ગર્ભાવસ્થા દરમિયાન મા અને બાળકનાં આરોગ્ય, એ અવસ્થામાં દાખવાતી બેકાળજીનાં પરિણામો અને ‘ગર્ભસંસ્કાર’ના કેટલાક નિયમો ઇત્યાદિ વિશે વાર્તાલાપમાં જાણકારી અપાશે.
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
ગયા ગુરુવારે મુંબઈની નામાંકિત શિક્ષણસંસ્થા IIT મુંબઈના કૅમ્પસમાં ગર્ભવિજ્ઞાન વિષય પર એક વાર્તાલાપ યોજાવાનો હતો. જેમાં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ‘સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ’ના એક આયુર્વેદિક નિષ્ણાત સારી, સ્વસ્થ સંતતિ પેદા કરવા માટેના નિયમો સમજાવવાના હતા. આ વિશેના મેઇલમાં જણાવાયું હતું કે વાર્તાલાપમાં ગર્ભસ્થ બાળકની બાહ્ય તેમ જ આંતરિક લાક્ષણિકતા પર અસર કરતાં પરિબળો, ગર્ભાવસ્થા દરમિયાન મા અને બાળકનાં આરોગ્ય, એ અવસ્થામાં દાખવાતી બેકાળજીનાં પરિણામો અને ‘ગર્ભસંસ્કાર’ના કેટલાક નિયમો ઇત્યાદિ વિશે વાર્તાલાપમાં જાણકારી અપાશે.