તો પાર્ટીમાં જતા પહેલાં અડધો કલાકમાં ચહેરો ચમકાવવાનો ક્વિક ફિક્સ છે શીટ માસ્ક
ફૅશન ઍન્ડ સ્ટાઇલ
પ્રતીકાત્મક તસવીર
કોના માટે કેવો માસ્ક?
ડાઘવાળી સ્કિન માટે વિટામિન સી માસ્ક, ડ્રાય સ્કિન માટે હાયોલ્યુરૉનિક ઍસિડ માસ્ક, સેન્સિટિવ સ્કિન માટે અલોવેરા જેલ માસ્ક, ઍક્ને માટે ગ્રીન ટીવાળો માસ્ક
નામ તો સુના હી હોગા! શીટ માસ્ક, ફેસ માસ્ક, બ્રાઇટનિંગ માસ્ક, પીલ માસ્ક વગેરે-વગેરે. કોઈ પાર્ટીમાં જવાનું હોય કે ડેટ પર જવાનું હોય અને ચહેરો ડલ લાગતો હોય તો શીટ માસ્ક ફેશ્યલ કે ક્લીનઅપનો શૉટકર્ટ બને છે. પણ એ એક શૉર્ટકટ જ છે એ યાદ રાખવું. એ વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. દીપમ શાહ કહે છે, ‘શીટ માસ્ક ઇન્સ્ટન્ટ ગ્લો માટે ઠીક છે, પણ એ ફેશ્યલનો સબસ્ટિટ્યુટ નથી. પ્રૉપર ફેશ્યલ કરાવવાથી થતો ફાયદો શીટ માસ્કથી ક્યારેય નહીં મળે.’
ADVERTISEMENT
શા માટે ફેસ્ક માસ્ક?| ફેસ માસ્ક ત્વચાને પોષણ પૂરું પાડનારા સિરમથી ભરપૂર હોય છે. માસ્કનું પૅકેટ ઓપન કરશો તો જણાશે કે એ પૅકેટમાં પાતળું જેલ જેવું સિરમ હોય છે, જે લગાવ્યા બાદ સ્કિનની અંદર ઊતરે છે અને ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે.
કઈ રીતે પસંદ કરવા?| ડૉ. દીપમ કહે છે, ‘શીટ માસ્કની પસંદગી સ્કિન-ટાઇપ અને ઉંમર પ્રમાણે કરવી. ડ્રાય સ્કિનને જરૂર હોય છે હાઇડ્રેશનની, જેના માટે હાયોલ્યુરૉનિક ઍસિડવાળો માસ્ક સારો રહેશે. જ્યારે ઑઇલી સ્કિન માટે ગ્લાયકૉલિક ઍસિડ કે વિટામિન સીવાળો માસ્ક સૂટેબલ છે, જે સ્કિનને ગ્લો આપશે. નૉર્મલ સ્કિન ધરાવતા લોકોએ નાઇસિનેમાઇડવાળો માસ્ક વાપરવો જે તેમની સ્કિન પર કોઈ ડાઘ હોય તો એ માટે મદદરૂપ બને છે. માસ્ક લગાવતા પહેલાં ચહેરો ફેસવૉશથી ધોઈ કોરો કરી લો. ત્યાર બાદ શીટ માસ્ક લગાવી ૧૫થી ૨૦ મિનિટ માટે એ રહેવા દો. ત્યાર બાદ માસ્ક કાઢી વધારાના સિરમથી ચહેરા પર મસાજ કરો જેથી એ સ્કિનની અંદર ઊતરી જાય. ત્યાર બાફ ચહેરો ધોવો નહીં. જો દિવસનો સમય હોય તો સનસ્ક્રીન લગાવવું.’
આ પણ વાંચો : બૉડી હેર પર વૅક્સિંગ કે ટ્રીમર?
શુ ખરેખર ફાયદાકારક છે?| શીટ માસ્ક એમાં રહેલા સિરમને લીધે એક ચમક આપે છે પણ એ જ સિરમને જો ડેઇલી સ્કિન રૂટીનનો ભાગ બનાવવામાં આવે તો આવા ક્વિક ફિક્સની જરૂર નહીં પડે. માસ્ક ફેશ્યલની જગ્યા નહીં લઈ શકે. ફેશ્યલથી ચહેરો ઑલઓવર ક્લીન થાય છે. તેમને મસાજને લીધે બ્લડ સર્ક્યુલેશન વધે છે. જ્યારે શીટ માસ્કથી ક્યારેક સ્કિન પર રેડનેસ આવી શકે છે અથવા જો સેન્સિટિવ સ્કિન હશે તો ઍક્ને પણ થઈ શકે. અહીં કોઈ પણ શીટ માસ્કનો પહેલી વાર ઉપયોગ અચાનક પાર્ટીમાં જતાં પહેલાં ન કરવો. પહેલાં વાપર્યો હોય, તમારી સ્કિનને સૂટ થયો હોય તો જ એ પ્રોડક્ટ વાપરવી.’
ઘરગથ્થુ ઉપાય પણ છે| સ્કિન-કૅર જરૂરી છે પણ અહીં જો માસ્ક પણ ન વાપરવો હોય તો એનું કામ બરફથી શક્ય છે. આ વિશે ડૉ. દીપમ કહે છે, ‘ચહેરા પર બરફ ઘસવાથી પણ ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે. બરફથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ત્વચા ગ્લો કરે છે. બરફ ઘસતાં પહેલાં જો માઇલ્ડ સ્ક્રબિંગ કરવામાં આવે તો વધુ ફાયદો થશે. અહીં જો સ્કિન ડ્રાય હોય તો બરફ ન લગાવવો, કારણ કે એનાથી સ્કિન વધુ ડ્રાય બનશે.’
સ્કિન-કૅર જરૂરી
રોજની ફક્ત બે મિનિટ સ્કિન માટે ફાળવવાથી એજિંગ સ્લો થશે તેમ જ સ્કિન હેલ્થ પણ સારી રહેશે. ડૉ. દીપમ કહે છે, ‘ચહેરો તમારી પર્સનાલિટીનો મહત્ત્વનો ભાગ છે. એટલે એમાં સમય ઇન્વેસ્ટ કરવો જરૂરી છે. સવારે ફેસવૉશ કર્યા બાદ મૉઇસ્ચરાઇઝર અને સનસ્ક્રીન અને રાતના ચહેરો વૉશ કર્યા બાદ સિરમ કે નાઇટ ક્રીમ લગાવવું.’