હજારો વર્ષ જૂની ધ્યાનની પરંપરા શું કામ જરાય આઉટડેટેડ નથી થઈ?
ખાસ બાત
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દરેક ભારતીયને પ્રાઉડ થાય એવો આજનો દિવસ છે. દુનિયાઆખી હવે પછી દર વર્ષે આજના દિવસને એટલે કે ૨૧ ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઊજવવાની છે. ભારતની ધરોહરમાં આપણા ઋષિ-મુનિઓએ ધ્યાનના પ્રખર અભ્યાસથી માનવસમાજને ઉપયોગી એવી અઢળક ભેટ આપી છે. યુનાઇટેડ નેશન્સ પણ જેને પ્રમોટ કરવામાં ગર્વ અનુભવે છે એવા ધ્યાન અથવા મેડિટેશનમાં શું ખાસ છે? શું કામ આપણા સૌના જીવનમાં દિવસની કમસે કમ ૧૦ મિનિટ ધ્યાનના અભ્યાસ માટે ફાળવવી જોઈએ અને કઈ રીતે આપણા જીવનને ઉન્નતિના પંથે લઈ જવા મનની ચંચળતા દૂર કરીને સ્થિરતા અને શાંતિ સ્થાપવામાં ધ્યાન કાબિલેદાદ બની શકે છે એ જાણવા આખો લેખ વાંચ્યા વિના છૂટકો નથી