‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’માં અશનીર ગ્રોવર આ જ વાત કહે છે અને સાથોસાથ બિઝનેસમૅન બનવાની તેની જર્ની કેવી રહી એની વાત કરતાં-કરતાં બિઝનેસમૅન બનવા માટે શું ધ્યાન રાખવું એની ટિપ્સ પણ આપે છે
બુક ટૉક
દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ અને અશનીર ગ્રોવર
૨૦૧૧માં જ્યારે સ્ટીવ જૉબ્સનું મોત થયું ત્યારે તેની પાસે ઍપલ કંપનીના આઠ ટકા શૅર હતા! જરા વિચારો, ૯૨ ટકા શૅર બીજા લોકો પાસે હતા અને જે સ્ટીવ જૉબ્સ ઍપલ કંપનીનો ફેસ હતો એ સ્ટીવ પાસે માત્ર ૮ ટકા શૅર હતા! માત્ર આઠ ટકા. અશનીર ગ્રોવર આ વાતને સ્ટીવ જૉબ્સની બુદ્ધિ સાથે જોડે છે અને કહે છે કે સ્ટીવ જૉબ્સ બહુ સાચી દિશામાં હતા અને તેમની પાસે સાચી દિશા હતી એટલે જ આજે ઍપલ વર્લ્ડની બેસ્ટ પાંચ બ્રૅન્ડ પૈકીની એક છે.
અશનીર ગ્રોવર. કોણ તેમને નથી ઓળખતું? જ્યારથી સોની ટીવી પર ઑન્ટ્રપ્રનર માટે ‘શાર્ક ટૅન્ક’ શો શરૂ થયો ત્યારથી અશનીર ગ્રોવર લાઇમલાઇટમાં રહ્યા છે. અશનીર ગ્રોવર ઑન્ટ્રપ્રનર છે. અંદાજે સાતસો કરોડની તેમની નેટવર્થ છે અને તડ-ફડ કરવાની તેમની નીતિને કારણે આજે તે યંગસ્ટર્સમાં જબરદસ્ત લોકપ્રિય છે. અશનીરે લખેલી ‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’માં જ અશનીરે સ્ટીવ જૉબ્સનું ઉપર કહ્યું એ એક્ઝામ્પલ ટાંક્યું છે અને કહ્યું છે, ‘બિઝનેસને ગ્રો કરવો હોય તો તમારે ટીમવર્ક કરતાં જવું પડે અને ટીમને શૅર અને શ્રેય પણ આપતાં રહેવાં પડે. જો તમે એ ન કરી શકો તો તમારી સક્સેસ મર્યાદિત થઈ જાય અને મર્યાદિત સક્સેસનું એક જ રિઝલ્ટ હોય છે, નિષ્ફળતા.’
ADVERTISEMENT
અશનીરની વાત ખોટી નથી. તમે જુઓ, સેંકડો કંપનીઓ એવી છે, અઢળક બ્રૅન્ડ એવી છે જેણે આ નવી નીતિ અપનાવી નહીં એટલે આજે એ બ્રૅન્ડ રીતસર માર્કેટમાંથી ખોવાઈ ગઈ છે. અશનીરની ‘દોગલાપન’માં તેણે પોતાની વાત કહેવાની સાથોસાથ તેણે યંગસ્ટર્સને ઉપયોગી બને એવી બિઝનેસ ટિપ્સ પણ આપી છે અને સાથોસાથ ઑન્ટ્રપ્રનર્સને પણ સમજ આપવાની કોશિશ કરી છે કે જો આખો લાડુ ખાવાની માનસિકતા રાખો તો બે વાત બને. એક, લાડુ ભાવતા બંધ થઈ જાય અને બીજું, બધું ખાઈ લેવાની માનસિકતા વચ્ચે તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમ બગડી જાય. અશનીર કહે છે, ‘ક્યારેય એવું રાખવું નહીં કે બધું મારી પાસે આવે. જો તમે ટીમ સાથે આગળ વધો તો અને તો જ તમે મિરૅકલ કરી શકો.’
ટીન એજમાં જ થયો પ્રેમ | હા, અશનીર ગ્રોવરને નાની ઉંમરે જ પ્રેમ થઈ ગયો હતો અને એ પણ પૈસા સાથે. અશનીર પોતાની આ જ બુકમાં કન્ફેશન સાથે લખે છે કે હું મારા અંકલ સાથે કૅનેડા ગયો એ સમયે મને પહેલી વાર પૈસાની તાકાત શું હોય એ સમજાયું અને એ સમજાયા પછી મેં નક્કી કર્યું કે હું કંઈ પણ કરું, કંઈ પણ બનું પણ ઍટ-ધી-એન્ડ ઑફ લાઇફ હું એટલો પૈસાદાર બનીશ કે મને માત્ર મન થવું જોઈએ અને હું એ ખરીદી શકતો હોઉં!
કૅનેડાથી પાછા આવીને અશનીરે સ્કૂલ અને કૉલેજ પૂરી કરી અને એ પછી તે જૉબ પર લાગી ગયો. બહુ ઓછા લોકોને ખબર છે કે અશનીરે ત્યાર પછી જૉબ શરૂ કરી હતી અને અગિયાર વર્ષ જૉબ કરી હતી. ‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’માં અશનીર કહે છે, ‘સૅલેરીથી આવતી ઇન્કમમાં ક્યાંય આપણને બે પાંખ નથી દેખાતી પણ એ પૈસાને બે પાંખ હોય છે અને એટલે જ એ સૅલેરી તરત જ ખતમ થઈ જાય છે. મારા એ અગિયાર વર્ષના અનુભવ પછી મને પહેલી વાર સમજાયું કે જો મારે પૈસાદાર થવું હોય તો મારે જૉબ છોડવી પડશે. જૉબ કરનારો હંમેશાં પોતાના માલિકને જ આગળ લઈ જતો હોય છે.’
‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’માં જે વાતો છે એ વાતો આજની નવી જનરેશનમાં આગ ઊભી કરવાનું કામ કરે છે તો સાથોસાથ એ પણ સમજાવવાનું કામ કરે છે કે માત્ર આગથી નહીં ચાલે, તમારે પ્રૉપર પ્લાનિંગ કરીને આગળ વધવું પડશે.
બિઝનેસ માટે બેસ્ટ શું? | આઇડિયા. અશનીર એમ પણ કહે છે કે બિઝનેસ માટે સૌથી મોટો દુશ્મન પણ જો કોઈ હોય તો એ આઇડિયા છે. ‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’માં અશનીર કહે છે, ‘મનમાં આવેલા આઇડિયાને જો તમે અમલમાં મૂકી શક્યા નહીં તો એ જ આઇડિયા તમને હેરાન કરી મૂકે. તમે આગળ પણ ન વધી શકો અને પાછળ પણ ન જઈ શકો.’
અશનીરનું માનવું છે કે આઇડિયાને પ્રૉપર રીતે પ્લાન સાથે મૂકવામાં આવે એ જ આઇડિયા બેસ્ટ છે, બાકી બધા આઇડિયા કચરાટોપલીમાં ધકેલવાને લાયક છે. આ જ વાત કહ્યા પછી અશનીર પોતાની આ બુકમાં એ પણ ચોખવટ કરે છે કે તમારા આઇડિયાને અમલમાં મૂકતાં પહેલાં એ આઇડિયાને ત્રણ વ્યક્તિ પાસે સેલ કરવાની કોશિશ કરવાની. જો એ આઇડિયામાં એ વ્યક્તિ (ટાઇમ) ઇન્વેસ્ટ કરે તો માનવું કે તમે આગળ વધી શકો છો પણ જો એ સાંભળવા પણ રાજી ન હોય તો માનવું કે તમે ખોટી દિશામાં છો.
‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’માં અશનીર ગ્રોવરે કહ્યું છે બિઝનેસ એ જ કરવો જેની ડિમાન્ડ હોય. ડિમાન્ડ ઊભી કરવાની લાયમાં પડવા કરતાં તો બહેતર છે કે સાવ નવું જ સંશોધન કરવું.
એ જ રીતે જે રીતે અશનીરે ભારતપેનું ઇન્વેન્શન કર્યું.
સ્ટોરી શૉર્ટકટ
‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’નો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ છે કે એમાં બિઝનેસ અને ઑન્ટ્રપ્રનર માટે ટિપ્સ ઉપરાંત અશનીર ગ્રોવરે લાઇફ વિશે અને તેને મળેલા દગાફટકા વિશે પણ કહ્યું છે. અશનીરે એ પણ કહ્યું છે કે ભારતપેની ઑફર તેની પાસે કેવી રીતે આવી અને કેવી રીતે તેણે આ દેશમાં પહેલી વાર ફ્રીમિયમની સિસ્ટમ દાખલ
કરી. અશનીર કહે છે, ‘આવતા સમયમાં પૈસા નહીં, ડેટાની વૅલ્યુ બહુ મોટી ઊભી થવાની છે. અમેરિકા અને ચાઇનામાં તો આજે પણ એ જ પરિસ્થિતિ છે પણ હજી એ બાબતમાં
એટલા અલર્ટ નથી થયા. કસ્ટમર બેઝ પરથી જ ભવિષ્યમાં બિઝનેસનું મૂલ્યાંકન થવાનું છે.’
‘દોગલાપન : ધ હાર્ડ ટ્રૂથ અબાઉટ લાઇફ ઍન્ડ સ્ટાર્ટ-અપ્સ’માં અશનીરે તેની સાથે જોડાયેલા વિવાદોનું કારણ શું હતું અને એ ઘટના કેવી રીતે ઘટી હતી એની પણ વાત
કરી છે.