આ કંઈ દાયકાઓ જૂની વાત નથી, મલાડના એસ. વી. રોડ અને માર્વે રોડ તરફ જતા જંક્શન પર આવેલી કાશીનાથ પાટીલ ચાલના લોકો માટે તો આજેય આ પરિસ્થિતિ છે. પશ્ચિમનાં પરાંઓને જોડતા સૌથી મોટા માર્ગ પર આવેલી આ ચાલની આસપાસ તમે જે માગો એ મળી રહે છે
એસ.વી.રોડ અને માર્વે રોડના જંક્શન પર આવેલી કે.પી. ચાલ. બહારથી.
આ કંઈ દાયકાઓ જૂની વાત નથી, મલાડના એસ. વી. રોડ અને માર્વે રોડ તરફ જતા જંક્શન પર આવેલી કાશીનાથ પાટીલ ચાલના લોકો માટે તો આજેય આ પરિસ્થિતિ છે. પશ્ચિમનાં પરાંઓને જોડતા સૌથી મોટા માર્ગ પર આવેલી આ ચાલની આસપાસ તમે જે માગો એ મળી રહે છે, પણ જીવનજરૂરિયાતની બેઝિક હાઇજીનની સુવિધા માટે આજેય લોકો ટળવળે છે. મંગળવારે વિશ્વ ટૉઇલેટ દિવસ છે અને છેલ્લાં ૧૦ વર્ષથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘરે-ઘરે ટૉઇલેટ બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બાકી તમામ સુખ-સુવિધાઓથી સજ્જ આ વિસ્તારની એક ચાલમાં ટૉઇલેટ ન હોવાને કારણે દાયકાઓથી લોકો ન કહી શકાય ન સહી શકાય એવી સ્થિતિ જીરવી રહ્યા છે એ જાણીએ