સાહિત્ય અને ભાષાના સંવર્ધન માટેનું ઉત્તમ માધ્યમ નાટક જ છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતી મિડ-ડેમાં સરસ સ્ટોરી વાચકોએ વાંચી જ હશે. એમાં વ્યાવસાયિક રંગભૂમિનો ચહેરો ઊપસી આવ્યો. કવિ હોવા છતાં સતત એ લાગ્યું છે કે સાહિત્ય અને ભાષાના સંવર્ધન માટેનું ઉત્તમ માધ્યમ નાટક જ છે. આ સ્વરૂપમાં લાખો લોકો સુધી પહોંચવાની પ્રત્યક્ષ ક્ષમતા છે. જેમણે જિંદગી રંગભૂમિને સમર્પિત કરી છે તેઓ મીતા ગોર મેવાડાના વિચાર સાથે સંમત થશે...



