પેરન્ટ્સના ફોન સોનુને આવવાના ચાલુ રહ્યા, જે ભૂત માટે માથાનો દુખાવો બન્યા
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
મૉર્ગમાં માથું ફાડી નાખે એવી વાસ પ્રસરી ગઈ અને સોનુના પેરન્ટ્સે બૉડી પર નજર કરી. બૉડી પર એક પણ કપડું નહોતું. પાણીને કારણે લાશ ફુલાઈ ગઈ હતી તો એ લાશ પર માછલીઓએ મારેલા મોઢાને કારણે ઠેર-ઠેર ચાઠાં પણ પડી ગયાં હતાં. જોકે એ બધા વચ્ચે પણ ફુલાયેલી લાશના હાથ પર કોતરાયેલું ટૅટૂ ઊડીને આંખે વળગતું હતું. જમણી હથેળીના છેડે, કાંડા પાસે કરાવેલા એ ટૅટૂમાં અંગ્રેજીમાં મોટો ‘S’ લખ્યો હતો અને એ કૅરૅક્ટરની આજુબાજુ બહુબધાં હાર્ટ પણ હતાં.