દેશોમાંના વિદ્યાર્થીઓ પણ અમેરિકા ભારત ઉપરાંત ચીન, વિયેટનામ, કોરિયા, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા, રશિયા તેમ જ અન્ય માં ભણવા આવે છે અને એમાંના અસંખ્ય વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સનો કોર્સ પસંદ કરતા હોય છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. ગયા વર્ષે લગભગ ૨,૦૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર સાયન્સમાં બૅચલર્સ તેમ જ માસ્ટર્સનો કોર્સ તેમના મુખ્ય વિષય તરીકે લીધો હતો.
ભણી રહ્યા બાદ પરદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં એક વર્ષ રહીને તેમણે જે વિષયમાં અમેરિકાની યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હોય એ વિષયમાં કામ કરતી કંપનીઓમાં ટ્રેઇનિંગ લેવા માટે નોકરી કરવાની છૂટ આપવામાં આવે છે. આ સમયને ‘ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ પિરિયડ’ કહેવાય. જે પરદેશી વિદ્યાર્થીઓએ સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ કે મૅથેમૅટિક્સમાંના કોઈ પણ વિષયમાં અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય તેમને પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ લેવા માટે વધારાનાં બે વર્ષ એટલે કે કુલ ત્રણ વર્ષ કામ કરવાની છૂટ આપવામાં આવે છે.
ADVERTISEMENT
જો બે લાખ ભારતીય વિદ્યાર્થીઓમાંના અડધાએ પણ કમ્પ્યુટર સાયન્સના વિષયમાં અભ્યાસ કર્યો હોય તો તેમણે કમ્પ્યુટર સાયન્સના વિષયમાં જ જે અમેરિકન કંપનીઓ કામ કરતી હોય એ કંપનીમાં ટ્રેઇનિંગ લેવા માટે નોકરી કરવાની રહે છે.
દેશોમાંના વિદ્યાર્થીઓ પણ અમેરિકાભારત ઉપરાંત ચીન, વિયેટનામ, કોરિયા, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા, રશિયા તેમ જ અન્ય માં ભણવા આવે છે અને એમાંના અસંખ્ય વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સનો કોર્સ પસંદ કરતા હોય છે. આથી તેઓ પણ તેમના ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ પિરિયડ દરમ્યાન કમ્પ્યુટર સાયન્સના વ્યવસાયમાં જે અમેરિકન કંપનીઓ કાર્ય કરતી હોય એમાં નોકરી મેળવવા ઇચ્છતા હોય છે. આટલા બધા કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને દર વર્ષે નોકરી મેળવવી લગભગ અશક્ય લાગતી વાત છે. આ પરિસ્થિતિનો લાભ લઈને અમેરિકામાં અનેક બોગસ કંપનીઓ ઊભી થઈ છે. પરદેશી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને અને તેમની કંપની કમ્પ્યુટર સાયન્સના વિષયમાં કાર્ય કરે છે અને એણે એ પરદેશી વિદ્યાર્થીઓને પોતાને ત્યાં નોકરીમાં રાખ્યા છે એવાં બનાવટી સાવ જુઠ્ઠાં સર્ટિફિકેટ આપે છે. પરદેશી વિદ્યાર્થીઓ આવી કંપનીમાં જોડાય છે જેથી તેમને એક યા ત્રણ વર્ષ અમેરિકામાં રહેવા મળે, નોકરી કરવા મળે છે, પણ તેઓ જ્યારે પકડાય છે ત્યારે તેમના વીઝા રદ થાય છે અને તેમને અમેરિકાની બહાર મોકલી દેવામાં આવે છે અને ભવિષ્યમાં તેમને કોઈ પણ પ્રકારના વીઝા પર અમેરિકામાં પ્રવેશવા ન દેવા એવી પાબંદી લગાવવામાં આવે છે. આખરે અમેરિકા ભલે ગમે એટલો પ્રગતિશીલ દેશ હોય, પણ એ દર વર્ષે લાખોની સંખ્યામાં નવી-નવી નોકરીઓ ક્યાંથી ઊભી કરે?