Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્કૂલ લેસનની જેમ જીવનના મની લેસન તૈયાર કરવાના રચનાત્મક ઉપાયો

સ્કૂલ લેસનની જેમ જીવનના મની લેસન તૈયાર કરવાના રચનાત્મક ઉપાયો

Published : 07 July, 2024 02:21 PM | Modified : 07 July, 2024 02:41 PM | IST | Mumbai
Priyanka Acharya

એક અણધારી પરિસ્થિતિ વખતે ચુકવણી કરવા માટે પૈસા ન હોવા એ અથવા ઑનલાઇન પેમેન્ટ પદ્ધતિ વાપરવામાં મૂંઝવણ અનુભવાય ત્યારે અજુગતું લાગે છે. આવા સમયે નાણાકીય તૈયારી તેમ જ ડિજિટલ સાક્ષરતાનુ મહત્ત્વ સમજાય છે.

પ્રતીકાત્મક તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક તસવીર


સ્કૂલના છેલ્લા દિવસે નેહા અને તેના મિત્રો ક્લાસરૂમમાં બેસીને તેમણે સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા હતા અને હવેથી તેઓ એકબીજાને યાદ કરીને કેવા મિસ કરશે એ વિશે વાતો કરતા હતા. એ દરમ્યાન ખુશીએ પ્રવેશ કર્યો. તેણે કહ્યું, ‘આજે આપણો છેલ્લો દિવસ છે એટલે હું એક સ્લૅમ બુક લાવી છું.’


મધુરાએ આશ્ચર્યથી પૂછ્યું, ‘સ્લૅમ બુક? એ વળી શું છે?



ખુશીએ કહ્યું, ‘મધુરા, સ્લૅમ બુકમાં રમૂજી સવાલો હોય છે જેના આપણે જવાબો આપીને યાદોનો સંઘરી શકીએ.’


મિત્રો, શા માટે આવી મસ્તીભરી પ્રવૃત્તિને કેવળ સ્કૂલ સુધી જ મર્યાદિત રાખવી જોઈએ? ચાલો આપણે સ્કૂલની યાદોને તાજી કરી એને નાણાકીય દૃષ્ટિકોણ આપીને ‘મની સ્લૅમ બુક’ તૈયાર કરીએ.

આપણે નાણાકીય દૃષ્ટિકોણથી રસપ્રદ સવાલો જોઈએ, જેમાં દરેક પ્રશ્નના બે ઉત્તર હશે. સામાન્ય પ્રતિભાવ અને નાણાકીય દૃષ્ટિકોણ.


પ્રશ્ન.૧ : જો તમને ત્રણ વરદાન આપવામાં આવે તો એ કયાં હશે?

સામાન્ય જવાબ : લક્ઝરી કાર્સ, અદ્ભુત વેકેશન્સ અને શ્રેષ્ઠ શિક્ષણ. 

મની સ્લૅમ બુકના જવાબ : નાણાકીય સુરક્ષિતતા, ભવિષ્ય અને જીવનશૈલી માટેના ખર્ચાઓમાં  તેમ જ કટોકટી માટેની બચત અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાય અને નોકરી છૂટી જાય એવા સંજોગો માટે અથવા નિવૃત્તિ દરમ્યાન મદદરૂપ થાય એવો નિયમિત પૅસિવ આવકનો પ્રવાહ સુનિશ્ચિત રહે.

પ્રશ્ન.૨ : જીવનની સૌથી અજુગતી ક્ષણ કઈ હતી?

સામાન્ય જવાબ : પરીક્ષા દરમ્યાન રમત રમતાં પકડાઈ જવાથી લઈને પરિવાર દ્વારા લગ્ન માટે ચોકઠાં ગોઠવવાની કવાયત જેવી ક્ષણો જીવનની અજુગતી ક્ષણો હતી.

મની સ્લૅમ બુકના જવાબ : એક અણધારી પરિસ્થિતિ વખતે ચુકવણી કરવા માટે પૈસા ન હોવા એ અથવા ઑનલાઇન પેમેન્ટ પદ્ધતિ વાપરવામાં મૂંઝવણ અનુભવાય ત્યારે અજુગતું લાગે છે. આવા સમયે નાણાકીય તૈયારી તેમ જ ડિજિટલ સાક્ષરતાનુ મહત્ત્વ સમજાય છે.

પ્રશ્ન.૩ : સમય પસાર કરવા માટે તમારી મનપસંદ પ્રવૃત્તિ કઈ છે?

સામાન્ય જવાબ : બાગકામ, વાંચન અને સોશ્યલ મીડિયા પર સ્ક્રૉલિંગ કરવું.

મની સ્લૅમ બુકના જવાબ : સામાન્ય શોખ ઉપરાંત નાણાકીય રેકૉર્ડ્સને તપાસવા અને પરિવારનાં રોકાણોનું નાણાકીય ફોલ્ડર બનાવવાની પ્રવૃત્તિ લાભદાયી નીવડી શકે છે. આવી પ્રવૃત્તિ નાણાકીય સંચાલન પ્રત્યે સક્રિય અભિગમ કેળવવામાં મદદરૂપ બને છે.

મની સ્લૅમ બુક નાણાકીય વિષયો બાબતે તાજગીસભર તેમ જ મનોરંજક અભિગમ કેળવવામાં મદદ કરે છે. આપણે પર્સનલ ફાઇનૅન્સ બાબતે ઊંડી સમજણ કેળવી શકીએ છીએ, જેનાથી આર્થિક રીતે સક્ષમતાનો અનુભવ થાય છે. આથી હવે જ્યારે મિત્રો સાથે ‘ચાય પે ચર્ચા’ કરો અથવા જૂની યાદોને વાગોળતા બેસો ત્યારે તમારા મિત્રોને મની સ્લૅમ બુકનો પરિચય કરાવો અને નાણાકીય ચર્ચાઓને પણ સામેલ કરો. અંતે પૈસા આપણા તનાવનું કારણ ન હોવું જોઈએ પરંતુ એ વિશે વાતો કરીને ભવિષ્યનું આયોજન કરી શકાય એવા મિત્રો આપણી પાસે હોવા જોઈએ.

લેખિકા ફાઇનૅન્શિયલ પ્લાનિંગ અને વેલ્થ મૅનેજમેન્ટ ક્ષેત્રમાં એક્સપર્ટ છે

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 02:41 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK