મહાત્મા ગાંધીએ જેને રાષ્ટ્રીય શયરનું બિરુદ આપ્યું છે એવા જાણીતા કવિ ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૫મી જન્મજયંતી છે.
ઝવેરચંદ મેઘાણી.
મહાત્મા ગાંધીએ જેને રાષ્ટ્રીય શયરનું બિરુદ આપ્યું છે એવા જાણીતા કવિ ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૫મી જન્મજયંતી છે. ગુજરાતના ચોટીલામાં 1896માં જન્મેલા કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને લોકગીત આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતા સૌપ્રથમ કોઈ ગીત યાદ આવે તો એ છે લાગ્યો કસુંબીનો રંગ.
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
ADVERTISEMENT
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..
સામાન્ય રીતે ગરબામાં ગવાતા ઘણા જાણીતા લોકગીતનું સર્જન કરનાર બીજું કોઈ નહીં પણ ઝવેરચંદ મેઘાણી જ છે. ઝવેરચંદ મેઘાણીના લોકગીતનો વારસો આજે પણ એટલો જ જીવંત છે. ફિલ્મ રામલીલાનું જાણીતું ગીત મોર બની થનગાટ કરે પણ ઝવેરચંદ મેઘાણીની જ રચનાનો એક નમૂનો છે. મૂળ રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું મેઘાણીએ ઝડપ્યું હતું અને પરિણામરૂપે તેમણે આ કૃતિની રચના કરી હતી.
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની
આજે પણ લાખો ગુજરાતીઓ નવરાત્રિમાં ‘સોના વાટકડી રે’ ગીત ગરબાની રમજટ કરે છે તેવું આ ગીત પણ આ રાષ્ટ્રીય શયરની કૃતિઓમાંનું એક છે.
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા.
નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયાટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા કાન પરમાણે ઠોળીયાં સોઈ રે વાલમિયાઠોળીયાંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા હજી એક એવું લોકગીત છે જે નવરાત્રિમાં અચૂક ગવાય છે અને ખાસ કરીને શરદ પૂનમની રાત્રિએ તો આ ગીતનો મહિમા પણ જુદો જ છે.
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો
માતાજી રમવા દ્યો રે રંગ ડોલરિયો
રમી ભમી ઘેર આવિયાં રંગ ડોલરિયો
માતાજી જમવા દ્યો રે રંગ ડોલરિયો
માતાએ પીરસી લાપસી રંગ ડોલરિયો
મહીં પળી એક આલ્યાં ઘી રે રંગ ડોલરિયો
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો...
આ ઉપરાંત કાવ્ય એવું છે જેના વગર આ મહાન કવિની વાત અધૂરી છે. ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. તેણી વાત છે.
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા