Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > મન ભરીને ગરબા રમવામાં તન થાકી જાય છે? તો આટલું ધ્યાન રાખો

મન ભરીને ગરબા રમવામાં તન થાકી જાય છે? તો આટલું ધ્યાન રાખો

20 October, 2023 05:28 PM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

હજી ત્રણ-ચાર દિવસ ગરબા રમવાના બાકી છે ત્યારે કેટલીક કાળજી રાખશો તો ગરબા વખતે તન અને મન સ્ફૂર્તિમાં રહેશે

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રિ સ્પેશ્યલ

પ્રતીકાત્મક તસવીર


શરૂ-શરૂમાં જોશમાં ગરબા રમી લીધા, પણ શરીરમાં એટલી એનર્જી કે ફ્લેક્સિબિલિટી ન હોવાથી થાક લાગે, પગમાં ચીરા પડી જાય, પગ દુખે અને આખો દિવસ સુસ્તીભર્યો જાય છે. જોકે હજી ત્રણ-ચાર દિવસ ગરબા રમવાના બાકી છે ત્યારે કેટલીક કાળજી રાખશો તો ગરબા વખતે તન અને મન સ્ફૂર્તિમાં રહેશે


આદ્યશ​ક્તિની આરાધનાના ૯ ​દિવસ એટલે નવરાત્રિ આપણા માટે હર્ષોલ્લાસથી ભરપૂર હોય છે. એમાંય ગરબા રમવા જવાનો ઉત્સાહ એટલો બધો હોય છે કે ઘણી વાર આપણે જોશ-જોશમાં હોશ ખોઈ બેસતા હોઈએ છીએ. ગ્રાઉન્ડ પર તો આપણને તાન ચડેલું હોય એટલે ખબર ન પડે, પણ જ્યારે ઘરે આવીએ ત્યારે ​​રિયલાઇઝ થાય કે પગ દુખે છે અથવા સૂજી ગયો છે. એટલે ગરબા રમવા માટે આપણા શરીરને તૈયાર કરવું ખૂબ જરૂરી છે. નહીંતર જૉઇન્ટ્સ અને મસલ્સ પેઇનનો સામનો કરવો પડી શકે. પછીથી કોઈ શારી​રિક તકલીફનો સામનો ન કરવો પડે એટલે અગાઉથી જ જાણી લઈએ ફિ​ઝિયોથેરપિસ્ટ ડૉ. ચ​રિતા ગો​હિલ પાસેથી કેટલીક ​ટિપ્સ...



સ્ટ્રે​ચિંગ કરવું | જો રો​​જિંદા જીવનમાં તમને વધુ પડતી ​ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની આદત ન હોય તો તમારે ગરબા રમવા જતાં પહેલાં ઓવરઑલ બૉડી સ્ટ્રે​ચિંગ કરવું જોઈએ. પગની પાની, પિંડી, ઘૂંટણ, કમર, પીઠ, ડોક વગેરેની મૂવમેન્ટ થાય એવી સ્ટ્રે​ચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ જેથી તમારા ટાઇટ મસલ્સ લૂઝ થાય અને શરીરમાં થોડી ફ્લે​ક્સિ​​બિલિટી આવે.


સ્ટાર્ટ સ્લોલી | આપણે હેવી એક્સરસાઇઝ કરતાં પહેલાં થોડું વૉર્મ-અપ કરીએ છીએ, એ જ રીતે ગરબા રમવાની શરૂઆત પણ કેટલાક ઈઝી સ્ટેપ્સથી કરવી જોઈએ જેથી મસલ્સ પર સડનલી સ્ટ્રેસ ન આવે. ઉપરાંત ગરબા રમતી વખતે વચ્ચે નાનો બ્રેક લઈ લેવો જોઈએ જેથી મસલ્સ ફટીગ અથવા મસલ્સ ​રિલેટેડ ઇન્જરી ટાળી શકાય.

કમ્ફર્ટેબલ ફુટવેઅર | ગરબા રમતી વખતે આપણે કમ્ફર્ટેબલ ફુટ​​વેઅર પહેર્યાં હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફુટવેઅર એવાં પહેરવાં જોઈએ જેમાં તમારો પગ આરામથી ફિટ બેસી જાય જે તમારા મસલ્સને સપોર્ટ આપે. વધારે પડતાં લૂઝ કે હાઈ હીલ્સવાળાં ફુટવેઅર પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે એનાથી તમારા મસલ્સ પર સ્ટ્રેસ પડી શકે છે.


મસાજ-બાથ લેવો | ડેઇલી એક્સરસા​ઇઝ કરતા ન હોય એવા લોકોને ગરબા રમી આવ્યા બાદ શરીરમાં અને ખાસ કરીને પગ અને પીઠમાં દુખાવાની ફરિયાદ હોય છે તો એ માટે તમારે હળવા હાથે મસાજ કરવો જોઈએ. પગમાં સોજો આવી ગયો હોય તો તમારે ૧૦થી ૧૫ મિ​નિટ સુધી બરફવાળા ઠંડા પાણીમાં પગ બોળી રાખવા જોઈએ. શરીરનો થાક ઉતારવા માટે ઠંડા પાણીથી નાહવું જોઈએ. 

ખાવા-પીવા પર ધ્યાન રાખવું

ગરબા રમવા જતાં પહેલાં ઑઇલી, સ્પાઇસી અથવા ફ્રાય કરેલું ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. એનર્જી માટે પ્રોટીન રિચ ફૂડ લેવું જોઈએ. રાતનું જમણ ગરબા રમવા જવાના એક કલાક પહેલાં પતાવી લેવું જોઈએ. જો એટલું જલદી જમવું ન હોય તો ફ્રૂટ, સૅલડ અથવા બાફેલા મગ ખાઈ શકો છો. એ ​સિવાય તમારે જન્ક ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક્સ પીવાનું ટાળવું જોઈએ.

બૉડી-હાઇડ્રેશન જળવાય અેનું ધ્યાન રાખવું. કેમ કે ગરબા રમતી વખતે ખૂબ પરસેવો થાય છે.  શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણી પીવાની પણ એક રીત છે, જેમ કે તમારે અડધા-અડધા કલાકે એક-એક ઘૂંટડો પાણી પીવું જોઈએ. ઘણા લોકો એક-દોઢ કલાક બાદ જ્યારે તરસ લાગે ત્યારે એકસાથે અડધી બૉટલ ખાલી કરી દેતા હોય છે. આમ કરવાનું ટાળવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2023 05:28 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK