રીજનલ સેન્ટરો ઍડ્મિનિસ્ટ્રેટિવ ફી ઓછી કરશે અને જરૂર પડે તો બધી જ માફ કરી દેશે એવા સોશ્યલ મીડિયાના સમાચાર સાચા છે?
વિઝાની વિમાસણ
પ્રતીકાત્મક તસવીર
ફેસબુક ઉપર જે જોવા અને જાણવા મળે છે એ માહિતીઓ કેટલા અંશે સાચી હોય છે એની જાણ કેવી રીતે થઈ શકે? હમણાં જ મેં ફેસબુક ઉપર વાંચ્યું કે ચાઇનાના શાંઘાઈ શહેરમાં રહેતા એ દેશના સૌથી મોટા મની લૉન્ડરિંગ એટલે કે હવાલાનું કામકાજ કરતા માણસની અને એમની સાથે-સાથે એમના બધા જ કુટુંબીજનોની ધરપકડ કરવામાં આવી છે. ચાઇનીઝ લોકો એમને ચાઇનીઝ રેન્ડ, જે ચાઇનાનું ચલણનું નાણું છે એ રોકડામાં આપતા અને એ દલાલ એમના વતીથી એટલા પૈસા ડૉલરમાં અમેરિકાના રીજનલ સેન્ટરમાં ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા. આમ ચાઇનામાંથી સેંકડો ચાઇનીઝ લોકો અમેરિકાના ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ જે આઠ લાખ ડૉલરનું રોકાણ કરવાનું રહે છે એ રોકાણ શાંઘાઈના દલાલને રેન્ડ આપીને કરાવતા. હવે એ હવાલાનો બિઝનેસ કરતા દલાલની ધરપકડ થતાં એ ધંધો બંધ થઈ જશે. આથી ચાઇનામાંથી જે સેંકડો લોકો ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા હતા એ અટકી જશે. એ કારણે અમેરિકાનાં રીજનલ સેન્ટરો ભારત અને ભારતીયો પ્રત્યે એમનું ધ્યાન કેન્દ્રિત કરશે, ભારત તરફ મીટ માંડશે. એમના રીજનલ સેન્ટરમાં ગ્રીન કાર્ડ મેળવવા માટે ભારતીયો રોકાણ કરે એ માટે એમને જાતજાતનાં પ્રલોભન આપશે. રીજનલ સેન્ટરો રોકાણની રકમ ઉપરાંત ૭૦-૭૫ હજાર ડૉલર જેટલી ઍડ્મિનિસ્ટ્રેટિવ ફી લે છે. એ તેઓ ઓછી કરશે, અડધી કરશે, જરૂર પડે તો બધી જ માફ કરી દેશે. આ ઉપરાંત રોકાણની રકમ ઉપર વ્યાજ આપીશું એવું જણાવશે. જુદી-જુદી રીતે રોકાણ કરેલા પૈસા પાછા મળશે એ માટેની ગૅરન્ટી આપશે. આ બધા સમાચાર સાચા છે?
ફેસબુક ઉપર અનેક સમાચારો ઉપજાવી કાઢેલા, છેતરામણા અને ખોટા પણ હોય છે. કયા સમાચાર સાચા અને કયા ખોટા એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. શાંઘાઈના મની લૉન્ડરિંગ કરતા, હવાલાનો બિઝનેસ કરતા, એજન્ટની ધરપકડના સમાચાર સાચા છે. આના લીધે અમેરિકાનાં રીજનલ સેન્ટરો ભારતીયો પ્રત્યે વધુ ધ્યાન આપશે. એમને આકર્ષવા, તેઓ પોતાને ત્યાં ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ આઠ લાખ ડૉલર ઇન્વેસ્ટ કરે એ માટે એમને જુદાં જુદાં પ્રલોભનો જરૂરથી આપશે. હકીકતમાં અત્યારનાં પણ અનેક રીજનલ સેન્ટરોએ ભારતનાં શહેરોમાં એમની ઑફિસો ખોલી છે. એજન્ટો નીમ્યા છે. ઇન્વેસ્ટરોને આકર્ષવા જાતજાતનાં પ્રલોભનો આપી રહ્યા છે.
ADVERTISEMENT
જેમને ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ અમેરિકાના રીજનલ સેન્ટરમાં, આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને અને એ ઉપરાંત ૭૦-૭૫ હજાર ડૉલર ઍડ્મિનિસ્ટ્રેટિવ ફી, ૨૦-૨૫ હજાર ડૉલર ઍટર્નીની ફી, ૧૦૦૦ ડૉલર હમણાં દાખલ કરવામાં આવેલી એક નવી ફી અને પિટિશન ફાઇલ કરવાની ફાઇલિંગ ફી, આ સઘળો ખર્ચો કરીને ગ્રીન કાર્ડ મેળવવા હોય એમણે રીજનલ સેન્ટરની લોભામણી વાતોમાં આવી ન જતાં રીજનલ સેન્ટર કેવું છે? એના પ્રમોટરો કેવા છે? એમનો પાછલો રેકૉર્ડ કેવો છે? તેઓ જે કામ કરી રહ્યા છે એનો એમને કેટલો અનુભવ છે? એમના પ્રોજેક્ટમાં એમના પોતાના કેટલા પૈસા એમણે રોક્યા છે? અમેરિકાની બૅન્કોએ, તેમ જ નાણાંકીય સંસ્થાઓએ એમને પૈસા ધીર્યા છે? આ સઘળી જાણકારી મેળવ્યા બાદ, પૂરતી ખાતરી કર્યા પછી જ રોકાણ કરવું જોઈએ.
અમેરિકન કૉન્સ્યુલેટની નવી વેબસાઇટ?
એવું સાંભળવામાં આવ્યું છે કે ગયા મહિને એટલે કે ૨૯મી જુલાઈથી અમેરિકન કૉન્સ્યુલેટની નવી વેબસાઇટ શરૂ થઈ છે. આ વાત શું સાચી છે?
હા, આ વાત સોએ સો ટકા સાચી છે.
રીજનલ સેન્ટરની લોભામણી વાતોમાં આવી ન જતાં એના પ્રમોટરો કેવા છે? એમનો પાછલો રેકૉર્ડ કેવો છે?