઈએ અને જ્યાં સુધી આપણે એને સ્વભાવ નહીં બનાવીએ ત્યાં સુધી આપણે આ જ રીતે સોશ્યલ મીડિયા પર રીજેક્શન જોતા રહેવું પડશે. મુદ્દો રીજેક્શનનો છે પણ નહીં, પણ મુદ્દો, એ રીજેક્શનની આગળ લાગતા એક શબ્દનો છે, ઇન્ડિયન. તમારું હોવું એ જ ભારતીયની નિશાની છે અને તમારે સમજવું પડશે કે તમે દુનિયાભરમાં ભારતીયતાને ગૌરવ થાય એવું વર્તન રાખો. ગેરવર્તન અને ગેરવાજબી વ્યવહારને લીધે આજે દુનિયા આપણા દેશને બદનામ કરે એ કેવી રીતે ચલાવી લેવાય અને કઈ રીતે સાંખી પણ લેવાય, લડી જ લેવું પડે, પણ એ લડવું તો જ લેખે લાગે જો આપણે ક્યાંય સદ્ભાવ છોડ્યો ન હોય.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2023 01:38 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK