કુમાર સાનુ લાઇવ , મધુબની વર્કશૉપ , જશ્ન એ બહારા બાય જાવેદ અલી અને વધુ ઇવેન્ટ્સ
કુમાર સાનું
કુમાર સાનુ લાઇવ
પદ્મશ્રી અવૉર્ડ વિનર અને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પ્લેબૅક સિંગિગ માટે સ્થાન મેળવનારા કુમાર સાનુને લાઇવ સાંભળવાનો મોકો બહુ ઓછો મળે છે. કિંગ ઑફ મેલડી ગણાતા કુમાર સાનુએ વીસ હજારથી વધુ હિન્દી, બંગાળી, મરાઠી અને અન્ય ભાષાઓમાં ગીતો ગાયાં છે. લગાતાર પાંચ વર્ષ સુધી હિટ હિન્દી ગીતો આપનારા અને ફિલ્મફેર અવૉર્ડ જીતનારા કુમાર સાનુને સાંભળવાનો મજાનો મોકો છે.
ક્યારે?: ૧૧ ફેબ્રુઆરી
સમયઃ ૬.૩૦ વાગ્યાથી
ક્યાં?: ષણમુખાનંદ હૉલ
કિંમતઃ ૭૫૦થી ૩૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow
ADVERTISEMENT
પૉટરી વર્કશૉપ
સમાન વિચાર ધરાવતા લોકો સાથે મળીને કંઈક નવું સર્જન કરવું એ ખૂબ આનંદદાયી પ્રક્રિયા છે. પૉટરી એટલે કે કાચી માટીમાંથી વિવિધ કટલરી ઘડવી, એને શેકીને પાકી કર્યા પછી પેઇન્ટિંગ કરતાં શીખવું હોય પૉટરી સ્ટુડિયોમાં જવાની જરૂર નથી. કૉફીની સિપ લેતાં-લેતાં અનુભવી કલાકારની મદદથી તમે મનગમતી પૉટરી તૈયાર કરી શકશો.
ક્યારે?: ૧૦ ફેબ્રુઆરી
સમયઃ બપોરે ૩ વાગ્યે
સમયઃ ડૂલલ્લી ટૅપ રૂમ, થાણે
કિંમતઃ ૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow
મધુબની વર્કશૉપ
રાધાકૃષ્ણની જોડી એક વૃક્ષની નીચે બેસીને એક સાંજ વિતાવી રહી હોય એવું દૃશ્ય મધુબની આર્ટ દ્વારા તૈયાર કરવું હોય તો ઘેરબેઠાં વીક-ઍન્ડ વર્કશૉપમાં જોડાઓ. બિહારના નૅશનલ અવૉર્ડ વિનિંગ આર્ટિસ્ટ હેમાદેવી પાસેથી આ શીખવા મળશે. સાથે આ આર્ટ ફૉર્મની હિસ્ટરી અને બેસિક લર્નિંગ ટેક્નિક્સ પણ શીખવા મળશે.
ક્યારે?: ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી
સમયઃ ૬.૩૦થી ૮.૩૦
કિંમતઃ ૫૯૯ રૂપિયા
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશનઃ @catterfly_art
બ્લૂમ ફ્લોરેન્સ આર્ટ એક્ઝિબિશન
ઇન્ડિયન આર્ટિસ્ટ તન્વી પથારેએ ફ્લોરેન્સબેઝ્ડ પેઇન્ટિંગ્સનું કલેક્શન એક્ઝિબિશન ચાલુ છે. બ્લૂમ ટાઇટલવાળી આ પ્રદર્શનીમાં કુદરત અને રંગો પર આધારિત ફ્લોરલ અને લૅન્ડસ્કેપ ઑઇલ પેઇન્ટિંગનો ખજાનો છે.
ક્યારે?: ૧૨ ફેબ્રુઆરી સુધી
ક્યાં?: જહાંગીર આર્ટ ગૅલરી, કાલા ઘોડા
સમયઃ ૧૧થી ૭
ચમન ચટોરા બાય ગૌરવ કપૂર
દસ લાખથી વધુ ફૉલોઅર્સ યુટ્યુબ પર અને છ લાખથી વધુ ઇન્સ્ટા ફૉલોઅર ધરાવતા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન ગૌરવ કપૂરનો શો હાયર એન્ટરટેઇનમેન્ટ દ્વારા થઈ રહ્યો છે. રેગ્યુલર વ્લોગ્સ કરતાં કંઈક જુદું જ પ્રેઝન્ટ કરશે ગૌરવ કપૂર આ નવા ચમન ચટોરા પ્રોગ્રામમાં.
ક્યારે?: ૧૧ ફેબ્રુઆરી
ક્યાં?: ઇનઑર્બિટ મૉલ, મલાડ
સમયઃ સાંજે ૭
કિંમતઃ ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow
જશ્ન એ બહારા બાય જાવેદ અલી
સૂફી ગીતો એવરગ્રીન અપીલ ધરાવે છે. રોમૅન્ટિક ગીતોને સુફિયાના અંદાજમાં ગાવા માટે જાણીતા પ્લેબૅક સિંગર જાવેદ અલી વર્સેટાઇલ સિંગર છે. કવ્વાલી ગાયક પિતા હમીદ હુસેન અને ગઝલ ગાયક ગુલામ અલી સાહેબ પાસેથી તાલીમ લેનારા જાવેદ અલીએ અનેક ભાષાઓમાં ગીતો ગાયાં છે. ફિલ્મી મ્યુઝિક ઉપરાંત સૂફી અને ગઝલ તેમની ખાસિયત રહી છે. તેમના કંઠે સુફિયાના અને ટ્રેડિશનલ રિલિજિયસ સંગીત આ રવિવારે પીરસાશે.
ક્યારે?: ૧૧ ફેબ્રુઆરી
ક્યાં?: તાતા થિયેટર
સમયઃ ૬.૩૦ વાગ્યાથી
કિંમતઃ ૫૦૦થી ૨૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com