એસ્ટેટ પ્લાનિંગ સમગ્ર નાણાકીય આયોજન પ્રક્રિયાનું એક અભિન્ન અંગ છે. સંપત્તિનો વારસદાર કહો કે ઉત્તરાધિકારી કહો, એના વિશે સ્પષ્ટતા ન હોય તો નાણાકીય આયોજન અધૂરું કહેવાય.
મની મૅનેજમેન્ટ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એસ્ટેટ પ્લાનિંગ સમગ્ર નાણાકીય આયોજન પ્રક્રિયાનું એક અભિન્ન અંગ છે. સંપત્તિનો વારસદાર કહો કે ઉત્તરાધિકારી કહો, એના વિશે સ્પષ્ટતા ન હોય તો નાણાકીય આયોજન અધૂરું કહેવાય. આમ છતાં લોકોના આયોજનમાં આ પાસું મોટા ભાગે ગાયબ જ હોય છે. પોતાને હાલ તો કંઈ જ નહીં થાય એવી લાગણી/માન્યતાને લીધે જ લોકો આયોજન કરતા નથી. પણ જીવનનો કોઈ જ ભરોસો હોતો નથી. આથી એસ્ટેટ પ્લાનિંગ કરવું અતિ આવશ્યક છે.