અમેરિકનોની માનસિકતા જુદી છે. કરવું છે તો અત્યારે કરો, એ માટે ડૉલર ખર્ચી દો અને આગળ વધો;
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાનું વળગણ આપણને છે અને ગુજરાતીઓને તો આ વાત ખાસ લાગુ પડે. અમેરિકા જવું પણ આપણને ગમે અને અમેરિકન જેવા થવાનું પણ આપણને વહાલું લાગે, પણ આપણે ક્યારેય એ વિચાર કર્યો છે ખરો કે જો ખરેખર અમેરિકન જેવા થવું હોય તો જાતમાં શું સુધારો કરવો પડે અને જાતને કેવી રીતે અપગ્રેડ કરવી પડે?
અમેરિકન થવું સહેલું નથી અને અમેરિકન જેવા બનવું અઘરું નથી; પણ અમેરિકન જેવી માનસિકતા ઊભી કરવા, કેળવવા અને પછી એને જાળવી રાખવા માટે આપણે ઇન્ડિયને ધરમૂળથી સ્વભાવગત ફેરફાર લાવવા પડે અને સમજવું પડે કે જીવનમાં જો આગળ વધવું હોય અને જીવનમાં જો નવી ઊંચાઈ પર જવું હોય તો શીખવું પડશે કે ટૂંકું કરો અને મહત્ત્વનું હોય એવી બાબતો જ મનમાં રાખો. હા, અમેરિકનો વિચારોની બાબતમાં બહુ સ્પષ્ટ છે અને આચરણની બાબતમાં પણ એટલા જ ક્લિયર છે.
ADVERTISEMENT
અમેરિકન જ નહીં, યુરોપ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ જઈને તમે જોશો તો દેખાશે કે એ લોકો પાંચ ડૉલર કે પાઉન્ડ ખર્ચવામાં જેટલો વિચાર નથી કરતા એનાથી દસગણો વધારે વિચાર સમય ખર્ચવાની બાબતમાં કરે છે. સમય કેટલો કીમતી છે એ વાત તે સારી રીતે જાણે છે અને જાણે છે એટલે એ વાતને તે સતત યાદ પણ રાખે છે. એક નાનું ઉદાહરણ આપું.
આ પણ વાંચો : મોટા થવાની નીતિને સાચી રીતે ઓળખતાં શીખવું હોય તો અમેરિકન મેન્ટાલિટી કેળવો
મોબાઇલ પર રમાતી ગેમ્સમાં અમુક ગેમ્સ એવી હોય છે જેમાં તમને અમુકતમુક સમયગાળા દરમ્યાન લાઇફ આપવામાં આવે છે. એ લાઇફ ખતમ થઈ જાય એટલે તમારે ફરીથી રાહ જોવાની અને બેચાર કલાકે તમારી પાસે નવી લાઇફ આવે એટલે તમે ગેમ આગળ વધારી શકો. આપણે ઇન્ડિયન લાઇફ મફતમાં મળે એ માટે રાહ જોઈએ છીએ અને રાહ જોતાં-જોતાં વારંવાર મોબાઇલ હાથમાં લઈ સમય ખર્ચીએ છીએ તો સાથોસાથ મનમાં એ ગેમને અકબંધ રાખીને પણ જીવ્યા કરીએ છીએ. અમેરિકનોની માનસિકતા જુદી છે. કરવું છે તો અત્યારે કરો, એ માટે ડૉલર ખર્ચી દો અને આગળ વધો; પણ સમય કે પછી મનમાં એ વિચાર ઘર કરીને બેસી રહે એવું કામ ન કરો.
સામાન્ય રીતે અમેરિકનો ગેમ્સ રમીને સમય બરબાદ નથી કરતા અને સોશ્યલ મીડિયા પર પણ એટલા ઍક્ટિવ નથી રહેતા, કારણ કે તેમને સમયનું મૂલ્ય ખબર છે. તે જાણે છે કે સમય અમૂલ્ય છે અને એ અમૂલ્ય સમયનો ઉપયોગ કરકસર સાથે કરવાનો હોય. આ જ કારણ છે કે એ લોકો તમને સોશ્યલ મીડિયા પર લાંબીલચક ચૅટ કરવા માટે પણ મળતા નથી અને સાચું તો એ જ છે કે તેમને એમાં સમય ખર્ચવો જ નથી. જો વાત કરવી હશે તો એ ઇન્ટરનેશનલ કૉલ કરીને ડૉલર ખર્ચી નાખતાં ખચકાટ નથી અનુભવતા અને તેમનો આ જ સ્વભાવ તેમને ફોકસ્ડ રાખે છે. એ બે વાત નથી કરતા અને ચાર દિશામાં પગ નથી મૂકતા. નિષ્ફળતાથી તે ડરતા નથી અને એટલે જ મૅક્સિમમ ઇન્વેન્શન્સ તેમના નામે બોલે છે. અમેરિકનનો સીધો સિદ્ધાંત છે, કામ કરવું છે અને કામ એવું કરવું છે જે તેમને લાઇફટાઇમ નામ અને દામ આપ્યા કરે.