છેલ્લા થોડા સમયથી જેકોઈ મને મળે છે એ બધા એક જ સવાલ કરે છે કે આ સ્ટૉક-માર્કેટને થયું છે શું અને હું કહું છું કે કંઈ નથી થયું. એ એનું કામ કરે છે
મારી વાત
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
છેલ્લા થોડા સમયથી જેકોઈ મને મળે છે એ બધા એક જ સવાલ કરે છે કે આ સ્ટૉક-માર્કેટને થયું છે શું અને હું કહું છું કે કંઈ નથી થયું. એ એનું કામ કરે છે. ઍક્ચ્યુઅલી આપણે ત્યાં લોકોમાં તેજીની માનસિકતા વધારે છે એટલે કોઈને ઘટાડો જોવાનું ગમતું નથી, પરંતુ એ પણ માર્કેટની એક પ્રક્રિયા છે.
અત્યારે માર્કેટમાં જે છે એ પ્રાઇસ કરેક્શનનો ફેસ છે. ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશનનું સેલિંગ પ્રેશર આવ્યું છે, તો સાથોસાથ આપણા જે ઇન્ડિયન ટ્રેડર છે એનું પણ સેલિંગ પ્રેશર છે અને એ પણ પોતાનો પ્રૉફિટ બુક કરે છે. માર્કેટનો આ એક ટિપિકલ સ્ટેજ છે જેમાં પ્રાઇસ કરેક્શન આવે. એ ઉપરાંત માર્કેટમાં ટાઇમ કરેક્શન પણ એન્ટર થાય એવું મને લાગે છે. કારણ કે ફૉરેનમાં બૉન્ડ સ્ટ્રૉન્ગ થવાને કારણે ફૉરેન ઇન્વેસ્ટર્સ અત્યારે આપણી માર્કેટની ઇક્વિટીમાંથી પોતાનું ફન્ડ પાછું ખેંચીને બૉન્ડમાં ઇન્વેસ્ટ કરતા જાય છે, પણ એની સામે હું કહીશ કે પૅનિક થવાની જરૂર નથી. લોકલ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં આવતું જાય છે જે માર્કેટને સપોર્ટ આપવા માટે પૂરતું છે.
ADVERTISEMENT
માર્કેટને લઈને લોકોના મનમાં જે પૅનિકનેસ આવે છે એનું બીજું પણ એક કારણ છે. મીડિયામાં આવે છે કે આજે ઇન્ડેક્સ ૯૦૦ પૉઇન્ટ ઘટ્યો. હવે તમે કહો કે ૮૦,૦૦૦ના ઇન્ડેક્સમાં ૯૦૦ પૉઇન્ટ માર્કેટ ઘટ્યું હોય તો એ કેટલા પર્સન્ટ થયું! જ્યારે પચીસ-ત્રીસ હજાર ઇન્ડેક્સ રહેતો ત્યારે પણ માર્કેટમાં ૯૦૦ પૉઇન્ટના ઘટાડા સાથે પૅનિકનેસ આવતું અને આજે ૮૦ હજારે પણ એ જ પૅનિકનેસ આવે એ વાજબી નથી, પણ અનફૉર્ચ્યુનેટલી આપણે ત્યાં મીડિયા માર્કેટને એ રીતે જ પ્રેઝન્ટ કરે છે એટલે આવું પિક્ચર ઊભું થઈ જાય છે અને બધાને લાગે છે કે માર્કેટ ક્રાઇસિસમાં આવી ગયું. મીડિયાની આ પ્રકારની કૉમેન્ટરીમાં પણ ચેન્જ આવવો જોઈએ એવું મને લાગે છે. મને એ પણ લાગે છે કે આપણે ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની બાબતમાં પણ હવે ચેન્જ થવાની જરૂર છે.
IPO થ્રૂ બહુ મોટો સ્મૉલ ઇન્વેસ્ટર આપણને મળ્યો છે. તે પબ્લિક ઇશ્યુમાં પૈસા ફ્લિપ કરતો જાય અને લિસ્ટિંગમાં કમાતો રહે છે. આ જે ટિપિકલ ટ્રેડિંગ મેન્ટાલિટી છે એ હકીકતમાં શૉર્ટ ટર્મમાં પૈસા કમાવાની હૅબિટ છે. ઍગ્રી કે IPO માર્કેટમાં નવા ઇન્વેસ્ટર લાવે છે, પણ એ ખોટી હૅબિટ પણ ડેવલપ કરે છે.
લિસ્ટ થતી કંપનીના IPOમાં શૅર લેવાના અને પછી વેચી નાખવાના. આ જે રૉન્ગ હૅબિટ છે એની પાછળનું કારણ આપણી રેગ્યુલેટરી છે, એ પ્રો-ઍક્ટિવ નથી એટલે આ પ્રૅક્ટિસ ચાલુ રહે છે. બજાજ કે વારી જેવા IPO આટલા ટાઇમ ઓવર-સબસ્ક્રાઇબ્ડ થયા એ જાહેર કરવાથી સ્પેક્યુલેશન વધારે ફેલાશે અને આપણી ગવર્નમેન્ટની ઓરિજિનલ ઇચ્છા તો એ જ છે કે આપણું સ્ટૉક માર્કેટ ફન્ડામેન્ટલી આગળ વધે. જો એવું હોય તો પછી આ બુકબિલ્ડિંગની જરૂર શું છે?
હમણાં તમે ફર્મ અલૉટમેન્ટની અનાઉન્સમેન્ટ કરી દેશો તો અડધા લોકો પબ્લિક ઇશ્યુમાં નહીં આવે. આ શું છે, રૅશનિંગનો બિઝનેસ છે એટલે કતાર લાગે છે અને આર્ટિફિશ્યલ ડિમાન્ડ જનરેટ થાય છે. જોકે મારી નજરમાં આ ફૉલ્ટ છે. હું કહીશ કે આ પહેલાંના સમયમાં જે લૉટરી બહુ ખરીદાતી એવી માનસિકતા છે. લૉટરી બેઝ્ડ અલૉટમેન્ટ કરશો તો એ રૉન્ગ ઇફેક્ટ આપે.
ઑનલાઇનના જમાનામાં તમારે અલૉટમેન્ટ ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ પર કરવું જ જોઈએ અને પર્મનેન્ટ જે ઇન્વેસ્ટર છે તેને પ્રાયોરિટી આપવી જોઈએ. રૅશનિંગ સારી વાત નથી. આપણે એને ઓવરકમ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફન્ડમાં એવું નથી થતુંને, ત્યાં તમે બુકબિલ્ડિંગ નથી જ કરતા તો પછી કંપનીઓમાં શું કામ એવું થવા દેવાનું?
આ વિચાર મેં કેટલાક લોકો સામે મૂક્યો ત્યારે મને એવું પૂછવામાં આવ્યું કે આ પ્રકારે વર્લ્ડમાં ક્યાંય નથી થતું, તો ઇન્ડિયન IPOમાં શું કામ એવું કરવાનું. હું કહીશ કે આપણી પાસે જેટલા રીટેલ ઇન્વેસ્ટર છે એટલા વર્લ્ડમાં બીજે ક્યાંય નથી. બીજું એ કે વર્લ્ડમાં ક્યાંય ઇન્વેસ્ટર પોતાની જાતે પૈસા રોકતો જ નથી, એ ફન્ડ મૅનેજર થ્રૂ જ માર્કેટમાં આવે છે, પણ આપણે ત્યાં એવું નથી અને એનું રીઝન પણ છે.
આપણે જન્મજાત ઑન્ટ્રપ્રનર છીએ તો એ સ્મૉલ ઇન્વેસ્ટરનો હક પણ છે. ભલે એ પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે, પણ એના ઇન્વેસ્ટમેન્ટને રાઇટ ડાયરેક્શન આપવાની જરૂર છે. ભલે એ IPO થ્રૂ માર્કેટમાં આવે, પણ ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ હશે તો લૉટરીની મેન્ટાલિટી નીકળી જશે અને લૉટરીની મેન્ટાલિટી નીકળશે તો માર્કેટમાં થતા વધારા-ઘટાડાનું પૅનિક પણ ઘટશે. IPO આર્ટિફિશ્યલ ડિમાન્ડ ઊભી કરે છે જેને લીધે આ નાનો ઇન્વેસ્ટર હેરાન થાય છે અને ભૂતકાળમાં થયો પણ છે. તો બેટર છે કે આપણે હવે એ દિશામાં દુનિયાને પણ મેસેજ આપતા થઈએ અને સ્મૉલ ઇન્વેસ્ટરને થોડો વધારે એજ્યુકેટ કરીએ.