એક ઘરરખ્ખુ સ્ત્રીમાંથી સામાજિક કાર્યકર અને કૉર્પોરેટ વર્લ્ડનાં માંધાતા બન્યા પછી એક રાજકારણી તરીકે પણ કાઠું કાઢનાર ભારતનાં સૌથી ધનાઢ્ય મહિલા સાવિત્રી જિન્દલ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે
સાવિત્રી જિન્દલ
શરૂઆતનાં વર્ષો પતિની ઓથમાં રહેલાં સાવિત્રી જિન્દલે હરિયાણાના હિસારની બેઠક પર BJPમાંથી ટિકિટ ન મળતાં આત્મવિશ્વાસથી ખુદના બલબૂતા પર ચૂંટણી લડીને જીત હાંસલ કરી અને પીઢ રાજકારણીની જેમ જીત પછી ફરી BJPને સપોર્ટ જાહેર કરવાની કુનેહ પણ દાખવી. એક ઘરરખ્ખુ સ્ત્રીમાંથી સામાજિક કાર્યકર અને કૉર્પોરેટ વર્લ્ડનાં માંધાતા બન્યા પછી એક રાજકારણી તરીકે પણ કાઠું કાઢનાર ભારતનાં સૌથી ધનાઢ્ય મહિલા સાવિત્રી જિન્દલ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે