Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૨૦૨૫માં સફળ થવા માટે અપનાવો માત્ર ૨૫ મૂલ્યો : ફાઇનૅન્સ પ્લાનિંગનાં મૂલ્યો

૨૦૨૫માં સફળ થવા માટે અપનાવો માત્ર ૨૫ મૂલ્યો : ફાઇનૅન્સ પ્લાનિંગનાં મૂલ્યો

Published : 01 January, 2025 02:13 PM | Modified : 01 January, 2025 02:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર CA મુકેશ દેઢિયા પાસેથી જાણીએ કે પૈસાની દૃષ્ટિએ સફળતા મેળવવા કયા પ્રકારની પાંચ આદતો કેળવવી જરૂરી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ દરેક રીતે સફળતાનાં સોપાન સર કરનારું બને એવી ઇચ્છા તો સૌની હશે. જોકે એ ઇચ્છા પૂરી થાય એ માટે જીવનનાં પાંચ મુખ્ય ક્ષેત્રોનાં કયાં પાંચ-પાંચ મૂલ્યો આ વર્ષે આચરણમાં કેળવવાની જરૂર છે એનો રોડ-મૅપ આપે છે જે-તે ક્ષેત્રના નિષ્ણાતો. અંગત સમૃદ્ધિ માટે સ્વાસ્થ્ય, સંબંધો, કરીઅર અને ફાઇનૅન્સના ક્ષેત્રે કેવી આદતો જીવનમાં વણવી અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે નાગરિક તરીકે કયો ધર્મ અપનાવવો એનાં બેઝિક મૂલ્યો જીવનમાં ઉતારી લઈશું તો ચોક્કસ ૨૦૨૫માં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીશું


સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર CA મુકેશ દેઢિયા પાસેથી જાણીએ કે પૈસાની દૃષ્ટિએ સફળતા મેળવવા કયા પ્રકારની પાંચ આદતો કેળવવી જરૂરી છે.



. લોકોની જેટલી આવક હોય છે એમાંથી જેટલો ખર્ચ થાય એ પછી જે રકમ બચે છે એટલી જ બચત થાય છે. એમાં વળી આવક જેમ-જેમ વધે એમ-એમ ખર્ચા પણ વધતા જાય છે. એટલે આવક ગમેતેટલી વધે પરંતુ બચત એટલી જ રહે છે. એવું ન થવું જોઈએ. ખર્ચો કર્યા પછી જે બચશે એનું રોકાણ કરીશું એ મેન્ટાલિટી છોડી દેવી જોઈએ. કમાણીના ચોક્કસ ટકા બચાવ્યા પછી જે બચે એમાંથી જ ખર્ચ થાય એવી લાઇફસ્ટાઇલ બનાવવી એ ફાઇનૅન્સ મૅનેજમેન્ટનો મૂળભૂત ફન્ડા છે. સેવિંગ્સ માટે ચોક્કસ રકમ નક્કી કરવાને બદલે ચોક્કસ ટકા નિશ્ચિત કરો. એમ કરવાથી જેમ-જેમ તમારી આવક વધતી જશે એમ-એમ તમારી બચત પણ વધતી જશે. આવકમાંથી બચત બાદ કરતાં જેટલા પૈસા વધે એટલો જ ખર્ચ કરવો જોઈએ, કારણ કે સમય એક જેવો રહેવાનો નથી. આ વર્ષે બચત કરવાની આદત કેળવો.


. ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં સૌથી પહેલું પ્લાન કરવાનું છે વસિયતનામું. તમે ગમેતેટલા વર્ષના હો, જો તમે કમાવા લાગ્યા હો, લગ્ન થઈ ગયાં હોય, પાછળ છોડી જવા જેવી મિલકત ભેગી થવાની શરૂઆત થઈ ગઈ હોય તો પહેલું કામ કરો વસિયત બનાવવાનું. વસિયત ફક્ત ઉંમરલાયક વ્યક્તિઓએ જ નથી બનાવવાની હોતી, દરેક વ્યક્તિએ બનાવવી જરૂરી છે.

. બીજી મહત્ત્વની બાબત છે મેડિક્લેમ. બદલાતી જીવનશૈલીને કારણે આજકાલ સ્વાસ્થ્યનો કોઈ ભરોસો નથી રહ્યો. આજે તમે સાજાનરવા છો અને અચાનક કાલે એવી કોઈ બીમારી આવી પડે જેની સારવારમાં તમારી સઘળી બચત વપરાઈ જાય એવું ન થાય એ માટે મેડિક્લેમ હોવો જરૂરી છે. જો  એ ન હોય તો આ વર્ષે એ કરી જ લો. તમારો જ નહીં, તમારા ઘરની દરેક વ્યક્તિનો મેડિક્લેમ હોવો જોઈએ. ઘરમાં વડીલો હોય તો તેમનો ખાસ. કેમ કે અમુક વય પછી જો તમે તેમનો મેડિક્લેમ લેવા જશો તો કાં તો નહીં મળે કાં બહુ જ મોટું પ્રીમિયમ ચૂકવવું પડશે. તમારે કેટલા રૂપિયાની લિમિટનો મેડિક્લેમ જરૂરી બનશે એ સમજવું પડશે. એની ગણતરી કરીને મેડિક્લેમ લેવો.


જેમ પૈસા ઝાડ પર નથી ઊગતા, એ કમાવા માટે મહેનત કરવી પડે છે એવી જ રીતે પૈસા બૅન્કમાં ભરી રાખવાથી વધતા નથી.  જો તમે કમાવાનું શરૂ કરી દીધું છે તો એના પહેલા મહિનાના પગારમાંથી જ ઇન્વેસ્ટમેન્ટ વિશે વિચારવું જરૂરી છે. પહેલા પગારથી જ જે વ્યક્તિ રોકાણ કરે છે તે જ મિડલ-એજ સુધીમાં પોતાના રોકાણમાંથી સારીએવી સંપત્તિ ક્રીએટ કરી શકવાની છે. સમજીવિચારીને લાંબા ગાળાનું રોકાણ કરશો તો એ તમારા માટે કમાવાનું શરૂ કરશે. ઇન્વેસ્ટમેન્ટથી ગભરાવાનું છોડવાની જરૂર છે.

. દરેક વ્યક્તિને ફાઇનૅન્શિયલ પ્લાનરની જરૂર રહે છે. ઘણી વાર ઓછા પગારધારકોને લાગે છે કે આપણે શું ઇન્વેસ્ટ કરવાના? પણ એવું નથી, તેમણે તો વધારે જરૂર છે પૈસાને સમજવાની. તમે ફાઇનૅન્શિયલ પ્લાનર પાસે સમજો કે તમારી નાનકડી મૂડીને કઈ રીતે ઇન્વેસ્ટ કરવી જેથી તમે હેરાન ન થાઓ. તમે વાળંદ પાસે ન જઈને પૈસા બચાવો છો? તમે બીમાર પડો તો ડૉક્ટર પાસે ન જઈને પૈસા બચાવો છો? તો પછી ફાઇનૅન્શિયલ પ્લાનર પાસે જવામાં શું વાંધો છે? એ જરૂરિયાત છે. પૈસા કમાવવા ફક્ત જરૂરી નથી, કમાયેલા પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરતાં શીખવું જરૂરી છે.      -મુકેશ દેઢિયા

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK