અહીં ૩૦ ઘરોમાં જે-તે વિષયની વિશેષ લાઇબ્રેરી છે. એમાં માત્ર ગામના જ નહીં, ભારતના અને વિદેશના લોકો પણ આવીને પુસ્તકો વાંચી શકે છે.
ભીલાર ગામ
ભણતર અને વાંચનને આ ગામના લોકો આગવું મહત્ત્વ આપે છે. તમે વિશ્વનો કોઈ પણ વિષય લઈ આવો, આ ગામમાં એ અંગેનું પુસ્તક તમને મળી જ રહેશે. વિચાર કરો કે એક જ ગામમાં જ્યારે ૩૫ જેટલી અલગ-અલગ લાઇબ્રેરી હોય તો એ ગામ અને ત્યાં રહેતા લોકો પુસ્તકો અને જ્ઞાનની બાબતમાં કેટલા સમૃદ્ધ હશે! એટલું જ નહીં, દરેકેદરેક લાઇબ્રેરીમાં બેસીને તમે કોઈ પણ વિષયનું કોઈ પણ પુસ્તક સવારે દસ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી વાંચી શકો છો. તમે મુંબઈના હો કે સુરતના, અમદાવાદના હો કે પૅરિસ કે અમેરિકાના; ભિલારના ગ્રામવાસીઓએ એવી કોઈ બંધી કે વાડા નથી રાખ્યા કે તમે તે ગામના ન હો તો પુસ્તકો નહીં વાંચી શકો.



