એક આશાનું કિરણ એ છે કે ચૂંટણીમાં ભારતીય સમુદાયના મત અગત્યના રહ્યા છે અને ભારતીયોને આકર્ષવા માટે કીર સ્ટાર્મરે ભારત તરફ નરમ વલણ અપનાવ્યું છે. એ જોવાનું રહેશે કે સત્તામાં આવ્યા પછી તે કઈ રીતે વર્તે છે.
ક્રૉસલાઇન
કીર સ્ટાર્મર
ભારતની સાથોસાથ બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં દેશની સૌથી જૂની લેબર પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો હતો. કીર સ્ટાર્મરની આગેવાની હેઠળની લેબર પાર્ટી ૧૪ વર્ષ પછી ૪૦૦ પાર બેઠકો સાથે સત્તામાં પરત આવી છે. પાર્ટીએ હાઉસ ઑફ કૉમન્સ (લોકસભા)માં ૬૫૦ બેઠકોમાંથી ૪૧૨ બેઠકો મેળવી હતી, જ્યારે ભારતીય મૂળના રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને લગભગ એક સદીમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. લેબર પાર્ટીના તેજસ્વી નેતા કીર સ્ટાર્મર બ્રિટન માટે નવી આશા બનીને આવ્યા છે. તેમણે પાંચમી જુલાઈએ વડા પ્રધાનનું પદ પણ સંભાળ્યું હતું.