અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો અને ત્યાં ગેરકાયદેસર રહેવાનો ઇરાદો ધરાવતા બધામાં હવે ભયની લાગણી પ્રવેશી ગઈ છે.
સોશ્યોલૉજી
ડોનાલ્ડ ટ્રમ્પ
આંકડાઓ એવું દર્શાવે છે કે અમેરિકામાં જે એકાદ કરોડ જેટલા ઇલ્લીગલ ઇમિગ્રન્ટો વસેલા છે એમાંના દસ લાખથી વધુ ભારતીયો છે. એ દસ લાખમાંથી પાંચ લાખ ગુજરાતીઓ છે.
આ લેખક પાસે દર મહિને સુરત અને અમદાવાદ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની જાણકારી આપવા અને એને લગતા એ બે શહેરોના વતનીઓના મૂંઝવતા પ્રશ્નો હલ કરવા છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત આવે છે. એમાંના મોટા ભાગના અમેરિકામાં ગેરકાયદેસર કેવી રીતે પ્રવેશી શકાય? કાયદેસર પ્રવેશ્યા પછી ત્યાં ગેરકાયદેસર કેમ રહી શકાય? જો ગેરકાયદેસર રહેતાં પકડાય તો બચવા માટે, તેમનો અમેરિકાનો વસવાટ કાયમનો કરવા માટે, તેઓ કયા ઉપાયો લઈ શકે? આ બધી બાબતો જાણવા માગે છે.